________________
૩૬૮
આગમ કથાનુયોગ-૪
આવ.નિ. ૧૨૮૪ + :
આવ.પૂ.ર-પૃ. ૧૮૩; – –– » – ૦ જયંતી કથા અને સોમા કથા :
(આ બંને શ્રમણીઓ / પરિવારિકાઓની કથા ભામહાવીરની કથામાં ઉપસર્ગોના વર્ણનમાં આવી ગયેલ છે. કથા જુઓ “તીર્થકર મહાવીર')
ઉત્પલ નામક નિમિત્તક કે જે પૂર્વે ભગવંત પાર્થની શાખાના એક સાધુ હતા. તેમને બે બહેનો હતી – જયંતી અને સોમા.
જયંતી અને સોમા બંનેએ દીક્ષા અંગીકાર કરેલી. તેણી બંને ભાપાર્ષના શાસનના શ્રમણીઓ હતા. જ્યારે તે બંને શ્રમણીઓ સંયમ પરિપાલન માટે અસમર્થ બન્યા ત્યારે તેઓએ શ્રમણીપણાનો ત્યાગ કર્યો. ત્યારપછી તેણી બંનેએ પરિવ્રાજિકાપણું સ્વીકારેલ.
ભગવંત મહાવીર જ્યારે વિહાર કરતા કરતા ત્રીજું ચાતુર્માસ કર્યા બાદ ચોરાક સંનિવેશ પધાર્યા. ત્યારે તેમને અને ગોશાળાને કોઈ દેશના જાસુસ માનીને કોટવાળે પકડી લીધા અને કૂવામાં ફેંકી દીધા. ફરી તેમને બહાર કાઢ્યા. પછી પહેલા ગોશાળકને પાણીમાં ઉતાર્યો. પણ સ્વામીને (શ્રમણ ભગવંત મહાવીરને) હજી ઉતાર્યા ન હતા.
આ વાત જયંતી અને સોમા બંને પરિવ્રાજિકાના સાંભળવામાં આવી કે અહીં કોઈ બે જણાને આરક્ષકે–કોટવાળે પકડીને કૂવામાં ઉતાર્યા છે. પછી તેઓના જાણવામાં આવ્યું કે, છેલ્લા તીર્થકરે દીક્ષા ગ્રહણ કરેલી છે. ત્યારે બંને બહેનો ત્યાં ગયા. એવામાં ભગવંત જોવામાં આવ્યા, તેવામાં તેમને મુક્ત કરાવ્યા. પછી કોટવાળનો તિરસ્કાર કરતા કહ્યું કે, ઓ વિનાશની ઇચ્છાવાળા ! તમે આ શું કર્યું? ત્યારે તેઓએ પણ ભય પામીને પ્રભુની ક્ષમા માંગી.
૦ આગમ સંદર્ભ :આવનિ. ૪૭૭ + વૃક
આવ.યૂ.૧–૫ ૨૮૬; કલ્પસૂ ૧૧૭ની 4
— — — ૦ યશોભદ્રા સાધ્વીની કથા :
| (યશોભદ્રા શ્રમણીની કથા સુલકકુમારની કથામાં આવી ગયેલ છે. કથા જુઓ – સુલકકુમાર – શ્રમણ વિભાગમાં આ કથા આપેલ છે.).
સાકેતનગરમાં પુંડરીક નામે રાજા હતા. તેનો નાનો ભાઈ કંડરીક યુવરાજ હતો. કંડરીકની પત્નીનું નામ યશોભદ્રા હતું. અતિશય મનોહર અંગવાળી એવી તેણીને હરતાફરતા જોઈને પંડરીક રાજા તેનામાં ઘણો અનુરાગવાળો થયો.
ત્યારપછી રાજા પુંડરીક યશોભદ્રાની ઇચ્છા કરવા લાગ્યો. પણ તેણી આ અકાર્ય માટે તૈયાર ન થઈ. તેથી પુંડરીક રાજાએ તેના ભાઈ એવા યુવરાજ કંડરીકને મરાવી નાંખ્યો. ત્યારે યશોભદ્રા કોઈ સાથે સાથે ભળી જઈને ત્યાંથી પલાયન થઈ ગઈ.
યશોભદ્રા તત્કાળ ગર્ભ ઉત્પન્ન થયો હોય એવી સગર્ભા અવસ્થામાં જ શ્રાવસ્તી પહોંચી. ત્યાં શ્રાવસ્તી નગરીમાં તે સમયે અજિતસેન નામે આચાર્ય અને કીર્તિમતિ નામે મહત્તરિકા સાધ્વીજી હતા. તેણીએ તે મહત્તરિકાસાધ્વીજી પાસે ધારિણીની માફક દીક્ષા