________________
આગમ કથાનુયોગ–૪
તે શ્રેષ્ઠી સંસારના સ્વરૂપથી ખેદ પામ્યો. તેને થયું કે, અરેરે ! મેં આ પત્નીને માટે આટલું દુઃખ વેઠ્યું, આ આવી નીકળી ? ત્યારે કાષ્ઠ શ્રેષ્ઠીએ દીક્ષા અંગીકાર કરી.
૭૨.
ત્યારપછી તે બ્રાહ્મણ અને શ્રેષ્ઠી પત્ની જ્યાં તે પુત્ર રાજા થયો હતો, તે નગરમાં ગયા, કાષ્ઠમુનિ પણ વિહાર કરતાકરતા તે જ નગરે પહોંચ્યા. તેણી તેમને ઓળખી ગઈ, તેથી ભિક્ષામાં સુવર્ણનું દાન આપી હર્ષ પામી. લઈને રાજા પાસે આવ્યા. ધાત્રી તેમને ઓળખી ગઈ. રાજાએ પિતાને ભોગ માટે નિમંત્રણ આપ્યુ. કાષ્ઠમુનિ પુનઃ ભોગની ઇચ્છા કરતા ન હતા. તેમણે પ્રતિબોધ પમાડીને રાજાને શ્રાવક બનાવ્યો. ઇત્યાદિ.
e
(પારિણામિકી બુદ્ધિના વિષયમાં આ દૃષ્ટાંત આપેલ છે.)
૦ આગમ સંદર્ભ
=
આવ.નિ. ૯૪૯ + ;
૦ કઠિયારાની કથા ઃ
* = X
–
૦ આગમ સંદર્ભ : ઠા. ૮૯૮ની વૃ;
(૦ કઠિયારો એ ખરેખર કોઈનું નામ નથી. પણ ઓળખ છે. ૦ અભયકુમારની બુદ્ધિના સંદર્ભમાં આ દૃષ્ટાંત જોવા મળે છે.)
કોઈ વખતે એક કઠિયારા પુરુષે સુધર્માસ્વામી પાસે દીક્ષા ગ્રહણ કરી. તે જ્યારે ભિક્ષા ગ્રહણ કરવા માટે નીકળ્યા, ત્યારે લોકો તેની નિંદા કરતા કહેવા લાગ્યા કે, આ જો તે કઠિયારો જાય, તેણે દીક્ષા લીધી છે, તેણે શિષ્યભાવથી આચાર્ય ભગવંતને વાત કરી. મને અન્યત્ર લઈ જાઓ. હું આવા આક્રોશવચન સહન કરી શકતો નથી. આચાર્ય ભગવંતે અભયકુમારને વાત કરી કે, અમે અહીંથી હવે વિહાર કરીએ છીએ. ત્યારે અભયકુમારે કહ્યું કે, કેમ, આ ક્ષેત્ર માસકલ્પ કરવાને યોગ્ય પણ નથી ? જેથી અન્યત્ર વિહાર કરો છો ? આચાર્ય ભગવંતે કહ્યું કે, આ શિષ્યના નિમિત્તે મારે વિહાર કરવો જરૂરી છે. અભયે કહ્યું કે, તમે વિશ્વસ્ત થઈને રહો. હું લોકોને કોઈ ઉપાય કરી નિવારીશ. બીજે દિવસે ત્રણ કોડી સુવર્ણ સ્થાપીને નગરમાં ઉદ્ઘોષણા કરાવી કે અભયકુમાર દાન દઈ રહ્યો છે. જે અગ્નિ–પાણી–સ્રીનો ત્યાગ કરે તેને હું આ ત્રણ કરોડ સુવર્ણ આપીશ. ત્યારે લોકો કહેવા લાગ્યા કે જો અગ્રિ—પાણી–સ્રી એ ત્રણે ન રહે તો આ સુવર્ણમુદ્રાને શું કરવાનું ?
ત્યારે અભયે લોકોને કહ્યું કે, તો પછી આ કઠિયારાને કેમ કહો છો કે, ‘‘તે ગરીબ હતો માટે દીક્ષા લીધી છે.'' જે ધનહીન હોવા છતાં પ્રવ્રુજિત થયો, તેણે પણ આ ત્રણ કોડી સુવર્ણનો ત્યાગ તો કર્યો જ ને ? ત્યારે લોકોએ કહ્યું કે, તમારી વાત સાચી છે. એ રીતે તે કઠિયારા મુનિ પણ સંયમમાં સ્થિર થયા.
આવ.યૂ.૧-૪ ૫૫૮;
— X - X
દસ.યૂ.૫ ૮૩, ૮૪;
૦ કૃષ્ણ આચાર્ય કથા ઃ
રથવીરપુર નામે નગર હતું. ત્યાં દ્વીપક નામે એક ઉદ્યાન હતું. ત્યાં આર્યકૃષ્ણ નામે