________________
૩૬
આગમ કથાનુયોગ-૪
અંગોને ભણીને, કરોડ વર્ષ તપનું અનુસરણ કરીને સમાધીપૂર્વક કાલધર્મ પામી લાંતક કલ્પ ઇન્દ્રપણે ઉત્પન્ન થઈ.
ત્યાં અવધિજ્ઞાન વડે તેણે જાણ્યું કે, મારા બળદેવ-વાસુદેવે ઘણાં કાળ સુધી સારી રીતે ભોગો ભોગવ્યા. કોઈ વખતે અશ્વ પર જતાં અશ્વો મૃત્યુ પામ્યા. વિભિષણ પણ મૃત્યુ પામ્યો. પરંતુ અતિ ખેહરાગને કારણે અચલ તે વાત સ્વીકારતો નથી અને તે મૂચ્છ પામ્યો. તે વખતે લાંતક કલ્પે ઇન્દ્રરૂપે ઉત્પન્ન થયેલ તેની માતા મનોહરી તત્પણ
ત્યાં આવીને વિભિષણનું રૂ૫ વિકવ્યું. રથમાં જતા કહ્યું કે, હું વિદ્યાધર સાથે યુદ્ધ કરવા ગયો. ઇત્યાદિ. ત્યારપછી તેણે માતા મનોહરીના રૂપનું દર્શન કરાવ્યું. ત્યારે સંભ્રાંત થયેલા અચલે કહ્યું કે, હે માતા ! તમે અહીં કયાંથી ? ત્યારે માતા મનોહરીએ પ્રવજ્યા કાળ, વિભિષણનું મરણ અને પોતે લાંતકકલ્પે ઇન્દ્ર થયાની વાત કરી.
- પછી તે ઇન્ડે જણાવ્યું કે, હે પુત્ર ! હું તને અહીં આ પ્રતિબોધ કરવા આવી છું. મેં પરલોકના હિતને જાણ્યું. મનુષ્યદ્ધિની અનિત્યતા જાણી અને લાંતક કલ્પ ઉત્પન્ન થઈ. ત્યારે અચલ પણ પુત્રને લક્ષ્મી સોંપી, કામભોગોથી નિવર્તિત થઈ પ્રવૃજિત થયો. તપનું અનુસરણ કરીને લલિતાંગ નામે દેવ થયો.
૦ આગમ સંદર્ભ :– આવ.યૂ.૧–૧૭૭;
૦ આર્યરક્ષિત કથા :
તે કાળે, તે સમયે દશપુર નામે નગર હતું. ત્યાં સોમદેવ નામે બ્રાહ્મણ હતો. તેની પત્નીનું નામ રુસોમાં હતું. તે શ્રાવિકા હતીતેના એક પુત્રનું નામ રક્ષિત હતું. તેનાથી નાના પુત્રનું નામ ફલ્યુરક્ષિત હતું. (અહીં વરચક સૂત્રમાં દશપુર ઉત્પત્તિનું વર્ણન છે. જે વાત ઉદાયન આદિ કથાનકમાં અન્યત્ર આવેલ છે.) આ દશપુરમાં આર્યરક્ષિત ઉત્પન્ન થયા. (જખ્યા)
આ રક્ષિત તેના પિતાના પરિચિત્ત (મિત્ર) પાસે જઈને ભણ્યો. ત્યારપછી તેઓ ભણવાને માટે પાટલીપુત્ર ગયા. ત્યાં ચારે વેદોને સાંગોપાંગ ભણ્યો. સમસ્ત પારાયણ આદિનો પારગ (નિપુણ) બન્યો. વિશેષ કેટલું કહીએ ? ચૌદ વિદ્યાના પારગામી બન્યા. ત્યારપછી તે દશપુર નગરે પાછો ફર્યો. તે વાત રાજકુળ સેવકોએ જાણી. રાજકુળે તેમણે આ વાત રાજાને કહી. ત્યારે રાજાએ તેના સ્વાગતને માટે આખું નગર શણગાર્યું. પછી રાજા સ્વયં તેને સત્કારવા–લાવવા માટે નીકળ્યો.જોતાની સાથે જ તેનો સત્કાર કર્યો. તેને અગ્રભાગે આસન આપ્યું. એ પ્રમાણે સમગ્ર નગરમાં બધાં વડે તે અભિનંદિત થયો. પછી ઉત્તમ હસ્તિના સ્કંધ પર આરૂઢ થઈને તે પોતાને ઘેર આવ્યો.
પોતાના ઘેર રક્ષિત આવ્યો ત્યારે ત્યાં પણ બાહ્ય અને અત્યંતર પર્ષદા દ્વારા (સ્વજનાદિ દ્વારા) તેનો આદર કરાયો. ત્યાં પણ ચંદનાદિ કળશો વડે તે સ્વાગત પામ્યો. પછી બાહ્ય ઉપસ્થાનશાળામાં રહ્યો. અડધા લોકો પાછા ફર્યા. ત્યારપછી સમવયસ્ક, મિત્રો આદિ સર્વેને આવતા જોયા. સ્વજન અને પરિજન દ્વારા અર્થ, પાદ્ય આદિ દ્વારા પૂજવામાં આવ્યો. તેનું ઘર દ્વિપદ, ચતુષ્પદ, હિરણ્ય, સુવર્ણ આદિથી ભરાઈ ગયું.