________________
શ્રમણ કથા
૧૨૭
પાપનું જે કોઈ પ્રાયશ્ચિત્ત હોય તે તું કરાવ એટલે શ્રીયકે વરરુચિને તપેલા શીશાનો રસ પાયો. જેનાથી તે બ્રાહ્મણ મૃત્યુ પામ્યો. ૦ સ્થૂલભદ્રાદિ ચાર મુનિઓનો ઘોર અભિગ્રહ :
સ્થૂલભદ્રસ્વામી પણ સંભૂતિ વિજય પાસે ઘોર તપ કરવા લાગ્યા. વિચરતા એવા તે સર્વે પાટલિપુત્ર આવ્યા. ચાતુર્માસનો સમય આવ્યો ત્યારે ત્રણ અણગારોએ અભિગ્રહ ગ્રહણ કર્યા. એક મુનિએ સંભૂતિવિજય ગુરુને વંદન કરીને એવો અભિગ્રહ લીધો કે, હું સિંહગુફાના દ્વાર પાસે ચાતુર્માસ કરીશ. તેને જોઈને સિંહ ઉપશાંત થઈ ગયો. બીજા મુનિએ એવો અભિગ્રહ કર્યો કે, હું સર્પની વસતિમાં (તેના બિલ પાસે) ચાતુર્માસ કરીશ. તેને જોઈને દૃષ્ટિવિષ સર્પ ઉપશાંત થઈ ગયો. ત્રીજા મુનિએ એવો અભિગ્રહ કર્યો કે, હું કુવાના ભારવઠા (મધ્યના કાષ્ઠ) પર રહીને ચાતુર્માસ કરીશ. ત્યારે તે ત્રણે મુનિઓને યોગ્ય જાણીને ગુરએ તેમને તે–તે સ્થાને ચાતુર્માસ કરવાની આજ્ઞા આપી.
ત્યારે સ્થૂલભદ્ર વંદન કરીને બોલ્યા કે, હે ભગવન્! હું કોશાગણિકાની ચિત્રશાળામાં ચાતુર્માસ કરીશ. પેલા ત્રણે મુનિઓએ ચારમાસના ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા કરેલી. જ્યારે સ્થૂલભદ્રએ કહ્યું કે, મારે તપ ન કરવો પણ નિત્ય ષસ ભોજનનો આહાર કરવો. ગુરુએ ઉપયોગ મૂકી, તેને યોગ્ય જાણી અનુમતિ આપી.
ત્યારપછી સ્થૂલભદ્રમુનિ કોશાના ગૃહદ્વારે આવી પહોંચ્યા. ત્યારે સંતુષ્ટ થયેલી કોશાએ ઊભી થઈને તેમનો સત્કાર કર્યો. તેણીએ માન્યું કે, સાધુપણામાં પરીષહો સહન ન થવાથી પરાજિત થઈને આવ્યા લાગે છે. ત્યારે તેણીએ સ્થૂલભદ્રમુનિને કહ્યું, આજ્ઞા. કરો કે મારે શું કરવું? મુનિએ કહ્યું, પહેલાં જે ઉદ્યાનગૃહના જે ચિત્રશાળા સ્થાનમાં ભોગો ભોગવ્યા હતા, તે સ્થાનમાં (રતિમંદિરમાં) મને સ્થાન આપ. પછી રાત્રિના સર્વાલંકારથી વિભૂષિત થઈને આવી. મીઠી મધુરી વૃંગારિક વાતો કરવા લાગી. પણ મેરુ સમાન નિષ્પકંપ એવા મુનિને સહેજ પણ શોભાયમાન કરી શકી નહીં ,
મુનિને દિવસ દરમ્યાન ષસ આહારનું ભોજન કરાવ્યું છતાં અને કોશાએ ઘણાં હાવભાવ કરવા છતાં મુનિ જરા પણ ચલાયમાન ન થયા. ઉલટો સત્ત્વશાળી તે મહામુનિનો ધ્યાનરૂપ અગ્નિ વધારે પ્રદીપ્ત થયો. તેમણે કોશાને સંસારની અનિત્યતા સમજાવી. પ્રતિબોધ પમાડી. ત્યારે કોશા પણ ધર્મ સાંભળીને શ્રાવિકા બની ગઈ. તેણીએ અભિગ્રહ કર્યો કે, રાજાની આજ્ઞા સિવાયના બાકીના કોઈ પુરુષ સાથે મારે ક્રીડા ન કરવી – એ પ્રમાણે વિકારરહિત બનેલી તેણએ આ આગાર સિવાય બ્રહ્મચારિણી વ્રત સ્વીકાર્યું.
વર્ષાકાલ પૂર્ણ થયા બાદ સિંહગુફાવાસમુનિ ચાર માસના ઉપવાસ કરી અભિગ્રહ પરિપૂર્ણ કરી સિંહને ઉપશાંત કરી આવ્યા. આચાર્ય ભગવંતે કિંચિત્ ઊભા થઈને તેમને આવકાર્યા અને કહ્યું, હે દુષ્કરકારક ! તમારું સ્વાગત છે. સર્પના બિલ પાસે રહેલ મુનિ પણ ચાતુર્માસ પૂર્ણ કરી દૃષ્ટિવિષ સર્પને શાંત કરીને આવ્યા, તેમને પણ ગુરુ ભગવંતે એ જ પ્રમાણે સ્વાગત કરી, પ્રશંસા કરી. કૂવાના ભારવઠ પર ચોમાસું કરીને આવેલા મુનિને પણ તેમજ કહ્યું. ત્રણે મુનિને ગુરુ મહારાજે કહ્યું, અહો ! દુષ્કરકારક તમને કુશલ છે ?
પછી સ્થૂલભદ્રમુનિ કે જે તે જ ગણિકાગૂડે ભિક્ષા ગ્રહણ કરતા હતા, તે પણ