________________
શ્રમણ કથા
૧૬૯
હારે રહ્યા. લાંબાકાળ સુધી ત્યાં રહ્યા. આચાર્ય ચલિત થતા ન હતા, બોલતા ન હતા, ઉચ્છવાસ–નિઃશ્વાસ પણ સ્પંદિત થતા ન હતા. સૂક્ષ્મ ધ્યાનમાં હતા. આ વાત કોઈએ જઈને બીજાને કહી. તેઓ રોષાયમાન થયા. હે આર્ય ! તમારા આચાર્ય કાળધર્મ પામ્યા તો પણ તમે કહેતા નથી. પુષ્યમિત્રે કહ્યું, તેઓ કાળધર્મ પામ્યા નથી પણ ધ્યાન કરી રહ્યા છે. તમે તેમને વ્યાઘાત કરશો નહીં.
બીજા કહેવા લાગ્યા કે, આ પ્રવ્રજિત લિંગી વૈતાલની સાધના કરવાના લક્ષણયુક્ત આચાર્ય લાગે છે. આજે રાત્રે આપણે જોઈશું. તેઓ તેમને ભાંડવા લાગ્યા. પુષ્યમિત્રે તેમને રોક્યા. ત્યારે તેમણે આ વાત રાજાને કરી, તેમને બોલાવ્યા. આચાર્ય કાળધર્મ પામ્યા છે, પણ આ સાધુ તેમને કાઢવા દેતા નથી. રાજાએ પણ તેમને જોયા. તેને પણ લાગ્યું કે આચાર્ય કાળધર્મ પામ્યા છે. પુષ્યમિત્રની વાત ન માની. તેઓએ શિબિકા તૈયાર કરી. ત્યારે પુષ્યમિત્રએ જાણ્યું કે નિશ્ચયથી હવે તેમનો વિનાશ કરશે.
પુષ્યભૂતિએ પૂર્વે જ કહી રાખેલ કે જો અગ્નિ કે અન્ય કોઈ ભય ઉત્પન્ન થાય તો તારે મારા અંગુઠાને સ્પર્શ કરવો, પુષ્યમિત્રએ સ્પર્શ કર્યો. જાગૃત થઈને પુષ્યભૂતિએ કહ્યું, હે આર્ય ! કેમ વ્યાઘાત કર્યો ? પુષ્યમિત્રએ કહ્યું, આ બધું જુઓ. તમારા શિષ્યોએ આ બધું કરેલ છે. પુષ્યભૂતિ આચાર્યએ તેમનો તિરસ્કાર કર્યો.
આ પ્રમાણે જો ધ્યાનમાં પ્રવેશ થાય તો યોગ સંગૃહીત થાય.
જ (ઉક્ત કથા સાવર વૃત્તિ મુજબ લખી છે, સાવશ્ય પૂર્તિ માં તેમનું નામ “વસુભૂતિ” નોંધેલ છે.
૦ આગમ સંદર્ભ :બુદ.ભા. ૬૨૯૦;
વવ.ભા. ૧૧૭૨, ૧૧૮૮ + વૃ; આવનિ ૧૩૧૭ + 4
આવ.યૂ.ર–પૃ. ૨૧૦;
૦ પુષ્યમિત્ર કથા -
આચાર્ય આર્યરક્ષિતના ત્રણ શિષ્યો હતા. જેમના નામના અંતે પુષ્યમિત્ર આવે છે. જેમકે દુર્બલિકા પુષ્યમિત્ર આદિ. આ ત્રણે પુષ્યમિત્રની કથા આર્યરક્ષિતસૂરિમાં આવી ગઈ છે – કથા જુઓ આર્યરક્ષિત.
૦ આગમ સંદર્ભ :આયા યૂ.પૂ. ૨; સુય.પૂ.પૂ. ૫;
નિસી.ભા. ૫૬૦૭ + ચું, આવ.ભા. ૧૪ર + વૃ;
આવ.ચૂં.૧–પૃ. ૪૦૯;
– » –– » –– ૦ પોતપુષ્યમિત્ર કથા :
આર્યરક્ષિતસૂરિના એક શિષ્ય પોતપુષ્યમિત્ર હતા. તેમના પાસે એવી (ઋદ્ધિ) વિદ્યા હતી, જેના વડે તે ઇચ્છે ત્યારે વસ્ત્રો ઉત્પન્ન કરી શકતા હતા. આ કથા આર્યરક્ષિત કથામાં આવી ગયેલ છે.
૦ આગમ સંદર્ભ :