________________
શ્રમણ કથા
૫૫
બહુશ્રુત હતા, બીજા અલ્પ શ્રત હતા. તેમાં જે બહુશ્રત હતા, તે સતત વાચના આપવામાં રત રહેતા. શિષ્યો દ્વારા સૂત્ર-અર્થ નિમિત્તે આખો દિવસ તેઓ પૂછ–પૂછ કરાયા કરાતા હતા. એક ક્ષણ પણ વિશ્રામ ન મળતો હતો. રાત્રે પણ પ્રતિપૃચ્છના આદિ સ્વાધ્યાય ચાલુ રહેતો હતો. એક ક્ષણ પણ તેઓ નિદ્રા લઈ શકતા ન હતા. જ્યારે તેના અલ્પકૃત ભાઈસાધુ હતા. તેઓ આખી રાત્રિ શાંતિથી સૂતા રહેતા હતા.
કોઈ વખતે તે આચાર્ય નિદ્રાથી પરિકલેશ પામીને ચિંતવવા લાગ્યા કે, અહો ! મારો ભાઈ કેવો પુણ્યવાનું છે. જે નિરાંતે ઊંઘે છે, હું મંદપુણ્ય છું, જેથી મને સુવા મળતું નથી. આ ચિંતવનાથી તેમણે જ્ઞાનાવરણીય કર્મનો બંધ કર્યો. તેઓ આ સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના કાલમાસે કાળ કરીને દેવલોકે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને આ જ ભરતક્ષેત્રમાં આભીરના ઘરે પુત્રપણે ઉત્પન્ન થયા.
કાળક્રમે તે વૃદ્ધિ પામતા યુવાન થયા. તેમના વિવાહ કરાયા. ત્યારપછી તેમને એક પત્રી થઈ તે ઘણી જ રૂપવતી અને ભદ્રકન્યા હતી. કોઈ વખત તે પિતાપુત્રી બંને, બીજા આભીરો સાથે ગાડામાં ઘી ભરીને નગરમાં ઘી વેચવા જવા માટે નીકળ્યા. તે વખતે તે કન્યા તે ગાડાંને ચલાવતી હતી. તે વખતે ગોપાલપુત્રો તેના રૂપથી મોહિત થઈને– આકર્ષાઈને તેણીના ગાડાની સમીપ પોત-પોતાના ગાડાને લઈ જઈને તેણીને નિરખતા રહેવાનો પ્રયત્ન કરવા લાગ્યા. પરિણામે તે બધાંના ગાડા માર્ગથી ભ્રષ્ટ થઈ–થઈને ભાંગવા લાગ્યા..
ત્યારે આ આભીર કન્યાને કારણે બધાં ગાડા વગરના (શકટરહિત) થવા લાગ્યા, તેથી તેણીનું નામ “અશકટા' એવું કરી દીધું. પેલા આભીર આ કન્યાના પિતા હોવાથી તે પણ “અશકટાતાત” નામે ઓળખાવા લાગ્યા, આ બધું જોઈને તેમને સંસારથી નિર્વેદ ઉત્પન્ન થયો. વૈરાગ્યભાવ જાગ્યો. તેથી તેણે પોતાની પુત્રીને પરણાવી, ઘરમાં સારરૂપ જે કઈ હતું તે બધું જ તે કન્યાને આપી દઈને પોતે પ્રવૃજિત થયા.
દીક્ષા અંગીકાર કર્યા પછી તેઓ ઉત્તરાધ્યયનના ત્રણ અધ્યયન ભણ્યા. પણ જેવો ચોથા અધ્યયનનો આરંભ થયો કે તેમને પૂર્વના ભવે બાંધેલ જ્ઞાનાવરણીય કર્મ ઉદયમાં આવ્યું. બે દિવસ આયંબિલ યુગલનો તપ થયો, પણ એક શ્લોકનું પણ તે સ્મરણ કરી શક્યા નહીં. ત્યારે આચાર્ય ભગવંતે કહ્યું કે, આ ‘અસંખય' નામક અધ્યયનની અનુજ્ઞા ન થાય ત્યાં સુધી આયંબિલ કરવું. ત્યારે તે ખંભગનિધિ સાધુએ કહ્યું કે, મારે અનુજ્ઞાનું કંઈ કામ નથી. હું આપની આજ્ઞાનુસાર આયંબિલ કર્યા કરીશ.
એ પ્રમાણે બાર વર્ષ સુધી અદીનમનથી આયંબિલ તપ પૂર્વકનો આહાર કર્યો અને ‘અસંખય' નામક ચતુર્થ અધ્યયનને ભણ્યા કર્યું. ત્યારે તેનું જ્ઞાનવરણ કર્મ ખપ્યું. (આ પ્રમાણે અજ્ઞાન પરીષહને સહન કરવો જોઈએ.) (આગાઢ-અનાગાઢ જોગનું પાલન કરવું જોઈએ.).
૦ આગમ સંદર્ભ :મરણ. ૫૦૩; નિસી.ભા. ૧૫ + ચૂ
વવ.ભા. ૬૩ની વ: દસ... ૧૦૦;
ઉત્ત.નિ ૧૨૧ + 9 – ૮ – –