SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ કથા ૧૩૩ વાત સ્થૂલભદ્રાચાર્ય પોતાના જ્ઞાન વડે જાણતા હતા. પછી તેમણે તે સ્તંભ સામે હાથ કરીને આ પ્રમાણે કહ્યું, “અહીં આવું છે અને તે ત્યાં છે ?” અર્થાત્ અહીં આવા પ્રકારે દ્રવ્ય પડેલું છે અને તે અજ્ઞાનથી ભટકી રહ્યો છે. આ પ્રમાણે જ્યારે તેણે કહ્યું ત્યારે લોકો એવું સમજ્યા કે, આ ઘર પૂર્વે સમૃદ્ધ હતું, હવે છિન્ન-ભિન્ન થયેલું છે, તે જોઈને અનિત્યતાના નિરૂપણ માટે આચાર્ય ભગવંત આ પ્રમાણે કથન કર્યું. જ્યારે તે ગૃહસ્થ પાછો ઘેર આવ્યો ત્યારે તેની પત્નીએ કહ્યું કે, અહીં સ્થૂલભદ્ર આવેલ. તે ગૃહસ્થ પૂછયું કે, સ્થૂલભદ્ર કંઈ કહ્યું હતું ? પત્નીએ કહ્યું કે, ના, કંઈ બોલ્યા નથી. માત્ર આ થાંભલા સામે હાથ દેખાડીને કહેતા હતા કે, “આ અહીં છે અને તે ત્યાં ભટકે છે.” ત્યારે તે વિચક્ષણ પુરુષ સમજી ગયો કે, નક્કી અહીં કંઈક છે. તેણે થાંભલા નીચે ખોદકામ કર્યું. ત્યારે વિવિધ પ્રકારના રત્નોથી ભરેલો કળશ તેણે જોયો. (આ જ્ઞાન પરીષહ સહન ન કરવા સંબંધિ દષ્ટાંત છે.) સાધુ ભગવંતે આમ કરવું જોઈએ નહીં. ૦ આગમ સંદર્ભ :મરણ ૪૯૧, ૫૦૩, પ૦૪ નિસી.ભા. ૨૧૫૪ની ચું, બુદ.ભા. ૨૧૬૪, ૨૧૬૫ + વૃ; આવ.નિ. ૯૪૪, ૯૫૦, ૧૨૮૩, ૧૨૮૪ + . આવ.પૂ.૧–પૃ. ૫૫૬, ર– ૧૫૫, ૧૮૩ થી ૧૮૭; ઉત્ત.નિ ૧૦૦ થી ૧૦૫, ૧૨૨ + ; ઉત્ત.ચૂપૃ. ૬૬; નદી. ૨૪ + 9 તિત્વો. ૭૦૧, ૭૪ર થી; કલ્પસૂત્ર સ્થવિરાવલિ – ૮ – ૮ – ૦ દેઢપ્રહારી-(૧) કથા : કોઈ એક સંનિવેશમાં અનાચાર કરવામાં આનંદ માનનાર, કોઈ પ્રકારે કાબૂમાં ન રાખી શકાય તેવો દુર્દાન્ત બ્રાહ્મણ યુવાન હતો. તે ઘણો જ અવિનય કરનાર હતો. તેને એ સ્થાનમાંથી કાઢી મૂકવામાં આવ્યો (તેનું કથાગ્રંથમાં યજ્ઞદત્ત નામ આવે છે પણ આવશ્યક સૂત્રમાં કોઈ નામ આપેલ નથી.) તે ભ્રમણ કરતો ચોરની પલ્લીમાં પહોંચ્યો. તે પલ્લીના સ્વામીએ તેને પુત્રરૂપે રાખ્યો. પલ્લીપતિના મૃત્યુ બાદ તે સેનાપતિ બન્યો. તે બ્રાહ્મણ અતિ ક્રૂરતાવાળો હોવાથી અને તેવા ક્રૂર પ્રહાર કરનારો હોવાથી લોકોએ તેનું દૃઢપ્રહારી એવું નામ કર્યું. તે કોઈ વખતે પોતાની સેના સહિત કોઈ એક ગ્રામને (કુશસ્થળનગરમાં) ધાડ પાડવા માટે ગયો. તે ગામમાં એક દરિદ્ર હતો તેનું નામ દેવશર્મા હતું, તે બ્રાહ્મણ હતો). તેણે પુત્ર-પૌત્રાદિ અર્થ યાચના કરીને દૂધ વગેરે માંગીને લાવ્યો અને ખીર બનાવી. પછી પોતે નદીએ સ્નાન કરવા ગયો. ચોરો ત્યાં ધાડ પાડવા આવ્યા ત્યારે એક ધાડપાડુએ તેના ઘરમાં ખીરનું પાત્ર જોયું, તે ભૂખ્યો હતો, તેથી ખીરનું પાત્ર લઈને ત્યાંથી નાસી ગયો. ત્યારે તે બાળક રડતા-રડતો પિતાની પાસે ગયો. તેનું ક્ષીરનું પાત્ર કોઈ ધાડપાડુ હરણ કરી ગયો તે વાત કરી. તે દેવશર્મા બ્રાહ્મણ “હું તેને મારીશ” એમ બોલતો પાછળ દોડ્યો. ત્યારે તે બ્રાહ્મણની પત્ની તેને રોકવા માટે ઊભી રહી. તો પણ તે બ્રાહ્મણ ત્યાં
SR No.005011
Book TitleAgam Kathanuyoga Gujarati Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy