SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ કથા પ૭ આ અવસરે અષાઢાભૂતિ મુનિનું પણ ચારિત્રાવરણ કર્મ ઉદયમાં આવ્યું. ગુરુનો ઉપદેશ ગળી ગયો, વિવેક જતો રહ્યો, કુળ અને જાતિનું ગૌરવ પણ ન રહ્યું. તેથી તેણે નટકન્યાઓની વાતનો સ્વીકાર કર્યો. પછી કહ્યું કે, હું ગુરુના ચરણમાં મારો વેશ સમર્પિત કરીને આવું. એમ કહીને તે ગુરુની સમીપે પહોંચ્યા. ગુરુના ચરણમાં નખ્યા અને પોતાનો અભિપ્રાય–ઇચ્છા જણાવી. ત્યારે ગુરુએ ઉપદેશ આપતા કહ્યું કે, હે વત્સ ! વિવેકના સાગરરૂપ અને સમગ્ર શાસ્ત્રનો અવગાહ કરનારા તમારા જેવાને બંને લોકમાં જુગુપ્સા કરવા લાયક આવું આચરણ યોગ્ય નથી. વળી દીર્ઘકાળ પર્યત શીલ પાળી આ રીતે વિષયમાં રમણ કરવું તે સમુદ્રને તરીને ખાબોચીયામાં ડૂબવા સમાન છે. ત્યારે અષાઢાભૂતિ મુનિએ કહ્યું કે, હે ભગવન્! આપ જે કહો છો તે સત્ય જ છે. પણ મને પ્રતિકૂળ કર્મનો ઉદય થવાથી તેમજ પ્રતિપક્ષની ભાવનાથી હું દુર્બલ બન્યો છું. મેં પંચેન્દ્રિયના વિષય સુખો જોયા નથી. હાલમાં દેવાંગના જેવી બે કન્યાઓ મને ચાહે છે, માટે મને જવાની આજ્ઞા આપો અને આ રજોહરણાદિ વેશને ગ્રહણ કરો. એમ કરીને તેણે ગુરુના ચરણમાં રજોહરણ મૂક્યું. પછી આવા ઉપકારી ગુરુને મારી પીઠ કેમ દેખાડું તેમ વિચારી પાછા પગે ચાલતો અને આવા ગુરુ ભગવંતના ચરણોને હું ક્યારે પામીશ તેમ વિચારતો તે વસતિની બહાર જવા લાગ્યો. (કોઈ કહે છે કે, અષાઢાભૂતિએ ગુર પાસે આજ્ઞા માંગી, તેમજ વિનય છોડયો નહીં તે જાણીને ઉપકારબુદ્ધિથી ગુરુ ભગવંતે કહ્યું કે, ઇંદ્રાદિ સુખને દેનારા આ સંયમને છોડીને પણ તું જ્યારે નટપુત્રીના સંગમાં આસક્ત બન્યો છે ત્યારે તું વિપરિત માર્ગે તો જઈ જ રહ્યો છે, તો પણ તું મારા વચનથી બે પ્રત્યાખ્યાન અંગીકાર કર – તારે મદ્યમાંસનું સેવન ન કરવું અને તે સેવન કરનારાનો કદાપિ સંગ ન કરવો. ત્યારે અષાઢાભૂતિ પણ વિનમ્ર થઈને ગુરુના વચનને જીવનપર્યત અંગીકાર કરે છે.). ત્યારપછી અષાઢાભૂતિ પ્રવ્રજ્યા ત્યાગ કરીને વિશ્વકર્મા નટને ઘેર પહોંચ્યો. ત્યારે નટપુત્રીઓએ આદર સહિત અનિમેષદૃષ્ટિએ તેનું શરીર જોયું. સમગ્ર જગને આશ્ચર્ય પમાડે તેવું તેમનું રૂપ લાગ્યું. સર્વાગ સુંદર પુરષદેહ જોઈને તે બંને કન્યાઓ અત્યંત મોહિત થઈ. વિશ્વકર્મા નટે પણ કહ્યું કે, હે મહાભાગ્યશાળી ! આ મારી બંને કન્યાઓ તમારે આધીન છે, તેથી તમે તેનો સ્વીકાર કરો. ત્યારે બંને કન્યાને પરણ્યો. વિશ્વકર્માએ પણ પોતાની પુત્રીને સલાહ આપી કે, જે આવી અવસ્થા પામવા છતાં પણ ગુરુપાદનું સ્મરણ કરે છે, તે અવશ્ય ઉત્તમ પ્રકૃત્તિવાળો જણાય છે, તેથી આના ચિત્તને વશ રાખવા માટે તમારે કદી પણ મદિરાપાન કરવું નહીં. અન્યથા તે વિરક્ત થઈને ચાલ્યો જશે. ૦ અષાઢાભૂતિનું નટપણું અને પુન: વૈરાગ્ય : તે અષાઢાભૂતિ સમગ્ર કળાઓનો સમૂહ જાણવામાં કુશળ હોવાથી વિવિધ પ્રકારના વિજ્ઞાનના અતિશય વડે સર્વ નટોનો અગ્રણી થયો અને સર્વ સ્થાને ઘણું દ્રવ્ય, વસ્ત્ર, એભરણો મેળવવા લાગ્યો. સમગ્ર નટકૂળમાં અત્યંત પ્રશંસા પામવા લાગ્યો. હવે કોઈ દિવસે રાજાએ સર્વ નટોને આજ્ઞા આપી કે, આજે સ્ત્રીરહિત નાટક ભજવવું. તેથી સર્વે નટો પોતપોતાની સ્ત્રીઓને ઘેર મૂકીને રાજકૂળમાં ગયા. તે વખતે
SR No.005011
Book TitleAgam Kathanuyoga Gujarati Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy