________________
૪૧
ભ્રમણ કથા
મારા પુત્ર—પૌત્રાદિ છે, તેઓ મને કંઈ જ આહાર આપતા નથી, ત્યારે આર્યરક્ષિત આચાર્યએ તેમની સામે બધાંની નિર્ભર્ત્યના કરી, પછી કહ્યું કે, લાવો, મને પાત્રા આપો. હું પિતા મુનિના પારણા માટે કંઈક લાવું.
ત્યારે તે વૃદ્ધે (સોમદેવમુનિએ) વિચાર્યું કે, મારો પુત્ર કેમ જાય ? લોકપ્રકાશકો પૂર્વે કદી ભિક્ષાર્થે ગયા નથી. ત્યારે સોમદેવે કહ્યું કે, હું જાતે જ ગૌચરી જઈશ. ત્યારે તે વૃદ્ધ જાતે જ ગૌચરી નીકળ્યા. પરંતુ તેઓ ગૃહસ્થ કાળમાં લાંબા સમય સુધી લબ્ધિ સંપૂર્ણ રહેલા. તેમને ગૌચરી અર્થે કેમ જવું, તેની જાણ ન હતી. તેને દ્વાર કે અપદ્વારની પણ ખબર ન હતી. ત્યારે તે એક ઘરમાં અપદ્વારેથી પ્રવેશ્યા. ત્યારે ગૃહસ્વામીએ પૂછ્યું કે, કેમ અપદ્વારેથી (પછિતથી) પ્રવેશ કર્યો ? ત્યારે સોમદેવમુનિએ કહ્યું, જ્યારે લક્ષ્મી આવે ત્યારે દ્વાર શું અને અપદ્વાર શું ? જ્યાંથી આવે તે સુંદર જ છે. ત્યારે ગૃહસ્વામીએ કહ્યું કે, આમને ભિક્ષા આપો.
ત્યારે તેમને ગૌચરીમાં બત્રીશ લાડવા પ્રાપ્ત થયા. તે આહાર ગ્રહણ કરીને આવ્યા. આલોચના કરી. પછી આચાર્ય ભગવંતે કહ્યું, તમને બત્રીશ શિષ્યો થશે. પછી આચાર્યએ પૂછયું કે, જો તમને કોઈ રાજકૂળથી વિશેષ લાભ પ્રાપ્ત થાય તો, તે તમે કોને આપશો ? તેમણે કહ્યું, હું બ્રાહ્મણોને આપીશ. ત્યારે આચાર્યએ કહ્યું કે, એ જ પ્રમાણે આપણા સાધુઓ પણ પૂજનીય છે, તેથી તમને મળેલો આ પહેલો લાભ આ સાધુઓને આપવો જોઈએ. ત્યારે સોમદેવે પણ બધાં જ મોદક સાધુઓને આપી દીધા. ત્યારપછી તેઓ ફરી પોતાને માટે ભિક્ષાર્થે નીકળ્યા. પછી તેમને ઘી—ગોળ મિશ્રિત ખીર પ્રાપ્ત થઈ. તે તેમણે પોતે વાપરી. એ પ્રમાણે પછી તેઓ જાતે જ ગૌચરી જવા લાગ્યા. લબ્ધિ સંપૂર્ણ થયા અને ઘણાં જ બાળદુર્બળોના આધારભૂત બન્યા.
:
તે ગચ્છમાં ત્રણ પુષ્પમિત્રો હતા :– (૧) દુર્બલિકાપુષ્પમિત્ર, (૨) ધૃતપુષ્પમિત્ર, (૩) વસ્ત્રપુષ્પમિત્ર. જે દુર્બલિકાપુષ્પમિત્ર હતા, તે સ્મારક-ઘણું જ ભણનારા હતા. જે ધૃતપુષ્પમિત્ર હતા, તેમની પાસે ઘી ઉત્પન્ન કરવાની લબ્ધિ હતી. આ લબ્ધિ ચાર પ્રકારે હતી – દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી. દ્રવ્યથી ઘી ઉત્પન્ન કરી શકતા હતા. ક્ષેત્રથી ઉજ્જૈનીમાં, કાળથી જેઠ અને અષાઢ માસમાં, ભાવથી એક ધિજાતિયા ગુર્વિણી—પ્રસૂતાનાપતિએ, થોડું-થોડું એકઠું કરીને છ માસે એક ઘડા પ્રમાણ ઘી ઉત્પાદન કર્યું. તે પ્રસૂતા માટે ઉપયોગમાં લેવાનું હતું. તેણે તેની યાચના કરી. તો પણ તેણીએ હર્ષિત-સંતુષ્ટ થઈને આપ્યું. પરિણામથી કોઈપણ ગચ્છના ઉપયોગ માટે આવ્યું.
વસ્ત્રપુષ્પમિત્રને પણ આવા જ પ્રકારની લબ્ધિ હતી. તે વસ્ત્રને ઉત્પાદન કરવાની લબ્ધિ ધરાવતા હતા. દ્રવ્યથી વસ્ત્ર, ક્ષેત્રથી વૈદેહ કે મથુરા, કાળથી વર્ષા કે શીતકાળમાં, ભાવથી—જેમ કોઈ એક વિધવા, અતિ દુ:ખથી ક્ષુધા વડે પિડાઈ મરી રહી હોય અને કાપીને એક વસ્ત્ર તૈયાર કરે કે કાલે હું તે પહેરીશ, તેટલામાં વસ્ત્ર પુષ્પમિત્ર તેની યાચના કરે ત્યારે હર્ષિત–સંતુષ્ટ થઈને આપી દે. પરિણામથી આખા ગચ્છને તે ઉપયોગમાં આવે.