________________
૨૨૬
આગમ કથાનુયોગ-૪
ત્યારપછી તે મૃગાવતી રાણી જયંતિ શ્રમણોપાસિકના આ સંવાદને સાંભળીને હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્તવાળી, પ્રીતિમના, પરમ સૌમનસ, હર્ષાતિરેકથી વિકાસમાન હૃદયવાળી થતી એવી બંને હાથોને જોડીને મસ્તકે આવર્ત કરી અંજલિપૂર્વક જયંતિ શ્રમણોપાસિકાના આ કથનને વિનયપૂર્વક સ્વીકારે છે.
ત્યારપછી મૃગાવતીદેવીએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા અને બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! અતિ શીઘ જ તમે વેગવાન અશ્વોથી યુક્ત – યાવત્ – ધાર્મિક શ્રેષ્ઠયાન જોડીને લાવો અને લાવીને તેની મને સૂચના આપો. ત્યારે તે કૌટુંબિક પુરુષ મૃગાવતી રાણીની આ આજ્ઞાને સાંભળીને ધાર્મિક શ્રેષ્ઠ માન–રથને જોડીને લાવ્યા લાવીને આજ્ઞાનુસાર રથ લાવ્યાની સૂચના આપી.
ત્યારપછી તે મૃગાવતી રાણીએ જયંતિ શ્રમણોપાસિકાની સાથે સ્નાન કર્યું, બલિકર્મ કર્યું – યાવત્ – અલ્પ પણ મહામૂલ્યવાનું વસ્ત્ર–આભૂષણોથી શરીરને અલંકૃત કરીને ઘણી જ કુન્જા દાસિઓ – યાવત્ – ચેટિકાઓ, અંતઃપુર રક્ષકો, વૃદ્ધ કંચુકીઓ, મહત્તરકોના સમૂહથી પરિવેષ્ટિત થઈને તે અંતઃપુરથી બહાર નીકળી, નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાન શાળા હતી, જ્યાં ધાર્મિક યાન પ્રવર ઊભું હતું. ત્યાં આવી, ત્યાં આવીને ધાર્મિક શ્રેષ્ઠ રથ પર બેઠી.
- ત્યારપછી મૃગાવતીદેવી જયંતિ શ્રમણોપાસિકાની સાથે ધાર્મિક શ્રેષ્ઠ રથ પર આરૂઢ થયા. તે મૃગાવતી રાણી પોતાના પરિવારથી યુક્ત થઈને – યાવત્ – ઋષભદત્તની માફક તે ધાર્મિક શ્રેષ્ઠ રથથી નીચે ઉતરી. ત્યારપછી જયંતિ શ્રમણોપાસિકાની સાથે તે મૃગાવતી રાણીએ ઘણી જ કુન્જા આદિ દાસીઓ સહિત દેવાનંદાની માફક – યાવતું – વંદન, નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરીને ત્યાંજ ઊભી રહીને જોતી જોતી, નમસ્કાર કરતી સામે વિનયપૂર્વક અંજલિપૂર્વક પર્યાપાસના કરે છે.
ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે ઉદાયન રાજાને, મૃગાવતી રાણીને, જયંતિ શ્રમણોપાસિકાને અને તે વિશાળ પર્ષદાને – યાવત્ – ધર્મોપદેશ આપ્યો – યાવત્ – પર્ષદા પાછી ગઈ, ઉદાયન રાજા અને મૃગાવતી રાણી પણ પાછા ગયા. ત્યારપછી જયંતિ શ્રમણોપાસિકા શ્રમણ ભગવંત મહાવીર પાસે ધર્મને સાંભળી, અવધારી, હર્ષિત અને સંતુષ્ટ થઈ, શ્રમણ ભગવંત મહાવીરને વંદન કરી, નમીને આ પ્રમાણે પૂછયું૦ જયંતિ શ્રાવિકાએ ભગવંતને કરેલ પ્રશ્નોત્તર :
હે ભગવન્! જીવો શાથી ગુરુત્વ–ભારેપણું પામે ?
હે જયંતિ ! જીવો પ્રાણાતિપાતથી – યાવત્ - મિથ્યાદર્શનશલ્યથી એ પ્રમાણે ખરેખર જીવો ભારે કર્મીપણું પ્રાપ્ત કરે છે.
હે ભગવન્! જીવોનું ભવસિદ્ધિકપણું સ્વભાવથી છે કે પરિણામથી ? હે જયંતિ ! ભવસિદ્ધિક જીવો સ્વભાવથી છે, પરિણામથી નથી. હે ભગવન્! સર્વે ભવસિદ્ધિક જીવો સિદ્ધ થશે ? હે જયંતિ ! હા, થશે. હે ભગવન્! જો સર્વે ભવસિદ્ધિકો સિદ્ધ થશે તો આ લોક ભવસિદ્ધિક જીવોથી