________________
શ્રમણી કથા
૩૪૫
હૃદયમાં અવધારિત કરી હર્ષિત–સંતુષ્ટ – યાવત્ – આનંદિત હૃદયા થઈને તે આર્યાઓને વંદન–નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને કહ્યું કે
હે આર્યાઓ ! હું નિગ્રંથ પ્રવચનમાં શ્રદ્ધા રાખું છું – યાવત્ - સન્માન કરું છું. હે આર્યાઓ! નિગ્રંથ પ્રવચન એ જ પ્રમાણે છે, હે આર્યાઓ! આપ જે કહો છો તે નિગ્રંથ પ્રવચન એવું જ છે. પરંતુ હે આર્યાઓ! હું રાષ્ટ્રકૂટને પૂછી લઉ, ત્યારપછી આપ દેવાનુપ્રિયની પાસે મુંડિત – યાવત્ – પ્રવ્રજિત થઈશ.
હે દેવાનુપ્રિયે ! જેમ સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો.
ત્યારપછી તે સોમા બ્રાહ્મણીએ તે આર્યાઓને વંદન-નમસ્કાર કર્યા અને વંદન નમસ્કાર કરીને વિદાય આપી. ૦ રાષ્ટ્રકૂટ પ્રવજ્યા નિષેધ કરતા સોમા શ્રાવિકા બની :
ત્યારપછી તે સોમા બ્રાહ્મણી જ્યાં રાષ્ટ્રકૂટ હતો, ત્યાં આવી અને બંને હાથ જોડીને આ પ્રમાણે બોલી, હે દેવાનુપ્રિય ! મેં આર્યાઓની પાસે ધર્મશ્રવણ કર્યો છે. તે ધર્મની હું ઇચ્છા કરું છું – યાવત્ – મને રુયેલ છે. તેથી હે દેવાનુપ્રિય ! હું તમારી અનુમતિ પ્રાપ્ત કરીને સુવ્રતા આર્યાની પાસે – યાવતું – પ્રવ્રજિત થવાને ઇચ્છું છું.
ત્યારપછી તે રાષ્ટ્રકૂટે સોમા બ્રાહ્મણીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયે ! હમણાં તું મુંડિત થઈને – યાવત્ – પ્રવ્રજિત ન થા, પરંતુ હે દેવાનુપ્રિયે ! મારી સાથે વિપુલ ભોગોપભોગને ભોગવ્યા પછી ભક્તભોગી થઈને સુવ્રતા આર્યાની પાસે મુંડિત – યાવપ્રવ્રજિત થજે.
ત્યારપછી તે સોમા બ્રાહ્મણીએ સ્નાન કર્યું – યાવત્ – શરીરને અલંકારો વડે અલંકૃત્ કરીને દાસીઓના સમૂહથી ઘેરાયેલી પોતાના ઘેરથી નીકળી નીકળીને બેભેલ સંનિવેશના મધ્યભાગમાંથી થઈને જ્યાં સુવ્રતા આર્યાનો ઉપાશ્રય હતો ત્યાં આવી, આવીને સુવ્રતા આર્યાને વંદન–નમસ્કાર કર્યો અને પર્યાપાસના કરવા લાગી. ત્યારપછી તે સુવ્રતા આર્યાએ સોમા બ્રાહ્મણીને આશ્ચર્યકારી, કેવલિ પ્રરૂપિત ધર્મનો ઉપદેશ આપ્યો. જે પ્રકારે જીવકર્મથી બંધાય છે.
ત્યારપછી તે સોમા બ્રાહ્મણીએ સુવ્રતા આર્યાની પાસે – યાવત્ – બાર પ્રકારના શ્રાવકધર્મનો સ્વીકાર કર્યો, સ્વીકાર કરીને સુવ્રતા આર્યાને વંદન–નમસ્કાર કર્યા. વંદન– નમસ્કાર કરીને જે દિશામાંથી આવી હતી તે જ દિશામાં પાછી ચાલી ગઈ. ત્યારપછી સોમા બ્રાહ્મણી શ્રમણોપાસિકા થઈ ગઈ અને જીવાજીવ આદિ તત્ત્વોની જ્ઞાતા થઈને આત્માને ભાવિત કરતા વિચારવા લાગી. ૦ સોમાની પ્રવજ્યા અને ભાવિ ગતિ :
ત્યારપછી તે સુવ્રતા આર્યા કોઈ સમયે પૂર્વાનુપૂર્વી ક્રમથી વિહાર કરતા – યાવત્ – ફરી પાછા ત્યાં આવ્યા. ત્યારે તે સોમા બ્રાહ્મણી આ સંવાદ સાંભળીને હર્ષિત–સંતુષ્ટ થઈને સ્નાન કર્યું. પૂર્વવત્ ઘેરથી નીકળી – યાવતું – વંદન–નમસ્કાર કર્યો. વંદન–નમસ્કાર કરીને, ધર્મ શ્રવણ કરી – યાવત્ – પ્રતિબદ્ધ થઈ. વિશેષ એ કે, રાષ્ટ્રકૂટની આજ્ઞા લઈશ, ત્યારપછી દીક્ષા લેવા ઇચ્છું છું.