SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ કથાનુયોગ-૪ અષાઢાભૂતિની બંને ભાર્યાઓએ વિચાર્યું કે, આજે આપણા ભર્તા રાજકૂળમાં ગયા છે. તે સમગ્ર રાત્રિ ત્યાં વ્યતિત કરશે. તેથી આપણે ઇચ્છા પ્રમાણે મદ્યપાન કરીએ. પછી મદના વશથી ચેતનારહિત અને વસ્રરહિત થઈને માળ ઉપર સૂતેલી હતી. ત્યાં રાજકૂળમાં બીજા રાજ્યનો દૂત આવેલ હતો. તેથી રાજાનું ચિત્ત વ્યાકૂળ હતું. તેથી યોગ્ય અવસર ન હોવાથી પ્રતિહારે રજા આપતા સર્વે નટો પોતપોતાના ઘેર ગયા. અષાઢાભૂતિ પણ પોતાના ઘેર આવ્યા. ૫૮ અષાઢાભૂતિએ પોતાના ઘેર આવીને માળે ચડીને જોયું ત્યારે પોતાની બંને ભાર્યાન બીભત્સરૂપે જોઈને વિચાર્યું કે, અહો ! મારી મૂઢતા, અહો મારી નિર્વિવકતા ! અહો મારું દુષ્ટાચરણ ! કે જે મેં આવા અશુચિના કરંડિયારૂપ અને અર્ધગતિના કારણરૂપ વિષયસ્થાનોને માટે અત્યંત શૂચિ આલોક અને પરલોકના કલ્યાણની પરંપરારૂપ તથા શીઘ્રપણે મોક્ષપદના કારણભૂત સંયમનો ત્યાગ કર્યો. પણ હજી મારું કંઈપણ નાશ પામ્યું નથી. હજી પણ ફરી ગુરુ મહારાજની પાસે જઉં, ચારિત્ર ગ્રહણ કરું, મારા પાપકર્મને ધોઈ નાંખુ. એમ વિચારીને તે ઘરમાંથી નીકળ્યો. ત્યારે તેના ઇંગિત આકાર અને ચેષ્ટાથી વિશ્વકર્માએ જાણ્યું કે, આ વિરક્ત થઈને જાય છે. પછી તુરંત જ પોતાની પુત્રીઓને ઉઠાડી. તેનો તિરસ્કાર કરતાં કહ્યું, હે દુષ્ટ આત્માવાળી, હીનપુણ્ય ચૌદશીયણ ! તમારા આવા પ્રકારનું દુદ્યેષ્ટિત જોઈને સમગ્ર નિધાનરૂપ તમારો ભર્તા વિરક્ત થઈને જાય છે. તેથી જો તેને પાછો વાળવાની શક્તિ હોય તો, પાછો વાળો. જો પાછો ન વાળી શકો તૉ તેમની પાસે આજીવિકા માંગો. તે સાંભળી તે બંને નટકન્યા સંભ્રમ સહિત વસ્ત્રો પહેરી તેમની પાછળ દોડી, તેના પગે વળગીને કહેવા લાગી – હે સ્વામી ! અમારો આ એક અપરાધ ક્ષમા કરો. પાછા વળો, રાગવાળી એવી અમારો ત્યાગ ન કરો. તો પણ અષાઢાભૂતિ જરાપણ રાગી ન થયા. ત્યારે તેણીએ વિનવણી કરી – તો જતા–જતા અમને આજીવિકા આપો. ૦ અષાઢાભૂતિની પુનઃપ્રવ્રજ્યા (કેવળજ્ઞાન) : દાક્ષિણ્યતાથી અષાઢાભૂતિએ બંને કન્યાને અનુમતિ આપી. પછી તેણે ભરત ચક્રવર્તીના ચરિત્રને પ્રગટ કરનાર રાષ્ટ્રપાળ નામનું નાટક તૈયાર કર્યું. પછી વિશ્વકર્માએ સિંહરથરાજાને વિનંતી કરી કે, હે દેવ ! અષાઢાભૂતિએ રાષ્ટ્રપાળ નામક નાટક રચ્યું છે તે ભજવવું છે, પણ તે માટે આભરણસહિત ૫૦૦ રાજપુત્રોની જરૂર છે તે સાંભળી રાજાએ ૫૦૦ રાજપુત્રો આપ્યા. અષાઢાભૂતિએ તેને યથાયોગ્ય શિક્ષા આપી. પછી નાટક ભજવવાનું શરૂ કર્યું. તેમાં અષાઢાભૂતિ પોતે ઇક્ષ્વાકુ વંશજ ભરતચક્રવર્તીરૂપે રહ્યા. રાજપુત્રોને યથાયોગ્ય સામંતાદિક કર્યાં. તે નાટકમાં જે પ્રકારે ભરત ચક્રવર્તીએ છ ખંડવાળુ ભરતક્ષેત્ર સાધ્યુ. જે પ્રકારે ચૌદરત્નો અને નવ મહાનિધિઓ પ્રાપ્ત કરી, જે પ્રકારે અરિસાભવનમાં રહેલા ભરતચક્રવર્તીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, જે રીતે ૫૦૦ના પરિવાર સહિત પ્રવ્રજ્યા અંગીકાર કરી, તે સર્વે ભજવી બતાવ્યું. તે વખતે સંતુષ્ટ થયેલા રાજા તથા સમગ્ર લોકોએ પોતપોતાની શક્તિ પ્રમાણે હાર, કુંડલ વગેરે આભરણો તથા સુવર્ણ અને વસ્ત્રો ઘણાં જ
SR No.005011
Book TitleAgam Kathanuyoga Gujarati Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy