________________
૬૦
આગમ કથાનુયોગ-૪
બાળકોને સંયમ પરીક્ષાર્થે વિફર્ચા. આચાર્યએ તેમને જોયા. તેમને થયું કે, જો હું આ આભરણોને ગ્રહણ કરી લઉ તો વધુ સુખી જીવન જીવી શકીશ. તેમણે એક પૃથ્વીબાળકને કહ્યું, તું ઘરેણા લાવ. ત્યારે તે બાળકે કહ્યું, ભગવન્! તમે મારું એક આખ્યાનક સાંભળો, ત્યારપછી આભરણો ગ્રહણ કરજો. આચાર્ય ભગવંતે કહ્યું, હું સાંભળું છું ત્યારે તે પૃથ્વી–બાળક બોલ્યો કે, એક કુંભકાર હતો. તે માટી ખોદતા હતા ત્યારે કિનારો તુટી પયો – તે બોલ્યો કે, જેને ભિક્ષા–બલિ આપી, જેની જાતિને મેં પોષી, મારી જ પૃથ્વી આક્રાંત થઈ મને તો શરણથી જ ભય ઉત્પન્ન થયો. આ દૃષ્ટાંતનો ઉપનય આપતા વૃત્તિકાર કહે છે કે, ચોરના ભયથી હું આપના શરણે આવ્યો. તમે પણ મને વિડંબના કરી રહ્યા છો. તેથી મને તે શરણદાતા જ ભયરૂપ બન્યા (એમ પૃથ્વી બાળકે કહ્યું).
ત્યારે આષાઢાચાર્યએ કહ્યું કે, આ કોઈ અતિપંડિતવાદિક છે. તેના ઘરેણાં લઈ અને પાત્રામાં મૂકી દીધા. પૃથ્વીકાયિક બાળક ગયો. પછી બીજો અપ્લાય નામે બાળક આવ્યો. તેણે પણ આખ્યાનક કહ્યું, એક પાટલ નામનો કથાકથક તાલાચર હતો. તે કોઈ વખતે ગંગા નદી ઉતરતો હતો. ત્યારે ઉપરના વરસાદથી હરાયો. તે જોઈને લોકો કહેવા લાગ્યા – જે જળ વડે બીજ ઉગે છે, જેના વડે ખેડૂતોનું જીવન છે, તેની મધ્યે જ હું વિનાશ પામી રહ્યો છુંમારે તો શરણદાતા તરફથી જ ભય ઉત્પન્ન થયો છે. ત્યારે અષાઢાચાર્યએ પૂર્વવત્ (પૃથ્વીકાયિકકુમારની માફક) તેના ઘરેણા પણ લઈ લીધા.
પછી અગ્નિકાયકુમાર આવ્યો. તેણે પણ એ જ પ્રમાણે આખ્યાનક કહ્યું, કોઈ તાપસ હતો, અગ્નિ વડે તેની ઝૂંપડી બળી ગઈ. ત્યારે તાપસ બોલ્યો કે, જેને હું રાતદિવસ તર્પણ કરું છું, મધુ અને ઘી વડે સિંચન કરું છું તે જ અગ્નિએ મારો આશ્રમ બાળી નાંખ્યો. મને તો શરણદાતા જ ભયદાતા બન્યો. અથવા વાઘના ભયથી મેં અગ્રિનું શરણું લીધું. તેના વડે જ મારું શરીર બળી ગયું. મને તો શરણદાતા તરફથી જ ભય ઉત્પન્ન થયો. ત્યારે પૃથ્વીકાયિકવત્ તેના ઘરેણાં પણ આચાર્યએ લઈ લીધા.
પછી વાયકાયિકકુમાર આવ્યો. તેણે પણ તે જ પ્રમાણે આખ્યાનક કહ્યું, કોઈ યુવાન હતો, તે ઘન–નિચિત–શરીરી હતો. તે વાયુ દ્વારા ગ્રહણ કરાયો. ત્યારે કોઈએ કહ્યું કે, જેઠ–અષાઢ માસમાં જે શોભન વાયુ વાઈ રહ્યો હતો. તેણે જ મારા અંગ ભાંગી નાખ્યા. કેમકે તે વાયુ મેઘની ઉન્નતિના સંભવ વાળો હતો, તેનાથી વાયુનો પ્રકોપ થતા મારું શરીર તુટી ગયું. એ રીતે મને જેનું શરણ હતું તેનાથી જ ભય ઉત્પન્ન થયો. એ રીતે જે વાયુ વડે પ્રાણીઓ જીવે છે, તે જ મારા અંગનો ભંજક બન્યો. ત્યારે અષાઢાચાર્યે પૃથ્વીકાયિકની જેમ વાયુકાયિકકુમારના પણ ઘરેણાં લઈને પોતાના પાત્રમાં ભરી દીધા.
- ત્યારપછી પાંચમો વનસ્પતિકાયિકકુમાર આવ્યો. તેણે પણ આખ્યાન કહ્યું, જેમ કે કોઈ એક વૃક્ષ પર પક્ષીઓ માળો બાંધ્યો હતો. તે પક્ષીને બચ્ચા જમ્યા. પછી વૃક્ષને આશરે વેલ ઉત્પન્ન થઈ. તે વેલ વૃક્ષને વીંટળાઈને તેના ઉપર ચોંટતી ગઈ. તે વેલડીને આધારે સાપ વીંટળાયો. સાપ તે પક્ષીના બચ્ચા ખાઈ ગયો. ત્યારે બીજા કહેવા લાગ્યા. જે વૃક્ષ નિરુપદ્રવ એવું સુખ આપ્યું, તે વૃક્ષના મૂળમાંથી ઉત્પન્ન થયેલી વેલડીથી