________________
૩૬૪
આગમ કથાનુયોગ-૪
– દીક્ષા વખતની રાજીમતીની વય ૪૦૦ વર્ષની હતી. – કૃષ્ણ વાસુદેવ દ્વારા રાજીમતીને દીક્ષા વખતે આશીર્વચનો– રથનેમિ સાથે રાજીમતીનો સંવેગપૂર્ણ સંવાદ અને હિતશિક્ષા – રાજુમતીને કેવળજ્ઞાન અને પરંપરાએ મોક્ષ
આ સર્વે મુદ્દાઓમાં રાજીમતીની કથા ચાલે છે. જેનું સંપૂર્ણ વર્ણન આ પૂર્વે તીર્થકર વિભાગમાં ભગવંત અરિષ્ટનેમિની કથામાં અને શ્રમણ વિભાગમાં રથનેમિ કથામાં આવી ગયેલ છે. તેથી અહીં પુનરાવર્તન કરેલ નથી.
૦ આગમ સંદર્ભ :દસ. ૫. ૮૭, ૮૮, ઉત્ત. ૮૦૨ થી ૮૪૫ + વૃક ઉત્ત.નિ. ૪૫૧; ઉત્ત.યૂ.પૂ. ૨૬૩;
કલ્પ.વ્યા.૭–વૃત્તિ મળે – ૪ – ૪ –
શ્રમણી કથાઓમાં આગમ ક્રમાનુસાર મૂળ આગમોમાં આવતી કથાઓ ઉપર મુજબ નોંધી છે. તેમાં ઓપનિર્યુક્તિ, પિંડનિર્યુક્તિ અને પન્ના–આગમોમાં આવતા લઘુદષ્ટાંતનો અહીં સમાવેશ કર્યો નથી. તે-તે દૃષ્ટાંત કે અતિલઘુકથા દૃષ્ટાંત આદિ વિભાગોમાં નોંધેલ છે. – ૮ – ૮ –
હવે શ્રમણી કથાઓનો બીજો વિભાગ શરૂ થશે. તેમાં આગમોની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણ, વૃત્તિની વધારાની કથા આવશે જે આગમક્રમમાં નહીં પણ | કક્કાવારી–અકારાદિ ક્રમમાં કથા નોંધેલ છે
શ્રમણી કથા-આગમોની નિર્યુક્તિ,
ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ આધારે ૦ અંગારવતી કથા :
(આવશ્યક નિર્યુક્તિ૮૭ની ચૂર્ણિ અને વૃત્તિમાં દ્રવ્ય પરંપરાના સંબંધમાં અપાયેલ દષ્ટાંતમાં કથા અનુસંધાને છેલ્લે એક વાક્ય નોંધાયું છે કે, પ્રદ્યોત રાજાની અંગારવતી આદિ આઠ રાણીએ પણ દીક્ષા લીધી. તો આ અંગારવતી કોણ ?)
વારત્તઋષિ કોઈ વખતે વિહાર કરતા સુસુમારપુર પહોંચ્યા. ત્યાં ધુંધુમાર નામે રાજા હતો. તેને અંગારવતી નામે પુત્રી હતી. તે શ્રાવિકા હતી.
ત્યાં કોઈ પરિવારિકા આવી. તેણીની સાથે વાદ થતાં અંગારવતીએ તેણીને વાદમાં પરાજિત કરી. ત્યારે પરિવારજકાને તેણી પર દ્વેષ ઉત્પન્ન થયો. પરિવ્રાજિકાએ વિચાર્યું કે, હું આને કોઈની શોકય પત્ની બનાવું અર્થાત્ જેને પત્ની હોય તેવા સાથે જ પરણાવવા કંઈક કપટ કરે જેથી તેણી વિપત્તિમાં આવી જાય.
ત્યારપછી તે પરિવારિકા અંગારવતીનું ચિત્ર એક પાટીયા પર ચિત્રિત કરીને રાજા પ્રદ્યોત પાસે ગઈ. પ્રદ્યોત રાજાને અંગારવતીનું ચિત્ર બતાવ્યું. ત્યારે રાજપ્રદ્યોતે પૂછયું કે, આવી સુંદર કન્યા કોણ છે ? તેણીએ અંગારવતીની વાત કરી. ત્યારે પ્રદ્યોતે ત્યાં દૂતને રવાના કર્યો. તે દૂતનો અસત્કાર કરી ધુંધુમાર રાજાએ કાઢી મૂક્યો અને કહ્યું કે, વિવાહો