________________
શ્રમણી કથા
૨૨૧
કોઈ દિવસે પ્રિયદર્શના સ્વાધ્યાય પૌરૂષી કરી રહેલ હતી ત્યારે શ્રાવસ્તીના ઢંક શ્રાવકે ભાજનોને ઊંધા વાળતા–વાળતા તેણી પર એક અંગારો ફેંક્યો. ત્યારે પ્રિયદર્શનાની સંઘાટી – કપડાં પર તે પડતાં તેનો એક નાનો ભાગ બળી ગયો. ત્યારે તેણીએ કહ્યું કે, હે શ્રાવક ! તમે મારી સંઘાટી-કપડો કેમ બાળ્યો ? ઢક શ્રાવકે કહ્યું, તમે જ પ્રજ્ઞાપના કરો છો કે બળતું બન્યું ન કહેવાય. તો પછી તમારી સંઘાટી – કપડો બન્યો કઈ રીતે કહેવાય ?
ત્યારે પ્રિયદર્શના આ વાતનો મર્મ પામીને સમ્યક્ બોધ પામી. તેણીએ કહ્યું કે, હું સમ્યક પડિચોયણાને ઇચ્છું છું. ત્યારપછી તેણીએ જઈને જમાલિને ઘણું બધું પ્રજ્ઞાપિત કર્યું. તેમ છતાં જમાલિએ જ્યારે સમ્યક્ વાતનો સ્વીકાર ન કર્યો ત્યારે તેણી કેટલાંક સાધ્વી સાથે ભગવંત મહાવીર પાસે ઉપસ્થિત થયા. એ રીતે તેણીએ મિથ્યાત્વનો ત્યાગ કર્યો અને ફરી ભગવંત મહાવીરનો મત સ્વીકાર્યો અને પોતાના ૧૦૦૦ સાધ્વીના પરિવાર સાથે શ્રમણ ભગવંત મહાવીરની નિશ્રામાં વિચરણ કરવા લાગ્યા.
આ રીતે જ્યેષ્ઠા/સુદર્શના (પ્રિયદર્શના) અનવદ્યા કે જે જમાલિની પત્ની હતી. તેણીને શ્રાવતિ નગરીમાં હિંદુક ઉદ્યાનમાં જમાલિના કહેવાથી મિથ્યાષ્ટિ ઉત્પન્ન થઈ હતી. તે આપમેળે તો બોધ ન પામી પણ ઢંકશ્રાવક દ્વારા તેને ઘેર પ્રતિબોધ પામી.
બીજા કેટલાંક એમ કહે છે કે, ભગવંતની મોટી બહેન એવી સુદર્શના હતી. જમાલિ સુદર્શનાનો પુત્ર હતો. તેને શ્રમણ ભગવંત મહાવીરની પુત્રી એવી અનવદ્યા નામની પત્ની હતી. શેષ કથા પૂર્વવત્ (એ પ્રમાણે આવશ્યક વૃત્તિમાં લખ્યું છે.)
૦ આગમ સંદર્ભ :આયા. ૫૧૧;
આવ.ભા. ૮૦, ૧૨૬ + આવ.૧–પૃ. ૨૪૫, ૪૧૬;
કલ્પસૂત્ર-૧૦૯ +
૦ ચંદના (ચંદનબાળા) કથા :
ચંદનાની દીક્ષા પૂર્વેની સમગ્ર કથા જો કે ભગવંત મહાવીરના કથાનકમાં અપાઈ જ ગયેલ છે છતાં તે કથાનો મહત્ત્વ ભાગ અહીં ફરીથી નોંધેલ છે. ૦ ચંદનાની ગૃહસ્થાવસ્થા :
- જ્યારે શાનિક રાજાએ ચંપાનગરી પર ચડાઈ કરી, ત્યારે ત્યાંનો રાજા દધિવાહન નાસી છૂટ્યો. રાજાએ નગરી લૂંટવા માટે આદેશ આપ્યો. શતાનિક રાજાના એક સુભટે દધિવાહન રાજાની પત્ની ધારિણી તથા તેમની પુત્રી વસુમતિને પકડીને પોતાના કબજામાં લઈ લીધા. રાજા ત્યાંથી પાછો ફર્યો. તે સુભટે કહ્યું કે, આ મારી પત્ની છે અને આ બાલિકાને હું વેંચી દઈશ. રાણી ધારિણી આ ઘટનાથી મનોમન ખૂબ દુઃખી થઈ, તેણીને થયું કે, આ મારી પુત્રીને ન જાણે શું કરશે ? એમ વિચારતા તેણી મૃત્યુ પામી. ત્યારે સુભટને ચિંતા થવા લાગી કે હવે મારે આ પુત્રીને કશું કહેવું નહીં. જો તે પણ મરી જશે તો મને કશું જ મૂલ્ય નહીં ઉપજે.
પછી તે સુભટ ફરતા-ફરતા કૌશાંબી આવ્યો. ત્યાં વસુમતીને બજારમાં વેચવા