________________
શ્રમણ કથા
એટલે કે તત્ત્વથી તો વૃક્ષથી જ ભય ઉત્પન્ન થયો. એટલે કે જેનું શરણ લીધું, તેનાથી જ ભય થયો. તે પ્રમાણે – પૃથ્વીકાયિક કુમારવત્ વનસ્પતિકાયિકના પણ ઘરેણાં તેણે લઈ લીધા.
ત્યારપછી છઠો ત્રસકાયિકકુમાર આવ્યો. તેણે પણ એક આખ્યાન કહ્યું – જેમકે - કોઈ એક નગર પર ચક્ર-શત્રુ– વડે રૂંધવામાં આવ્યું. ત્યાં અત્યંતર લોકો દ્વારા બહાર આશ્રય આપેલા માતંગો હતા. તે બહાર શત્રુ સૈન્ય વડે પકડાઈ ગયા. ત્યારે કોઈ અન્ય લોકોએ કહ્યું કે, જે નગરના મધ્યમાં રહેતા હતા તેઓ શત્રુસૈન્ય વડે ત્રસ્ત થઈને બહાર કાઢી મૂકાયા. બહાર રહેલા માતંગોએ પણ ઉપદ્રવ કર્યો. એ રીતે જેમના શરણે ગયા, તેમના તરફથી જ ભય ઉત્પન્ન થયો – અથવા – એક નગરમાં રાજા પોતે જ ચોર અને પુરોહિત ભંડક હતો. તે બંને વિચરતા હતા. ત્યારે લોકોએ કહ્યું કે, જ્યાં રાજા પોતે ચોર હોય અને પુરોહિત જ ભંડક હોય ત્યાં નગરના લોકો કોના શરણે જાય ?
– અથવા – એક ધિગજાતિયને પુત્રી હતી. તે યૌવનવયને પામી. તે અપ્રતિમ રૂપવતી હતી. તે ધિજાતીયને તેણીને જોઈને દુઃખી થવા લાગ્યો. તેણીને કારણે ઘણી જ દુબળો થઈ ગયો, બ્રાહ્મણીએ તેને કારણ પૂછ્યું. તેણે બ્રાહ્મણીના અતિ આગ્રહથી કારણ જણાવ્યું. ત્યારે બ્રાહ્મણીએ કહ્યું કે, અતિ ન કરો. હું એવું કંઈક કરીશ કે જેથી કોઈ પ્રયોજનથી સારું થશે. પછી પુત્રીને કહ્યું કે, પહેલાં એક પુત્રીને યક્ષે ભોગવેલી, તે મેં સારા માણસને પરણાવી હતી. વદ-ચૌદશે યશ આવશે. તું વિમનસ્થ ન થતી. તું ત્યાં પ્રકાશ કરતી નહીં તો પણ તેણીએ યક્ષના કુતૂહલથી કોડીયામાં દીવો પ્રગટાવ્યો. યક્ષ આવ્યો. તે તેણીને ભોગવીને રાત્રે થાકીને સૂઈ ગયો. આ પુત્રીએ કૌતૂકથી કોડીયું પાડી દીધું. પોતાના પિતાને તેણીએ જોયા. ત્યારે તેણીએ જાણ્યું કે – જે થવાનું હતું તે થયું. ઇચ્છા મુજબ હવે ભોગ ભોગવું. પછી તેઓ કામભોગથી થાકીને સવારે સૂર્ય ઉગ્યો તો પણ જાગ્યા નહીં. પછી બ્રાહ્મણીએ “માગધિકા' ભણી. ત્યારપછી તેની પુત્રીએ પણ તે સાંભળીને સામે “માગધિકા' ભણી.
ત્યારપછી તે ધિજાતીયા બોલી – નવ મહિના કુક્ષિમાં ધારણ કરી. જેના મળ– મૂત્ર પણ સાફ કર્યા. મારી પુત્રીનું હરણ થયું. મારે તો જેનું શરણ હતું તે જ અશરણ થયું. કેમકે આ જાતે દુઃખી થઈ અને હું પતિના વિરહથી રાત્રે નિદ્રા ન પામી. હું તેને માટે અપકારિતા થઈ. (કથામાં કંઈક વાત ખૂટતી જણાય છે કેમકે અર્થ સ્પષ્ટ થતો નથી.)
અથવા એક ધિજાતિય-બ્રાહ્મણે તળાવ ખોદાવ્યું. તે જ પાલી વડે દેશમાં દેવકુલ અને બગીચો બનાવ્યો. ત્યાં તેણે યજ્ઞ કરાવ્યો. તેમાં બકરીનો વધ કરાતો હતો. કોઈ વખતે તે બ્રાહ્મણ મરીને ત્યાં બકરારૂપે જમ્યો. તે પોતાના જ પુત્રો દ્વારા ગ્રહણ કરાઈને તે જ તળાવે યજ્ઞમાં હોમવા માટે લઈ જવાતો હતો. ત્યારે તે જાતિસ્મરણ જ્ઞાન પામ્યો. પોતાના સ્વજન દ્વારા પ્રવર્તાવાયેલ યજ્ઞમાં જ મારો હોમ થવાનો છે. તે વખતે કોઈ અતિશયજ્ઞાની સાધુએ તેને જોયો.
ત્યારે તે સાધુ બોલ્યા – જાતે જ તે વૃક્ષો વાવ્યું. પોતે જ તળાવને ખોદ્યુ. દેવ પાસેથી તે જ ફળ માંગ્યું. તો પછી હવે તું જ શા માટે “બે-બે" કરી રહ્યો છે ? ત્યારે