SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ કથા ૨૭ સર્વાલંકારથી વિભૂષિત કોઈ સુંદર સ્ત્રી, તે સાધુને વહોરાવવાને માટે તેમજ વંદના દ્વારા સત્કારપૂર્વક પ્રતિલાભિત કરવા વિનંતી કરી રહી હતી. પરંતુ સાધુ તે સર્વેથી વિરક્ત થઈ માત્ર અવલોકન કરતા ઊભા હતા. તે જોઈને ઇલાપુત્રે વિચાર્યું કે અહો ! તત્વના જ્ઞાતા, સ્ત્રીથી પરાગમુખ રહેનારા, પોતાના દેહની પણ દરકાર નહીં કરનારા અને કેવલ મોક્ષાભિલાષી એવા આ મુનિઓને ધન્ય છે. – આ મુનિ કે જેઓ આવી સુંદર શરીરવાળી, મારી નટકન્યાથી પણ અત્યધિક રૂપવાળી સ્ત્રી મોદકાદિ આપવાને વિનંતી કરે છે, તો પણ તે મુનિ તેની સામું પણ જોતા નથી. હું કેવો રાગાંધ છું કે જે આ નીચ કન્યા પર આસક્ત થયો છું. મારા આવા કૃત્યને ધિક્કાર છે. આ સંસારના સ્વરૂપને પણ ધિક્કાર છે, આ પ્રમાણે ઇલાપુત્ર વિષયથી વિરક્ત થયા. તેને વૈરાગ્યભાવ ઉત્પન્ન થયો. શુભધ્યાને આરૂઢ થયેલા ઇલાપુત્રને સામાયિક ચારિત્ર પર્યત સર્વભાવ સ્પર્શી ગયા. ત્યાંજ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારે તે નટકન્યાને પણ વૈરાગ્યભાવ ઉત્પન્ન થયો. તે વખતે રાણી પણ વૈરાગ્યવાનું બન્યા. રાજાને પણ પુનરાવૃત્તિથી વૈરાગ્યભાવ પ્રગટ થયો. એ પ્રમાણે ઇલાપુત્ર, નટકન્યા, રાણી, રાજા ચારેને પણ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ચારે સિદ્ધ થયા – મોક્ષે ગયા. એ પ્રમાણે સત્કાર વડે સામાયિક પ્રાપ્ત થાય છે. (અન્યત્ર આ કથાનો વિસ્તાર કરતા જણાવે છે કે, ઇલાપુત્ર કેવલીને દેવતાએ સાધુવેશ અર્પણ કર્યો. તે ધારણ કરી ઇલાપુત્રે ધર્મદેશના આપી. તે સાંભળી રાજા આદિએ તેમને નટી ઉપર થયેલા રાગનું કારણ પૂછયું. ત્યારે ઇલાપુત્ર કેવલીએ પોતાનો પૂર્વભવ કહ્યો – વિશેષમાં જણાવ્યું કે – પૂર્વભવમાં મારે તેની ઉપરનો ગાઢ કામરાગ હતો. તેથી આ ભવમાં પણ અતિરાગ થયો. કેમકે પ્રાણીના વેર અને સ્નેહ ભવાંતરગામી હોય છે. આ કથન સાંભળીને નટીને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેણીએ વિચાર્યું કે, મારા રૂપને ધિક્કાર છે કે જેને કારણે આવા શ્રેષ્ઠીપુત્ર તથા રાજાદિ લોકો પણ દુર્વ્યસનમાં પડ્યા. હવે મારે વિષયસુખથી સર્યું. આવી ભાવનાથી નટીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે વખતે નૃત્યકલા જોવા બેઠેલી રાણીએ ચિંતવ્યું કે, અહો આ રાજા થઈને પણ આવા અધમકુળમાં ઉત્પન્ન થયેલી નટી ઉપર મોહ પામ્યા. માટે આવા વિષય વિલાસને ધિક્કાર છે. આવી ભાવના ભાવતા તેણીને પણ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. એ જ પ્રમાણે રાજાને પણ કેવળજ્ઞાન થયું. બધાં મોક્ષે ગયા.) ૦ આગમ સંદર્ભઃસૂય. ૪૨૪ની દ્ર સૂય યૂ.પૃ. ૨૧૧; મરણ. ૪૮૪; આવ.નિ ૮૪૬, ૮૬૫, ૮૭૮ + વૃ આવ રૃ૧–પૃ. ૪૮૪, ૪૯૮; — — — — — ૦ ગણધર ઋષભસેન કથા : ભરત ચક્રવર્તી રાજાના પ્રથમ પુત્રનું નામ ઋષભસેન હતું. જ્યારે તીર્થકર ઋષભને કેવળજ્ઞાન થયું ત્યારે પ્રથમ સમવસરણ રચાયું. ભગવંત ઋષભે શક્ર આદિ તે પર્ષદાને ધર્મકથા કહી, ત્યારે ઋષભસેન તે ધર્મ સાંભળીને વૈરાગ્યવાનું થયા. તેણે પ્રવજ્યા
SR No.005011
Book TitleAgam Kathanuyoga Gujarati Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy