SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ આગમ કથાનુયોગ-૪ આવ.ભ. ૧૪૨; આવ.૨૫.૧–પૃ. ૪૦૯; આવ.નિ ૭૭૫, ૭૭૬ની વ ૦ પિંગલક કથા : શ્રાવતી નગરીમાં વૈશાલિક શ્રાવક પિંગલ નામે નિર્ગથ હતા. તે વૈશાલિક (ભગવંત મહાવીર)ના વચનો શ્રવણ કરવામાં રસિક હતા. તેમણે સ્કંદક તાપસને કેટલાંક પ્રશ્નો પૂછયા હતા. જે વાત સ્કંદકની કથામાં આવી ગયેલ છે. કથા જુઓ સ્કંદક. ૦ આગમ સંદર્ભ :– ભગ ૧૧૨; ૦ ફુલ્લુરક્ષિત કથા : દશપુર નામના નગરના સોમદેવ બ્રાહ્મણ અને રુદ્ર સોમાના એક પુત્રનું નામ ફલ્ચરક્ષિત હતું. તેઓ આર્યરક્ષિતના નાના ભાઈ હતા. ફલ્યુરક્ષિતને તેમની માતાએ આર્યરક્ષિતને ઘેર પાછા લાવવા મોકલેલા હતા. પણ ફલ્યુરક્ષિતે દીક્ષા લીધી. ઇત્યાદિ. આ કથા આર્યરક્ષિતમાં આવી ગયેલ છે – કથા જુઓ આર્યરક્ષિત. ૦ આગમ સંદર્ભ :ઠા. ૧૬૫, ૧૮રની જ આવ.નિ. ૭૭૬; આવ.યૂ.૧–પૃ. ૪૦૧, ૪૦૪; ઉત્ત.નિ ૯૬ની વૃક –– – – ૦ બલભાનુ કથા : ઉજ્જૈનીના બલમિત્ર અને ભાનુમિત્રની બહેન ભાનુશ્રીનો પુત્ર હતો. આચાર્ય કાલક દ્વારા પ્રતિબોધ પામીને તેણે દીક્ષા લીધી. આ કથા કાલકાચાર્યની કથામાં આવી ગયેલ છે. જુઓ કાલકાચાર્ય કથા ૦ આગમ સંદર્ભ :નિસી.ભા. ૩૧૫૩ની ૨ ૦ બાહુબલિ કથા – (આ કથા ભરત ચક્રવર્તી અને ઋષભદેવ સાથે સંકડાયેલી હોવાથી તેમાં–તેમાં બાહુબલીની કથાના અંશો નોંધાયેલા જ છે, તેથી તે બંને કથા પણ જોવી) ૦ બાહુબલિના પૂર્વભવો : ભગવંત ઋષભદેવ જ્યારે પૂર્વભવમાં વૈદ્યપુત્ર હતા. ત્યારે તેમનો જન્મ મહાવિદેહ વર્ષક્ષેત્રમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં થયેલો. જે દિવસે તેઓ વૈદ્યપુત્રરૂપે જન્મ્યા તે જ દિવસે બીજા ચાર સમવયસ્કોનો જન્મ થયો. તે આ પ્રમાણે – રાજપુત્ર, શ્રેષ્ઠીપુત્ર, અમાત્યપુત્ર અને સાર્થવાહપુત્ર તેઓ સાથે જ મોટા થયા. કોઈ દિવસે તે વૈદ્યપુત્રના ઘેર પાંચ મિત્રો ભેગા થઈને બેઠા હતા. ત્યારે કોઈ સાધુ મહાત્મા તેમના ઘેર ભિક્ષાર્થે પધાર્યા. તેના શરીરમાં કૃમિઓ થયેલા હતા. તે કૃમિને કારણે તે સાધુ કૃશ થઈ ગયા હતા.
SR No.005011
Book TitleAgam Kathanuyoga Gujarati Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy