________________
આગમ કથાનુયોગ–૪
માટે તે નિરંતર વિચારતો હતો તેમજ કહ્યું છે. વિશેષમાં સ્કંદકે પોતાના પુત્રને રાજ્યભાર સોંપી દીક્ષા લીધી. પછી શ્રુતજ્ઞ થતા તેને ગચ્છની અનુજ્ઞા મળી. બહેનને જોવા જવું છે તેવી ઇચ્છા વ્યકત કરી, ત્યાં પુરંદરયશાએ સ્કંદકને કંબલરત્ન વડે પ્રતિલાભિત કર્યા, તેની નિષદ્યા કરી.
૯૬
નિશિથ ચૂર્ણિમાં એક વાત એ વિશેષમાં આવે છે કે, સ્કંદકઋષિએ વિનંતી કરેલી કે પહેલા મને પીલી નાંખ, ત્યારે તેમને યંત્ર નજીક સ્તંભ સાથે બાંધી દીધા. છેલ્લે એક બાલશિષ્ય હતા, ત્યારે પણ સ્કંદકાચાર્યએ વિનવણી કરી, તો પણ પહેલાં બાળશિષ્યને જ પીલ્યો. જો કે તે બાળશિષ્ય તો આરાધક થયો પણ સ્કંદકાચાર્યે નિયાણું કર્યું. પુરંદરયશાને ચિંતા થઈ કે સાધુઓ પાણી માટે પ્રથમાલિકા (વ્યવહારથી નવકારશી) માટે કેમ આવ્યા નહીં ? આ તરફ સ્કંદક આચાર્ય કે જે કાળધર્મ પામીને અગ્નિકુમાર દેવ થયેલા તેણે જ સમળીનું રૂપ ધારણ કર્યું. લોહી વડે લિસ એવા રજોહરણને ઉપાડીને પુરંદરયશા પાસે પાળી દીધું. જોઈને એકાએક આક્રંદ કરતી ઉઠી. ...ત્યારપછી પુરંદરયશા, આદિને પરિવાર સહિત તે સ્કંદકદેવ મુનિસુવ્રતસ્વામી પાસે લઈ ગયા. તેઓએ દીક્ષા ગ્રહણ કરી, પછી સ્કંદકે સંવર્તક વાયુ વિકુર્તી રાજાના સૈન્ય, વાહન, નગર આદિ સર્વેને ક્રોધાવિષ્ટ થઈને બાર યોજન સુધી સળગાવી દીધું. ઉત્તરાધ્યયન સૂત્ર વધપરીષહ માટે આ દૃષ્ટાંત આપે છે, જ્યારે નિશીથ સૂત્ર ભાષ્ય અને ચૂર્ણિમાં આ દૃષ્ટાંત આત્મવિરાધના સંદર્ભે અપાયેલ છે. બૃહત્કલ્પ ભાષ્યમાં અનાર્યક્ષેત્રમાં ન વિહરવા માટે આ દૃષ્ટાંત છે.
૦ બૃહત્કલ્પ ભાષ્યમાં ભાષ્ય-૩૨૭૨ થી ૩૨૭૪ તથા તેની વૃત્તિમાં પણ આ દૃષ્ટાંત ઉત્તરાધ્યયન નિયુક્તિ તથા નિસીથ ભાષ્ય—ચૂર્ણિ અનુસાર છે. જે કંઈક વિશેષતા છે. તે આ પ્રમાણે છેઃકોઈ વખતે પાલક દૂત આવ્યો. સ્કંદકકુમારે રાજ્યપર્ષદામાં વાદમાં તેને પરાજિત કર્યો.....પાલકે રાજાને વ્યુગ્રાહિત કરવા કહ્યું કે, ૫૦૦ સુભટો સાથે તે તમારું રાજ્ય છિનવવા આવ્યો છે. પરીષહથી પરાજિત થયો છે. રાજાને પ્રતીતિ ન થઈ ત્યારે પાલકે અગ્રદ્યાનમાં આયુધો છુપાવ્યા. પછી રાજાને તે દેખાડીને ચુગ્રાહિત કરેલા... બહેન પુરંદરયશાએ તેને કંબલરત્ન આપેલ, તેમાંથી રજોહરણ બનાવેલ... પાલક પણ કુંભીમાં પકાવાયો અર્થાત્ નરકે ગયો.
૦ આગમ સંદર્ભ :
આયા.ચૂ૫ ૨૩૫, ૨૩૬; નિસી.ભા. ૫૭૪૧ થી ૫૭૪૩ ની ચૂ; બુહ.ભા. ૪૯૯૪, ૫૫૮૩ની
ઉત્તનિ ૧૧૧ થી ૧૧૩ + ;
- X
સંથા. ૫૮ થી ૬૦ + ; મરણ. ૪૪૪, ૪૯૬;
બુહ.ભા. ૩૨૭૨ થી ૩૨૭૪ની રૃ. જિય.ભા. ૫૨૮, ૨૪૯૭, ૨૪૯૮; ઉત્ત.ચૂ.પૃ. ૭૩;
X
૦ દિલાચાર્ય કથા ઃ
બ્રહ્મદ્વીપ શાખાના સિંહવાચકસૂરિના શિષ્યનું નામ સ્કંદિલાચાર્ય હતું. જેમના કારણે આજ પણ અર્ધભરત વૈતાઢ્ય પૂર્વમાં આ અનુયોગ ઉપલબ્ધ છે. તેમનો યશ ઘણાં