________________
શ્રમણી કથા
૩૬૩
પુરોહિતે સપરિવાર દીક્ષા લીધી, ત્યારે તેમનો સંવાદ સાંભળીને કમલાવતી રાણી પણ વૈરાગ્ય પામ્યા. તેણીએ દીક્ષા લીધી અને મોક્ષે ગયા – આ સમગ્ર કથા ઇષકાર રાજાની કથામાં શ્રમણ વિભાગમાં આપેલ છે. કથા જુઓ – “ઇષકાર".
૦ આગમ સંદર્ભ :– ઉત્ત. ૪૪૪, ૪૭૮, ૪૯૪;
ઉત્ત.નિ. ૩૬૬ + વૃક ઉત્ત.ચૂ. ૨૨૧ થી ૨૩ર મણે,
૦ થશા/જસા કથા :
ઇષકાર નગરીના રાજા ઇષકારના પુરોહિત ભૃગુના પત્નીનું નામ યશા હતું. ભૃગુ પુરોહિત અને તેઓના બંને પુત્રોએ દીક્ષા લીધી. ત્યારે યશાએ પણ દીક્ષા લીધી. યશા શ્રમણી કાળક્રમે મોક્ષે ગયા.
યશાની પૂરેપૂરી કથા, તેણીનો ભૃગુ પુરોહિત સાથેનો સંવાદ, તેમના બંને પુત્રોની દીક્ષા ઇત્યાદિ સંપૂર્ણ વર્ણન (કથાનક) ઇષયાર રાજાની કથામાં શ્રમણ વિભાગમાં આવી ગયેલ છે. કથા જુઓ “ઇષકાર".
૦ આગમ સંદર્ભ :ઉત્ત. ૪૪૪, ૪૭૭, ૪૯૪;
ઉત્ત.નિ. ૩૬૬ + ઉત્ત. યૂ. ૨૨૧, ૨૩૨;
–– » –– –– ૦ રાજીમતી કથા :
| (રાજીમતીની કથાના સંદર્ભ અને કથાનક ભગવંત અરિષ્ટનેમિની કથામાં તીર્થકર વિભાગમાં અને રથનેમિની કથામાં શ્રમણ વિભાગમાં આવી જ ગયેલ છે. અહીં શ્રમણી વિભાગમાં તો રાજીમતી શ્રમણી હોવાથી તેનો પરિચયાત્મક જ ઉલ્લેખ કરેલ છે. તેમજ તેના પૂર્વભવનો ઉલ્લેખ કરેલ છે) ૦ પરિચય :
રાજીમતી ઉગ્રસેન રાજાની પુત્રી હતી. તેના વિવાહ અરિષ્ટનેમિ સાથે નક્કી થયેલા હતા. પણ અરિષ્ટનેમિએ દીક્ષા લીધી, તેથી તેણીએ પણ દીક્ષા લીધી. રાજીમતી અને અરિષ્ટનેમિના નવ પૂર્વભવોથી સંબંધ અને પરસ્પર સ્નેહ વર્તતો હતો. દીક્ષા લઈને રાજીમતી એ જ ભવે મોક્ષે સિધાવ્યા.
તેમના સૌંદર્યમાં મુગ્ધ બનેલા રથનેમિને પણ તેણીએ સ્થિર કરેલ અને પ્રતિબોધ પમાડેલ, ત્યારપછી સ્થિર થયેલ રથનેમિ પણ એ જ ભવે મોક્ષે ગયા. ૦ નોંધપાત્ર મુદ્દાઓ :
– રાજીમતી કન્યા સાથે અરિષ્ટનેમિના વિવાહની વાત- અરિષ્ટનેમિની લગ્ન માટે અનિચ્છા અને રાજીમતીનો વિલાપ– - અરિષ્ટનેમિની દીક્ષા બાદ, રાજીમતીને દીક્ષા લેવા વિચાર- રાજીમતી સાથેના પૂર્વના આઠ ભવોનો અરિષ્ટનેમિ સાથે સંબંધ– અરિષ્ટનેમિના કેવળજ્ઞાનના કેટલાક કાળ પછી રાજીમતીની દીક્ષા