________________
શ્રમણ કથા
૦ આગમ સંદર્ભ :
આવ.નિ. ૭૭૫ + ;
આવ ચૂ.૧–પૃ ૩૭૭ થી ૪૦૧;
→ * — X —
૦ હસ્તિભૂતિ અને હસ્તિમિત્ર કથા :
તે કાળે અને તે સમયે ઉજ્જૈની નગરીમાં હસ્તિમિત્ર નામે ગાથાપતિ હતો. તેની પત્ની મૃત્યુ પામેલ, તેને હસ્તિભૂતિ નામે બાળપુત્ર હતો. પછી હસ્તિમિત્રએ હસ્તિભૂતિને સાથે લઈ જઈને દીક્ષા લીધી. તે બંને કોઈ દિવસે ઉજ્જૈનીથી ભોગકટ તરફ વિહાર કરી નીકળ્યા. અટવી મધ્યે હસ્તિમિત્રનો પગ કાંટાથી વિંધાયો તે ચાલવા માટે અસમર્થ થયા. ત્યારે હસ્તિમિત્રમુનિએ સાધુઓને કહ્યું કે, તમે ચાલવા લાગો અને આ અટવીને પાર કરી જાઓ. હું ઘણાં કષ્ટમાં આવી પડેલો છું. જો તમે મને લઈને જવાનું વિચારશો તો વિનાશ પામશો. તેના કરતા હું ભક્ત પ્રત્યાખ્યાન કરીશ. ત્યારપછી તેઓ ત્યાં જ રહ્યા. ગિરિકંદરાની એક તરફ ભક્ત પ્રત્યાખ્યાન કર્યું. સાધુઓએ ત્યાંથી વિહાર કર્યો.
૨૧૯
ત્યારે તે બાળમુનિ હસ્તિભૂતિએ કહ્યું કે, હું પિતા મુનિ સાથે રહેવા ઇચ્છું છું. પણ સાધુઓ તેને બળપૂર્વક સાથે લઈને ચાલ્યા. થોડે દૂર જઈને થાકીને તે પાછો હસ્તિમિત્રમુનિ પાસે આવી ગયો. ત્યારે હસ્તિમિત્રે કહ્યું કે, તું કેમ પાછો આવ્યો. અહીં તું મૃત્યુ પામીશ. તે સ્થવિર (હસ્તિમિત્ર) પણ વેદનાથી પીડાઈને તે જ દિવસે કાળધર્મ પામ્યા. ત્યારે બાળમુનિ હસ્તિભૂતિને ખબર ન હતી કે તેમના પિતામુનિ કાળધર્મ પામ્યા છે.
ઉત્તનિ ૯૬ + ;
હસ્તિમિત્રમુનિ દેવલોકે ઉત્પન્ન થયા. પછી તેણે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો. મેં શું દાન દીધું કે તપ કર્યો છે ? તેટલામાં તેણે પોતાના શરીરને અને બાળમુનિને જોયા. તેઓ તે બાળમુનિની અનુકંપાથી પોતાના શરીરમાં પ્રવેશ કર્યો. બાળમુનિની સાથે રહ્યા. પછી કહ્યું, હે પુત્ર ! ભિક્ષાર્થે ચાલ. હસ્તિભૂતિમુનિએ પૂછ્યું, ક્યાં ? તેણે કહ્યું, આ ન્યગ્રોધના વૃક્ષ છે, ત્યાંના નિવાસીએ રસોઈ કરી છે. તે તને ભિક્ષા આપશે. એમ કહેતા તે બાળમુનિ ગયા. વૃક્ષ નીચે જઈને ધર્મલાભ કહ્યો.
ઉત્ત.નિ. ૮૯ + ;
ત્યારે ‘સાલંકારે' હાથ કાઢી ભિક્ષા આપી. એ રીતે રોજરોજ ભિક્ષા ગ્રહણ કરો ત્યાં રહ્યો. તેટલામાં પેલા સાધુઓ તે દેશમાં દુકાળ પડતાં ઉજ્જૈની તરફ પાછા આવવા નીકળ્યા. બીજા વર્ષે ત્યાંથી નીકળ્યા, જ્યાંથી તેઓ ગયા હતા. વર્ષને અંતે બાળમુનિ હસ્તિભૂતિને ત્યાં જોયા. પૂછયું ત્યારે જણાવ્યું કે, પિતા મુનિ પણ અહીં છે. તેમણે ત્યાં શુષ્ક શરીર જોઈને જાણ્યું કે, દેવે અનુકંપાથી બધું કર્યું લાગે છે. વૃદ્ધ ક્ષુધા પરીષહ સહન કર્યો. પણ બાળમુનિએ ન કર્યો. પછી તે બાળમુનિને સાધુઓ લઈ ગયા.
૦ આગમ સંદર્ભ
મરણ. ૪૮૬;
ઉત્ત.ચૂ.પૃ. ૫૩;
— * - * —
મુનિ દીપરત્નસાગર સંપાદિત - અનુવાદિત શ્રમણ કથાનક ખંડ પૂર્ણ થયો