________________
૩૦૬
આગમ કથાનુયોગ-૪
સભામાં દેવ શય્યામાં દેવદૂષ્યથી અંતરિત થઈને અંગુલના અસંખ્યાતમાં ભાગની અવગાહના દ્વારા રાજીદેવીના રૂપમાં ઉત્પન્ન થઈ – યાવત્ – મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થઈને સર્વ દુઃખોનો અંત કરશે.
૦ આગમ સંદર્ભ :નાયા. ૨૨૦, ૨૨૧;
-
-
-
૪
-
૦ રજની કથા :
- રાજગૃહ નામે નગર હતું. ગુણશિલક ચૈત્ય હતું. ભગવાન મહાવીર પધાર્યા. તે કાળે, તે સમયે રજનીદેવી ચમચંચા રાજધાનીથી આવી. ઇત્યાદિ કથન “કાલી” દેવી સમાન જાણવું.
હે ભગવંત! એ પ્રમાણે કહીને ગૌતમ સ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરને વંદનનમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને રજનીદેવીના પૂર્વભવ સંબંધી પૃચ્છા કરી.
હે ગૌતમ ! આ પ્રમાણે શ્રમણ ભગવંત મહાવીરે ગૌતમસ્વામીને સંબોધીને કહ્યું, હે ગૌતમ ! તે કાળે, તે સમયે આમલકલ્પા નગરી હતી. આ પ્રશાલ વન નામે ચૈત્ય હતું.
ત્યાં જિતશત્રુ રાજા હતો. રજની નામે ગાથાપતિ હતો. તેને રયણશ્રી નામે પત્ની હતી, તેમની પુત્રીનું નામ રજની હતું.
શેષ સર્વ કથન કાલી અનુસાર જાણવું – યાવત્ – તેણી સર્વ દુઃખોનો અંત કરશે. ૦ આગમ સંદર્ભ:નાયા. ૨૨૦, ૨૨૨;
– ૪ — — — ૦ વિદ્યુત કથા :
કાલીદેવી પ્રમાણે જ વિદ્યુદેવીનું પણ કથાનક જાણવું.
આમલકલ્પા નગરી હતી. વિદ્યુત નામે ગાથાપતિ હતો. તેની પત્ની વિદ્યુતુશ્રી હતી. વિદ્યુત્ નામે પુત્રી હતી. શેષ કથન કાલી સમાન જાણવું.
૦ આગમ સંદર્ભ :નાયા. ૨૨૦, ૨૨૩;
– x – ૪ – ૦ મેધા કથા :
આ જ પ્રમાણે મેધાદેવીની કથા જાણવી. આમલકલ્પા નગરીમાં મેઘ ગાથાપતિ હતો. મેઘશ્રી ભાર્યા હતી. તેમની મેધા નામે પુત્રી હતી. શેષ સર્વ કથન “કાલીદેવી” અનુસાર જાણવું.
૦ આગમ સંદર્ભ:નાયા. રર૦, ૨૨૪;
– ૪ – ૪ –