________________
શ્રમણ કથા
૨૧૩
(૧) રોહણ, (૨) ભદ્રયશ, (૩) મેઘગણિ, (૪) કામદ્ધિ, (૫) સુસ્થિત, (૬) સુપ્રતિબુદ્ધ, (૭) રક્ષિત, (૮) રોહગુપ્ત, (૯) ઋષિગુપ્ત, (૧૦) શ્રીગુપ્ત, (૧૧) બ્રહ્મ અને (૧૨) સોમ. ગણના ધારક એવા આ બારે સુહસ્તિના શિષ્યો હતા.
સંક્ષિપ્ત વાચના અનુસાર વાશિષ્ઠ ગોત્રવાળા સ્થવિર આર્ય સુહસ્તિને બે સ્થવિર શિષ્યો હતા. તે આ પ્રમાણે – સુસ્થિત અને સુપ્રતિબદ્ધ. વ્યાઘાપત્ય ગોત્રવાળા આવા પ્રકારના કૌટિક અને કાકંદિક નામે બે સ્થવિર શિષ્યો હતા. કેટલાક આચાર્યો કહે છે સુસ્થિત અને સુપ્રતિબુદ્ધ એ બે તેમના નામ છે. જ્યારે કૌટિક અને કાકંદિક તેમના વિશેષણ છે. અર્થાત્ કૌટિક અને કાકંદિક એવા સુસ્થિત અને સુપ્રતિબદ્ધ બે શિષ્યો હતા. ૦ મહત્ત્વપૂર્ણ ઘટના :
૦ આર્ય સુહસ્તિ વિચરતા એવા પાટલીપુત્ર ગયા. ત્યાં વસુભૂતિ નામે એક શ્રેષ્ઠી હતો, તેણે સુહસ્તિ પાસે ધર્મ સાંભળી, શ્રાવકના વ્રતો સ્વીકાર્યા. તે વસુભૂતિએ કોઈ દિવસે આર્ય સુહસ્તિને કહ્યું, ભગવન્! આપે મને સંસારમાંથી વિસ્તાર કરવાનો ઉપાય બતાવ્યો છે. મારા સ્વજનોને પણ આ ઉપાય બતાવો. ત્યારે સુહસ્તિના કહેવાથી તેણે જ સ્વજનોને સમજાવ્યા. તેટલામાં આર્ય મહાગિરિ ત્યાં પ્રવેશ્યા. ત્યારે આર્ય સુહસ્તિઓ મહાગિરિઆર્યના ગુણોની પ્રશંસા કરી. શ્રાવકને અણુવ્રત આપીને આર્ય સુહસ્તિ ગયા. પછી તેઓ આર્ય મહાગિરિ સાથે જીવિત પ્રતિમાના વંદનાર્થે ગયા. ઉજ્જૈનીમાં જીવતુ પ્રતિમાને વંદના કરી ઉદ્યાનમાં રહ્યા.
૦ આર્ય સુહસ્તિઓ ઉજ્જૈનીમાં પોતાના સાધુઓને વસતિની માગણી કરવા મોકલ્યા. ત્યારે એક સાધુ યુગલ (સંઘાટક) શ્રેષ્ઠીપત્ની સુભદ્રાને ત્યાં ઘેર ભિક્ષા માટે ગયા. સુભદ્રાએ પૂછ્યું કે, આપના (ભગવંત) આચાર્ય કોણ છે ? તેઓએ કહ્યું, આર્ય સુહતી. પછી તે સાધુયુગલે વસતિની યાચના કરી. ત્યારે સુભદ્રાએ તેમને યાનશાળા બતાવી. ત્યાં આર્ય સુહસ્તિ રહ્યા.
કોઈ વખતે પ્રદોષ કાળે આચાર્ય સુહસ્તિ નલિની ગુલ્મ અધ્યયનનું પરાવર્તન કરતા હતા. ત્યારે સુભદ્રાનો પુત્ર અવંતીસુકુમાલ પ્રાસાદના સાતમા માળે પોતાની બત્રીશ પત્નીઓ સાથે કામક્રીડાદિ કરી રહ્યો હતો. તેણે સુતા સુતા આ અધ્યયન સાંભળ્યું – યાવત્ – અવંતીસુકમાલે શ્મશાનમાં જઈ ભક્ત પ્રત્યાખ્યાન કર્યું ઇત્યાદિ કથા અવંતીસુકુમાલ કથાથી જાણવી.
ત્યારપછી અવંતીસકમાલની એક ગર્ભવતી સ્ત્રી સિવાય બાકી બધી પત્નીઓએ દીક્ષા અંગીકાર કરી. તેને એક પુત્ર થયો. તેણે અવંતિસુકમાલનઆ કાળધર્મ સ્થાને એક દેવકુલ (જિનાલય) કરાવ્યું.
- ભોજન નિમિત્તે દીક્ષાના એક ભેદમાં પણ ઠાણાંગ સૂત્ર–વૃત્તિમાં સુહસ્તિ આર્યનો એક પ્રસંગ આવે છે જેમાં તેમણે એક ભિક્ષુકને દીક્ષા આપેલી.
જ્યારે આર્ય સુહસ્તિ કૌશાંબી પધાર્યા. ત્યારે તેમની પાસે એક ઢમકે–ભિક્ષુકે દીક્ષા લીધી. તે આ અવ્યક્ત સામાયિકથી મૃત્યુ પામીને રાજાને ઘેર જમ્યો. તે કથાનક–
આર્ય સુહસ્તિ કૌશાંબી નગરી પધાર્યા. ત્યાં કેટલોક કાળ રહ્યા. તે વખતે તેમના