SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ કથા ૧૮૫ ત્યારે દેવે પ્રસન્ન થઈને કહ્યું કે, જા, તું ઇચ્છે છે તેમ થશે. ત્યારપછી તે દેવે મેતાર્યને ઘેર એક બકરો બાંધી દીધો. એ બકરો રોજ રત્નોના લિંડા મૂકતો હતો. આ રત્નનો થાળ ભરી મેતાર્યનો પિતા રોજ રાજાને જઈને થાળ અર્પણ કરી પોતાના પુત્ર માટે રાજાની કન્યાની માંગણી કરવા લાગ્યો. ત્યારે મંત્રીએ તેને બહાર કાઢી મૂક્યો. છતાં પણ તે હંમેશાં તે પ્રમાણે કરવા લાગ્યો. ત્યારે અભયકુમારે ચાંડાળને અભય આપીને કહ્યું કે, તું આ રત્નો ક્યાંથી લાવે છે ? ત્યારે ચાંડાળે બકરાનું સ્વરૂપ કહ્યું. અભયકુમારે આ વાત રાજાને કરી, પછી તે બકરાને રાજાની પાસે લાવીને બંધાવ્યો. ત્યારે બકરો રત્નોને બદલે દુર્ગંધયુક્ત વિષ્ટા કરવા લાગ્યો. એટલે તે બકરો ચાંડાળને પાછો આપ્યો. અભયકુમારે પરમાર્થ વિચારતા જાણ્યું કે, નક્કી આ બકરો દેવતા અધિષ્ઠિત લાગે છે. ભલે તે ચાંડાળ હોય, પણ કોઈ ઉત્તમ પુરુષ લાગે છે. માટે તેની પરીક્ષા કરવી. એમ કહીને તેણે ચાંડાળને કહ્યું કે, ભગવંત મહાવીર વૈભારગિરિ પધારેલા છે. ત્યાંથી અહીં સુધીનો માર્ગ વિષમ છે, તેને તું સમ કરાવી આપ, જેથી શ્રેણિક રાજા સુખેથી વંદન કરવા જઈ શકે. દેવની સહાયથી તેણે એ માર્ગ કરાવી દીધો. ફરી તેને કહ્યું કે, તું રાજગૃહી ફરતો સુવર્ણના કાંગરાવાળો મજબૂત કિલ્લો બનાવી આપ. તેણે દેવતાની સહાયથી કિલ્લો બનાવી આપ્યો. ફરી કહ્યું કે, જો તું આ કિલ્લા ફરતો સમુદ્ર ખેંચી લાવ, તો તેમાં ખાન કરીને તારો પુત્ર પવિત્ર થાય એટલે રાજાની કન્યા તેને પરણાવીએ. ત્યારે સમુદ્ર લાવીને સ્નાન કરાવ્યું ત્યારે શ્રેણિક રાજાની કન્યા તેને પરણાવી. રાજકન્યા સાથે શિબિકામાં આરૂઢ થઈને જતો હતો. ત્યારે પેલી આઠ કન્યાઓ પણ આવી. તેની સાથે પણ લગ્ન થયા. પછી રાજાએ અતિ ઊંચા શિખરવાળો એક મહેલ તેને આપ્યો. નવે પત્નીઓ સાથે બાર વર્ષપર્યંત ક્રીડા કરતા અખંડિત ભોગ ભોગવતો હતો. પૂર્વે નક્કી થયા પ્રમાણે બાર વર્ષે તે દેવ ત્યાં આવ્યો. પ્રવજ્યાની વાત યાદ કરાવી, ત્યારે પેલી સર્વે સ્ત્રીઓ દેવતાના પગમાં પડીને ઘણાં દીન વચનોથી કરગરવા લાગી કે અમારા ખાતર બાર વર્ષ રહેવા દો. ત્યારે તે દેવે તેમનું વચન માન્ય કર્યું. એ રીતે બીજા બાર વર્ષ પસાર થયા. ત્યારપછી દેવે આવીને સ્મરણ કરાવ્યું. એટલે મેતાર્ય એ પ્રવજ્યા અંગીકાર કરી. નવ પૂર્વાને અર્થ સહિત ગ્રહણ કર્યા. ગીતાર્થ, તીવ્ર તપસ્યા કરવામાં સ્થિર મનવાળા થયા. કોઈ વખત વિચરતા–વિચરતા એકાકી પ્રતિમાવાળા તે મેતાર્યમુનિ રાજગૃહ નગરે પધાર્યા ગોચરચર્યાએ ફરતા-ફરતા એક સોનીના ઘેર પહોંચ્યા. તે સમયે તે સોની ૧૦૮ સોનાના જવલા ઘડીને તૈયાર કરતો હતો. તે ત્યાં સ્થાપન કરીને પોતાના ભવનમાં ગયો. મેતાર્યમુનિ આંગણામાં ઊભા રહ્યા. સોની આહાર લેવા માટે ગયેલો. તે સમયે એક ક્રૌંચ પક્ષી ક્રીડા કરતું હતું. તે ત્યાં આવી બધાં જવલા ચરી ગયું. કાયોત્સર્ગમાં ઉભેલા મુનિએ જોયું કે, ક્રૌંચ પક્ષી જ્વલા ચણી ગયું છે. સોની ક્ષણવારમાં બહાર આવ્યો. જવલા ન જોયા, એટલે ભયભીત થઈને મેતાર્યમુનિને જવલા વિશે પૂછયું. કેમકે તે જવલા શ્રેણિકના રાજા કહેવાથી ઘડતો હતો. શ્રેણિક રાજા રોજ પરમાત્મા
SR No.005011
Book TitleAgam Kathanuyoga Gujarati Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy