SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ કથા ૫૯ પ્રમાણમાં આપ્યા. ત્યારપછી સર્વજનોને ધર્મલાભ આપીને ૫૦૦ના પરિવાર સહિત અષાઢાભૂતિ જવા લાગ્યા. ત્યારે આ શું? એમ કહીને રાજાએ તેને નિવાર્યા. ત્યારે તેમણે કહ્યું કે, શું ભારત ચક્રવર્તી પ્રવજ્યા લઈને પાછા વળ્યા હતા કે, જેથી હું પાછો ફરું ? એમ કહી પરિવાર સહિત ગુરુની પાસે ગયા. વસ્ત્ર આભરણ આદિ પોતાની ભાર્યાને આપી દીધા. અષાઢાભૂતિએ ૫૦૦ રાજપુત્રો સહિત પ્રવજ્યા અંગીકાર કરી. (બીજો મત એવો છે કે, અષાઢાભૂતિના બાર વર્ષ તે નટકન્યા સાથે ભોગમાં પસાર થયા. તેણીએ મઘ-માંસનું સેવન કર્યું છે, તેમ જાણીને અષાઢાભૂતિ વિરક્ત બન્યા.. ભરત ચક્રવર્તીનું નાટક આબેહુબ ભજવ્યું... છેલ્લે અરિસાભુવનમાં ખરેખર જ ભરતની જેમ અનિત્યાદિક ભાવના ભાવતા કેવળજ્ઞાન થયું. ત્યાં જ પંચમુષ્ટિક લોચ કર્યો. દેવતાદત્ત મુનિવેશ ધારણ કરીને નીકળ્યા. પ૦૦ રાજપુત્રોએ પણ દીક્ષા ગ્રહણ કરી) ૦ દર્શન પરીષહ સંબંધે પણ આ દૃષ્ટાંત નોંધાયેલ છે. ૦ માયાપિંડ ગ્રહણ કરવું નહીં તે વિષયમાં પણ આષાઢાભૂતિનું દૃષ્ટાંત છે. ૦ આગમ સંદર્ભ :સૂય... 363; સુય. ૧૪૮ની મરણ. પ૦૩; વિવ.ભા. ૧૧૪૫ની : જિ.ભા. ૧૩૯૮ થી ૧૪૧૧, પિંડ.નિ ૫૧૨ થી ૫૧૮ + વૃ; – ૪ – ૪ – ૦ આષાઢાચાર્ય કથા : વત્સભૂમિમાં આર્ય અષાઢ નામે એક આચાર્ય હતા. (બીજા મતે તે ઉર્જનીમાં હતા) તે બહુશ્રુત હતા. તેમને ઘણો શિષ્ય પરીવાર હતો. તે ગચ્છમાં જે-જે સાધુ કાળ કરે, તેને તે નિર્ધામણા કરાવતા હતા, ભક્તપ્રત્યાખ્યાનાદિ કરાવતા હતા. ત્યારપછી ઘણાં સાધુની નિર્ધામણા કરાવી. કોઈ વખતે એક આત્મીય શિષ્યને અતિ આદરથી કહ્યું કે, જો તું દેવલોકમાં જાય તો ત્યાંથી આવીને મને દર્શન આપજે. પણ તે મુનિ દેવ થયા પછી વ્યાક્ષિત ચિત્તત્વને કારણે દેવલોકથી દર્શન દેવા ન આવ્યા. (જે જે શિષ્યો નિર્ધામણા કરાવી, તે કોઈ દર્શન આપવા ન આવ્યા) ત્યારપછી તે – અષાઢાચાર્ય વિચારવા લાગ્યા કે, ઘણાં દીર્ધકાળથી હું કલેશ પામ્યો છું. સ્વલિંગ વડે જ ચાલી રહ્યો છું. એ રીતે પ્રવ્રજ્યાથી વિમુખ થયા. ત્યારપછી દેવલોક ગયેલ શિષ્ય ત્યાં આવ્યો. આષાઢાચાર્યે તેનું દર્શન કર્યું. તુરંત તેની પાછળ ચાલ્યા. તે દેવે માર્ગમાં એક ગામની વિફર્વણા કરી, નાટક–પ્રેક્ષણ વિકુળં. એ રીતે છ માસપર્યત નાટક–પ્રેક્ષણ ચાલુ રાખ્યા. આષાઢાચાર્ય ત્યાં નાટક જોતા છ માસપર્યત ત્યાં સ્થિત રહ્યા. તેમને ભૂખ ન લાગી, તરસ પણ ન લાગી. દિવ્ય પ્રભાવથી આટલો કાલ પસાર થઈ ગયો. ત્યારપછી તે નાટક–પ્રેક્ષણને સંતરીને ઉદ્યાનમાં સર્વ અલંકારથી વિભૂષિત એવા છે
SR No.005011
Book TitleAgam Kathanuyoga Gujarati Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy