SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ર૬. આગમ કથાનુયોગ-૪ તે સમયે સ્થૂલભદ્ર બાર વર્ષથી કોશા નામની ગણિકા સાથે ભોગ ભોગવતા તેણીના ઘેર રહેલા હતા. શ્રીયક નંદરાજાનો અંગરક્ષક થઈને રહેલો હતો. ત્યારપછી નંદરાજાએ કોશાના ઘેરથી સ્થૂલભદ્રને બોલાવી મંત્રીપદ સ્વીકારવા કહ્યું. ત્યારે સ્થૂલભદ્ર ઉત્તર આપ્યો કે, હું વિચારીને કહ્યું. ત્યારે રાજાએ નજીકના અશોકવનમાં વિચાર કરવા મોકલ્યા. ત્યાં તે વિચારવા લાગ્યા કે, રાજાના કાર્યમાં મશગુલ બનેલા માણસને કયા ભોગો કે સુખ ભોગવવાનું હોય છે? કદાચ સુખપ્રાપ્તિ થાય, તો પણ અંતે તો નરકગમન કરવું પડે છે, તો આવા મંત્રીપદનું મારે શું કામ છે ? આ ભોગો આવા જ છે. વૈરાગ્ય માર્ગે ચડેલા સ્થૂલભદ્રે વિચાર્યું કે, જે મંત્રીપદ પિતાના મૃત્યુનું કારણ બન્યો તે સંસાર દુઃખદાયી જ છે. સ્વયંમેવ પંચમુખિલોચ કર્યો, કંબલરત્ન છેદીને રજોહરણ બનાવી, મુનિલિંગ ધારણ કર્યું. રાજા પાસે આવીને કહ્યું કે, હે રાજન ! ધર્મથી જ કલ્યાણ છે એમ મેં ચિંતવ્યું છે. રાજાએ પણ કહ્યું કે, તે સારું ચિંતવ્યું છે, તેને અભિનંદન આપ્યા. ત્યારપછી સ્થૂલભદ્ર ત્યાંથી નીકળી ગયા. ત્યારે રાજાએ કહ્યું, (આવ.નિ. ૧૨૮૪ મુજબ) હું જોઉ છું કે કપટપૂર્વક તે ગણિકાના ઘેર જ જાય છે કે નથી જતો. તેને જતા એવા સ્થૂલભદ્રને અગાસીએ જઈને જોયા કર્યો. આવશ્યકમાં જ પૂર્વ નિ ૫૦માં એમ લખ્યું છે કે રાજાએ કોઈ પુરુષને નિયુક્ત કર્યો કે સ્થૂલભદ્ર ક્યાં જાય છે તે જોવું. પરંતુ મરેલા કલેવરની દુર્ગધવાળા માર્ગેથી જેવી રીતે ન જવાય તેમ તે ભગવત્ (સ્થૂલભદ્ર) ગણિકાના ઘર તરફ અરુચિ બતાવતા આગળ ચાલવા લાગ્યો. તે જોઈને રાજાએ જાણ્યું કે, આ મહાભાગ્યવાનું ખરેખર જ કામભોગોથી કંટાળેલા છે અને વૈરાગ્ય પામેલા છે. આવ.નિ. ૫૦ મુજબ રાજપુરુષોએ આ સમાચાર આપ્યા. ત્યારપછી મંત્રીપદે શ્રીયકની સ્થાપના કરી. સ્થૂલભદ્રએ સંભૂતિવિજય ગુરુના સમીપે જઈને વિધિપૂર્વક પ્રવ્રજ્યા અંગીકાર કરી. ૦ શ્રીયકની યુક્તિથી વરરુચિનું મોત : શ્રીયક પોતાના પિતાના વૈરને સંભારતો રહ્યો. પછી તેણે ભાઈના નેહવાળી કોશાના ઘરનો આશ્રય કર્યો. તેણી પણ સ્થૂલભદ્રમાં એટલી અનુરક્ત હતી કે તે બીજા કોઈ મનુષ્યની ઇચ્છા કરતી ન હતી. તે કોશાની નાનીબેન ઉપકોશા હતી. તેની સાથે વરરુચિ રહ્યો હતો. તે શ્રીયક વરરુચિના છિદ્રો શોધતો હતો. ભાઈની પ્રિયાની પાસે જઈને શ્રીયકે કહ્યું કે, આ વરરુચિના નિમિત્તે અમારા પિતા મૃત્યુ પામ્યા. આનાથી જ મને ભાઈનો વિયોગ થયો અને તને પણ (તારા પ્રિયનો) વિયોગ પ્રાપ્ત થયો, માટે તું આને મદિરા પીવડાવ. ત્યારે કોશાએ તેની બહેનને કહ્યું, શ્રીયકના સંકેત પ્રમાણે તે ગણિકાએ વરરુચિને મદિરાપાન કરાવ્યું. તે વાત કોશાએ શ્રીયકને કહી પછી જ્યારે વરરચિ રાજસભામાં બેઠો એટલે શ્રીયકના સંકેત પ્રમાણે કોઈ પુરુષે જઈને વરરુચિને તેવા કોઈક ઔષધથી વાસિત કરેલ પદ્મકમળ રાજસભામાં જઈને વરરુચિને આપ્યું. તે સુંઘતાની સાથે જ વરરચિને મદિરાવાળી ઉલટી થઈ. એ રીતે રાજાને તેણે સત્ય વાતની પ્રતીતિ કરાવી પોતાના પિતા શકટાલનું મૃત્યુ વરરુચિના કેવા કાવતરાથી થયેલું તે જણાવ્યું, ત્યારે રાજાએ કહ્યું કે, આ
SR No.005011
Book TitleAgam Kathanuyoga Gujarati Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy