SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ આગમ કથાનુયોગ-૪ મારા પૂર્વના ભવે હું નલિની ગુલ્મ વિમાને દેવના ભવમાં હતો. ત્યાંના અને અહીંના સુખ વચ્ચે મેરુ-સરસવનું અંતર છે. હવે હું આ સ્થાનમાં રહી શકું તેમ નથી. તેથી હું પ્રવજ્યા લેવાને ઉત્સુક થયો છું. પરંતુ હું શ્રામાણ્ય પરિપાલન કરવા માટે અસમર્થ છું. હવે હું ઇંગિની મરણ સ્વીકારીશ. ત્યારે આચાર્ય ભગવંતે કહ્યું, તમે માતાની અનુમતિ મેળવો પછી જ પ્રવજ્યા અંગીકાર કરો – અવંતિસકમાલે માતા અને સ્ત્રીઓની સંમતિ માંગી, પણ તેઓ સંમતિ આપવા તૈયાર ન હતા. તેથી તેણે સ્વયં જ લોચ કરી, સંયમ ગ્રહણ કર્યો. આપમેળે જ વેશને ગ્રહણ કરનાર – અર્થાત્ – સાધુ ન બને તેમ માનીને ગુરુ ભગવંતે તેને વેશ અર્પિત કર્યો. પછી તે મશાન ભૂમિમાં જઈને કાયોત્સર્ગ સ્થિત થયા, ત્યાં તેમણે ભક્તપ્રત્યાખ્યાન કર્યું. પરંતુ તે ઘણો જ સુકુમાલ હોવાથી તેના પગે લોહી ભરાવા લાગ્યું. તે વખતે લોહીની ગંધથી કોઈ શિયાણી પોતાના બચ્ચા સાથે ત્યાં આવી. (બીજા કહે છે કે, કોઈ પાછલા ભવની સ્ત્રી જે મૃત્યુ પામીને અનુક્રમે શિયાણી થઈ હતી, તેણીએ અવંતિસુકુમાલને જોયા, ત્યારે તેણી ક્રોધાયમાન થઈને ત્યાં આવી.) ત્યારે એક પગ શિયાલણી ખાવા લાગી, બીજો પગ તેના બચ્ચા ખાવા લાગ્યા. એ રીતે પહેલા પ્રહરે જાનુ સુધી, બીજા પ્રહરે સાથળ સુધી, ત્રીજા પ્રહરે ઉદર સુધી એ પ્રમાણે શિયાણી દ્વારા અવંતિસુકુમાલ ખવાવા લાગ્યા. આ રીતે શિયાણી દ્વારા ખવાતા હોવા છતાં, તે ઘોર વેદનાને તેણે સમભાવે સહન કરી, મેરગિરિ માફક નિષ્કપ રહ્યા. પોતાની સંથારાની આરાધના જાળવી રાખી, અંતે સમાધિમરણ સાધી તેઓ કાલધર્મ પામ્યા. ત્યારે દેવતાએ સુગંધી જળ અને પુષ્પોની વૃષ્ટિ કરી, આચાર્ય ભગવંતને નિવેદન કર્યું. પરંપરાએ માતા તથા પત્નીઓને પણ એ વાત જાણવામાં આવી ત્યારે તેઓએ આચાર્ય ભગવંતને વૃત્તાંત પૂછયો, આચાર્ય ભગવંતે તેમને સર્વ વૃત્તાંત જણાવ્યો. ત્યારપછી બધી જ પુત્રવધૂઓ સાથે સર્વ પરિવાર ઋદ્ધિપૂર્વક તે સ્થાને ગયો. શ્મશાનમાં જ્યાં અવંતિકુમાલને શિયાલણી ખાઈ ગઈ હતી. ત્યાં સાથે જ ગયા. ત્યારપછી એક ગર્ભિણી સ્ત્રીને છોડીને બાકીની એકત્રીશ પત્નીએ સાથે જ દીક્ષા અંગીકાર કરી. તે સ્ત્રીનો જે પુત્ર થયો, તેણે અવંતિસુકુમાલના કાળધર્મ સ્થાને એક દેવકુલ કરાવ્યું. (કોઈ કહે છે માતાપિતાએ મહાકાલ નામક મોટો પ્રાસાદ બનાવ્યો. તેમાં પાર્શ્વનાથની પ્રતિમાની સ્થાપના કરી.). ૦ આગમ સંદર્ભ :આયા. ૨૪૮ ની વૃક ભરૂ. ૧૬૦; સંથા. ૬૫, ૬૬; મરણ. ૪૩૬ થી ૪૪૦; નિસી.ભા. ૯૩૨ ની ચૂત વવ.ભા. ૪૪રર + વૃ જિયભાઇ ૫૩૬; આવ..ર–પૃ. ૧૫૭, ૨૯૦; આવ.નિ. ૧૨૮૩ + + – ૪ – ૪ – ૦ અશકરાતાત કથા : ગંગાકૂલે બે ભાઈઓ હતો, તે બંને પ્રવૃજિત થઈને સાધુ બન્યા. તેમાં એક ભાઈ
SR No.005011
Book TitleAgam Kathanuyoga Gujarati Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy