________________
૩૫૦
આગમ કથાનુયોગ-૪
૦ પાંડુ આર્યા કથા :
(પંકર – પાંડુરાર્યાની કથા આવશ્યકમાં “માયા”ના વિષયમાં આવે છે. ગચ્છાચાર પ્રકિર્ણકમાં અને ભક્ત પરિજ્ઞામાં “માયા”ના દૃષ્ટાંતરૂપે “પાંડુ આર્યા"નું દૃષ્ટાંત આવે છે.)
માયાના વિષયમાં પંડર/પંડુ આર્યા નામના સાધ્વી થયા. તે વિદ્યાસિદ્ધ હતા. ઘણાં જ અભિઓગને જાણતા હતા. લોકો તેની પાસે મસ્તક નમાવતા આવતા. તેણીએ કોઈ દિવસે આચાર્ય ભગવંતને કહ્યું કે, મને ભક્ત પચ્ચક્ખાણ કરાવો. ત્યારે ગુરુએ બધાંને પચ્ચક્ખાણ કરાવ્યા. ત્યારપછી ભક્ત પચ્ચક્ખાણ કરીને તે પંડ્રા એકલા રહેવા લાગ્યા. તેની પાસે કોઈ આવતું ન હતું. ત્યારે તેણીએ વિદ્યાપ્રયોગથી આહ્વાન કર્યું. લોકો પુષ્પ અને ગંધાદિ લઈને ત્યાં આવવા લાગ્યા.
ત્યારે આચાર્યએ પૂછયું કે, આ લોકો કેમ આવી રહ્યા છે ? લોકોએ કહ્યું, અમે જાણતા નથી. ત્યારે પંડુરજ્જાને પૂછયું ત્યારે તેણીએ કહ્યું, હા, મેં વિદ્યા દ્વાર આ લોકને આવતા કર્યા છે. આચાર્યએ તેણીને વોસિરાવવા કહ્યું. ત્યારે તેણીએ વોસિરાવ્યું. લોકો આવતા અટકી ગયા. તેણી ફરી એકાકી થઈ, ફરી વિદ્યાપ્રયોગથી આહ્વાન કર્યું. ફરી લોકો આવતા થયા. ત્યારપછી પંદરજ્જા તેના આ સાવદ્યકાર્યની આલોચના કર્યા સિવાય કાળધર્મ પામીને સૌધર્મકલ્પમાં ઐરાવણ (હાથી) દેવની અગ્રમહિષી થઈ, ત્યારે આવીને ભગવન્નની સમીપે રહીને હાથણી થઈને મોટા (ઊંચા) શબ્દોથી વાયુકર્મ કરવા લાગી
જ્યારે ભગવંતને પૂછવામાં આવ્યું ત્યારે તેણીનો પૂર્વભવ કહ્યો. જેથી અન્ય કોઈપણ સાધુ સાધ્વી એ પ્રમાણે માયા ન કરે. (- દશાશ્રુતસ્કંધ-નિર્યુક્તિ)
(નિશીથ સૂત્રમાં પણ જણાવે છે કે – પાર્થસ્થી અને શરીરોપકરણબકુશ નિત્ય ક્ષેત વસ્ત્ર પરિહરીને રહેતા હોવાથી તેનું “પંડરજ્જા” એવું નામ લોકોએ પાડી દીધું. તેણી પણ વિદ્યા, મંત્ર, વશીકરણ, ઉચ્ચાટન, કૌતુકમાં કુશળ હોવાથી લોકો પર તેણી આ પ્રયોગો કરતા હતા. લોકો પણ તેની પાસે નતમસ્તકે અને અંજલિપૂર્વક આવીને ઊભા રહેતા હતા.
ક્યારેક વૈરાગ્યભાવને પામીને તેણીએ ગુરુને વિનવણી કરી – આપ મને આલોચના પ્રદાન કરો. આલોચના કરીને પુનઃ વિજ્ઞપ્તિ કરી – હું દીર્ધકાળ પ્રવજ્યા પાલન કરવા સમર્થ નથી. ત્યારે ગુરુની પાસે વિદ્યા મંત્રાદિ બધો જ ત્યાગ કર્યો. પરિન્ન થઈ અશન આદિના પ્રત્યાખ્યાન કર્યા. આચાર્યએ ઉભયવર્ગને કહ્યું કે, આ વાત લોકોને કરવી નહીં. ત્યારપછી તેણીએ ભક્તપ્રત્યાખ્યાન કરી જ્યાં ઘણા જનો રહેતા હોય ત્યાં રહેવાનું છોડી દીધું. અલ્પ એવા સાધુ-સાધ્વી પરિવાર મધ્યે રહેવા લાગ્યા. ત્યારે તેણીએ અરતિ પામીને મનથી લોકવશીકરણ વિદ્યાનું આહ્વાન કર્યું.
ત્યારે લોકો હાથમાં પુષ્પ, ધૂપ, ગંધ લઈને અલંકૃત્—વિભૂષિત થઈને વંદન કરવા આવવા લાગ્યા. આચાર્ય ભગવંતે ઉભયવર્ગને પૂછયું, લોકો કેમ આવે છે ? તેઓએ કહ્યું અમે કંઈ જાણતા નથી. પંડરજ્જાને પૂછયું ત્યારે તેણી બોલી મેં વિદ્યા અભિયોગથી આમ કરેલ છે. ગુરુએ કહ્યું, આપણે આમ કરવું કલ્પતું નથી. ત્યારે પંડરજ્જાએ પ્રતિક્રમણ કર્યું આ રીતે ત્રણ વખત સમ્યક્ પ્રતિક્રમણ કર્યું. ચોથી વખત પૂછયું ત્યારે તેણીએ સત્ય વાત ન જણાવી.