________________
૯૮
આગમ કથાનુયોગ-૪
બાર વર્ષ પૂર્ણ થયા એટલે ફરી પણ દીક્ષા છોડવા તૈયાર થયા. ફરી દીક્ષા છોડવા માટે પૂછવા ગયા. ત્યારે માતા સાધ્વીએ કહ્યું કે, મહત્તરિકાને પૂછી જુઓ. જ્યારે ક્ષુલ્લકકુમારમુનિએ મહત્તરિકાને પૂછયું ત્યારે તેમના આગ્રહથી ફરી બાર વર્ષ દીક્ષામાં રહ્યા. ત્યારપછી એ જ પ્રમાણે આચાર્યના વચનથી દીક્ષામાં બાર વર્ષ રહ્યા. પછી ઉપાધ્યાયના વચનથી બાર વર્ષ રહ્યા. એ પ્રમાણે ૪૮ વર્ષ તેમને પ્રવજ્યામાં સ્થાપિત કર્યા. તો પણ તે મુનિ ત્યારપછી દીક્ષા છોડીને જવા માટે તૈયાર થયા. ત્યારે તેમને વિસર્જિત કરવાનું જરૂરી બન્યું.
ત્યારે માતા સાધ્વીએ કહ્યું કે, હવે અહીં-તહીં ભટકશો નહીં. તારા કાકા (પિતૃવ્ય) પંડરીક રાજા છે, આ તારા પિતાની મુદ્રિકા અને કંબલરત્ન હું જ્યારે પલાયન થઈ ત્યારે લાવેલી, તે લઈ જા. આ લઈને જજે. ત્યાં રાજાને બતાવજે, એટલે તને રાજ્યભાગ આપશે. ત્યાં રાજા યાનશાળામાં કોઈ બીજા રાજાની પ્રતિક્ષા કરતો હતો. અત્યંતર પર્ષદામાં કોઈ નાટક ચાલતું હતું. ત્યાં નાટક કરનારી નટી આખી રાત્રિ નાટકનૃત્ય કરીને પ્રભાતકાળે નિદ્રાધીન થવા લાગી ત્યારે તેની માતા નર્તકીએ વિચાર કર્યો કે, લોકોને ખુશ કરવાથી ઘણાં જ ધનની પ્રાપ્તિ થશે, પણ જો હવે થોડા સમય માટે પ્રમાદ કરશે તો અપભ્રાજના થવાની છે.
ત્યારે તે નર્વિકાએ ગીત ગાતા-ગાતા જ આ પ્રમાણે બોલીને સાવધાન કરી, હે શ્યામસુંદરી ! સુંદર ગાયું, સુંદર વાજિંત્રો વગાડ્યા, સુંદર નૃત્ય કર્યું, આખી લાંબી રાત્રિ આ રીતે પસાર કરી, તો સ્વપ્નના અંત સમયે અર્થાત્ છેલ્લી રાત્રિએ પ્રમાદ કરીશ નહીં.
આ સાંભળીને કુલકકુમારે કંબલરત્ન ફેંક્યુ, યશોભદ્રરાજપુત્ર લાખ મૂલ્યવાળા કુંડલરત્ન ફેંક્યા, શ્રીકાંતા સાર્થવાહીએ લાખ મૂલ્યનો હાર ફેંક્યો. જયસંધિ અમાત્યએ લાખમૂલ્યના કટક આપ્યા, કર્ણપાલ–મહાવતે લાખમૂલ્યનું અંકુશ આપ્યું. એમ દરેકે લાખલાખ મૂલ્યના ભેંટણા આપ્યા. જે જે રીતે સંતુષ્ટ થયા. તે તે તેમણે બધાંએ આપ્યું. રાજાએ આ વૃત્તાંત સાંભળીને કહ્યું કે, આ બધાંને ભેટ આપવાનું કારણ પૂછવું જોઈશે. જો મને તેઓ જણાવશે તો હું સંતુષ્ટ થઈશ અને નહીં જણાવે તો દંડ આપીશ.
પ્રભાતે બધાને બોલાવીને પૂછયું કે, હે ભુલ્લક ! તે રત્નકંબલ કેમ ભેટ આપ્યું? ત્યારે તેણે પોતાના પિતાના મરણથી માંડીને બધી વાત કહી – યાવત્ – સંયમના પાલનને માટે અસમર્થ છું તેથી તમારી પાસે આવ્યો છું. હું રાજ્યની અભિલાષા કરતો હતો. ત્યારે રાજાએ કહ્યું કે, હું તને રાજ્ય આપું છું, ત્યારે તે ક્ષુલ્લકે કહ્યું કે, હવે બસ, હવે સ્વપ્નાંત વર્તે છે, અર્થાત્ જીવનનો થોડો ભાગ બાકી છે હવે જો રાજ્યલોભમાં મરણ પામીશ, તો પૂર્વે પાળેલા સંયમનો પણ નાશ થશે.
- યુવરાજે કહ્યું કે, તમને મારીને મારે રાજ્ય જોઈતું હતું. ત્યારે રાજા તેને રાજ્ય આપવા તૈયાર થયો. યુવરાજે તે લેવા માટે ના કહી. સાર્થવાહ પત્નીએ કહ્યું કે, બાર વર્ષથી મારો પતિ પરદેશ ગયો છે. હજી પાછો ફર્યો નથી, તે માટે હું વિચારતી હતી કે હવે બીજો પતિ કરું, પણ આ વાત સાંભળીને મારું મન પલટાયું એટલે મેં દાન આપ્યું.
અમાત્યે કહ્યું, હું બીજા રાજા સાથે મંત્રણા કરી રહ્યો હતો કે તેમની સાથે કરાર