________________
શ્રમણ કથા
૧૭૧
તે વખતે વૈદ્યપુત્રના મિત્રો કે જે વયમાં–રૂપમાં – ઇત્યાદિમાં સદૃગ હતા. એક જ દિવસે જન્મેલા, પરસ્પર અનુરક્ત અને અવિરક્ત હતા. તેઓએ પ્રણય અને હાસ્યપૂર્વક વૈદ્યપુત્રને કહ્યું, આમ તો તમારું ઔષધ સર્વલોક દ્વારા ખાવા યોગ્ય છે, પણ તમે કોઈ અનાથ કે તપસ્વીની ચિકિત્સા કરતા નથી. ત્યારે વૈદ્યપુત્રે કહ્યું કે, હું ચિકિત્સા કરવા તૈયાર છું. પણ હું શું કરું ? આ મુનિની ચિકિત્સા યોગ્ય ઔષધ મારી પાસે નથી. ત્યારે મિત્રોએ કહ્યું કે, અમે ઔષધનું મૂલ્ય આપવા તૈયાર છીએ. તારે
ક્યા પ્રકારનું ઔષધ જોઈએ છીએ ? ઇત્યાદિ કથા તીર્થકર ઋષભ ચરિત્રમાં આવી ગયેલ છે. (જુઓ ભગવંત ઋષભ કથા)
ત્યારપછી સંવેગ પામેલા તે બધાંએ તથારૂપ સ્થવિર પાસે દીક્ષા લીધી. તેમની પાસે યથાયુષ્યનું પાલન કરીને તે પાંચે અચુત કલ્પે દેવપણે ઉત્પન્ન થયા.
દેવલોકથી ચ્યવને આ જ જંબૂદ્વીપમાં પૂર્વવિદેહમાં પુષ્કલાવતી વિજયે પુંડરીકિણી નગરીમાં વજસેન રાજાની ધારિણી રાણીમાં કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયા. વૈદ્યપુત્ર હતા તે વજનાભ થયા. શ્રેષ્ઠીપુત્ર હતા તે સુબાહુ થયા ઇત્યાદિ – પાંચે મિત્રો માટે તીર્થકર ઋષભની કથાથી જાણવું.
વજસેન રાજા તીર્થકર થયા, ત્યારે આ પાંચે ભાઈઓ પાંચ પ્રકારના કામભોગોને ભોગવતા કાળ નિર્ગમન કરતા હતા. પછી વજનાભ ચક્રવર્તી થયા અને સુબાહુ આદિ ચારે માંડલિક રાજા થયા. પછી તે પાંચેએ પોતાના પિતા તીર્થકર વજસેન પાસે દીક્ષા લીધી. ત્યારે સુબાહુમુનિ અગિયાર અંગ ભણ્યા. પછી સુબાહુમુનિ સર્વે સાધુની વિશ્રામણા કરવા લાગ્યા. ત્યારે વજનાભમુનિએ તેમની પ્રશંસા કરતા કહ્યું કે, અહો ! આ સુબાહુમુનિનો જન્મ સફળ છે કે જેઓ પરિશ્રાન્ત થયેલા સાધુની આવી વિશ્રામણા કરી રહ્યા છે. તે ભવે સુબાહુમુનિએ વિશ્રામણા દ્વારા બાહુબળ (યોગ્ય કર્મ) ઉપાર્જન કર્યું. ત્યાંથી તે પાંચે સર્વાર્થસિદ્ધ વિમાને ઉત્પન્ન થયા. ૦ બાહુબલિનો ભવ :
આ રીતે શ્રેષ્ઠીપુત્રનો ભવ, પછી અય્યતકલ્પ દેવ, પછી સુબાહુમુનિ ત્યાંથી સર્વાર્થ સિદ્ધ દેવ થઈ પાંચમા ભવે તેઓ બાહુબલિ થયા. તે આ પ્રમાણે
વજનાભનો જીવ તીર્થકર ઋષભદેવ થયા. ઋષભદેવને બે પત્નીઓ હતી. એક તેની યુગલિની સુમંગલા અને બીજી યુગલરહિત થયેલી એવી સુનંદા (આ અધિકાર તીર્થકર ઋષભ કથામાં આવી ગયો છે.)
સુમંગલાથી તેમને પ્રથમ યુગલનો જન્મ થયો તે ભરત અને બ્રાહ્મી. સુનંદાથી બીજા યુગલનો જન્મ થયો તે બાહુબલિ અને સુંદરી.
- જ્યારે ભગવંત ઋષભદેવે દીક્ષા અંગીકાર કરી ત્યારે ભરતને મુખ્ય નગરી એવું વિનીતાનું રાજ્ય આપ્યું અને બાહુબલિને બહલી દેશનું તક્ષશિલાનું રાજ્ય આપ્યું. બીજા અઠાણું પુત્રોને જુદા જુદા રાજ્ય આપ્યા.
કોઈ વખતે વિચરતા એવા તીર્થકર ઋષભ સંધ્યાકાળે બહલી દેશમાં તક્ષશિલા નગરીની સમીપમાં પધાર્યા. નગરીની બહારના ઉદ્યાનમાં કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યા. ત્યારે