________________
આગમ કથાનુયોગ-૪
કરો, હું ફરીથી આવો અપરાધ કરીશ નહીં. ત્યારે ભદ્રબાહુ સ્વામીએ કહ્યું કે, તું નહીં કરે, પણ બીજાઓ આ અપરાધ કરશે. ત્યારપછી મહાન્ કલેશ બાદ (ઘણી વિનંતી કરી ત્યારે) આચાર્ય ભગવંત તેમને ભણાવવા સંમત થયા.
પછીના ચાર પૂર્વી એ શરતે ભણાવ્યા કે, હવે તારે બીજા કોઈને આ ચાર પૂર્વનો અભ્યાસ કરાવવો નહીં. ત્યારપછી તે ચાર પૂર્વી વિચ્છેદ પામ્યા. દશમાં પૂર્વની છેલ્લી બે વસ્તુ પણ ન્યૂન રહી ગઈ, તે પણ વિચ્છેદ પામી. પછી દશ પૂર્વે વર્તતા હતા.
(કથાભેદ નોંધ :– ઉપરોક્ત બે કથા વિષય – શ્રીયકની પ્રવ્રજ્યા અને સ્થૂલભદ્રની વાચના અયોગ્યતા અમે આવન્સ્લય આગમ આધારે લખ્યા છે. કલ્પસૂત્ર વૃત્તિકારે તથા આગમેતર ગ્રંથોમાં આલેખાયેલ કથામાં કિંચિંતુ ભેદ પ્રવર્તે છે. તે આ પ્રમાણે છે
૦ શ્રીયક કથા :– શ્રીયકના સ્વર્ગ ગમન બાદ યક્ષા સાધ્વી ઘણો જ ખેદ પામ્યા, તેણી સંઘ સમક્ષ ઘણો જ ખેદ કરવા લાગ્યા. સંઘે તેમને આશ્વસ્ત કર્યા. પણ યક્ષા સાધ્વીજી તીર્થંકરની વાણી સિવાય આ વાત સ્વીકારવા તૈયાર ન હતા. સંઘે કાયોત્સર્ગ કર્યો. તેથી શાસનદેવી આવ્યા. યક્ષા સાધ્વીજીને ઉપાડીને તેણીએ સીમંધર સ્વામી પાસે મૂક્યા. વંદના કરી પોતાની શંકા પૂછી - ત્યારે સીમંધરસ્વામીએ કહ્યું કે, એમાં તારો કોઈ જ દોષ નથી. શ્રીયકમુનિ બહુ કર્મોનો ક્ષય કરીને પહેલાં દેવલોકે ગયા છે. ત્યાંથી ચ્યવીને તે મુક્તિ પામશે. સીમંધરસ્વામીએ ધર્મોપદેશરૂપ ચાર ચૂલિકા આપી, જે તેણીએ એકલીએ જ ધારી લીધી. સંશય નિવારણ થતાં શાસનદેવીની સહાયથી તેઓ પાછા આવ્યા. ચાર ચૂલિકામાંથી બે ચૂલિકા આચારાંગ સૂત્રને અંતે અને બે ચૂલિકા દશવૈકાલિકને અંતે ગોઠવી. · ચૂલિકા સંખ્યા વિષયે તથા અન્ય બાબતે કથાભેદ કેમ આવે છે ? તે બહુશ્રુત જાણે, અમે તો આવશ્યક સૂત્ર - આગમને આધારે જ મૂળ કથા નોંધી છે.
૧૩૨
૦ સ્થૂલભદ્રની વાયના સંબંધે – વિનયવિજયજી મહારાજ કલ્પસૂત્રની વૃત્તિમાં નોંધે છે તે વાત પણ આશ્ચર્યકારી અને સ્વીકારતા શ્રમ પડે તેવી છે. – ભદ્રબાહુસ્વામીએ સ્થૂલભદ્રને વાંચના આપવા ના કહી, સ્થૂલભદ્રએ આ વાત સંઘને કરી, સંઘના આગ્રહથી આચાર્ય ભગવંતે વાચના આપવાનું સ્વીકાર્યું. બાકીના ચાર પૂર્વાંની વાંચના સૂત્રથી આપી. અર્થથી ન આપી ~ અહીં પણ અમે તો મૂળ કથા આવશ્યક ચૂર્ણિ અને આવશ્યકવૃત્તિ મુજબ જ નોંધી છે. આ વાત ઉપદેશમાળા દોઘટ્ટી ટીકામાં પણ આ જ પ્રમાણે છે.
૦ સ્થૂલભદ્રસ્વામીની પાટ પરંપરા ઃ
ગૌતમ ગોત્રવાળા સ્થવિર આર્ય સ્થૂલભદ્રને બે સ્થવિર શિષ્યો હતા. એક એલાપત્યગોત્રવાળા સ્થવિર આર્ય મહાગિરિ અને બીજા વાસિષ્ઠ ગોત્રવાળા સ્થવિર આર્ય સુહસ્તી.
૦ સ્થૂલભદ્ર દ્વારા મિત્રને ખજાનો દેખાડવો :
બહુશ્રુત એવા સ્થૂલભદ્ર આચાર્ય થયા. તેને એક પૂર્વનો (ગૃહસ્થપણાનો) મિત્ર હતો. તે જ્ઞાતિજન પણ હતો. સ્થૂલભદ્રાચાર્ય વિચરતા એવા તેમના ઘેર ગયા. જ્યારે તે ગૃહસ્થની પત્નીને પૂછ્યું, અમુક નામનો ગૃહસ્થ હતો, તે ક્યાં ગયો ? તેણીએ કહ્યું, વેપાર અર્થે બહાર ગયા છે. તે ઘર પહેલાં ધનધાન્યાદિથી ભરપૂર હતું. પછીથી છિન્નભિન્ન થઈ ગયું. તે ગૃહસ્થના પૂર્વજોએ કોઈ એક સ્તંભની નીચે ભૂમિમાં દ્રવ્ય—નિધાન દાટેલું હતું. આ