________________
૧૦૪.
આગમ કથાનુયોગ-૪
પ્રતિમાએ રહ્યા છે, અંધકારમાં કંઈ પ્રવેશે નહીં માટે તેણીએ ફરીથી દીવામાં તેલ પૂર્યું.
એ જ રીતે બીજા પ્રહરે પણ દાસીએ દીવામાં તેલ પૂર્યું. એ દિવો અર્ધ રાત્રમધ્યરાત્રિ સુધી પ્રજ્વલિત રહ્યો, ફરીથી તેણીએ તેલ પૂર્યું. એ રીતે ત્રીજા પ્રહરના અંત સુધી દીવો જલતો રહ્યો, પછી છેલો પ્રહર આવ્યો ત્યારે પણ ફરીથી દીવામાં તેલ પૂરી દીધું. એ રીતે આખી રાત્રિ દીવો જલતો રહ્યો. રાજાને અભિગ્રહ હોવાથી તેણે પ્રતિમા પારી નહીં. રાજા શરીરેથી સુકુમાલ હોવાને કારણે આખી રાત્રિ આ રીતે પસાર કરતા, વેદનાથી અભિભૂત થઈને તે કાળધર્મ પામ્યા – મૃત્યુ પામ્યા.
(નોંધ – આ કથા શ્રાવક વિભાગની કથા છે કેમકે તેમણે શ્રાવકપણામાં પૌષધ્ધતિમા અંગીકાર કરેલી. પરંતુ માત્ર સળંગ કથા હોવાને કારણે અહીં આપેલ છે. આ કથા શ્રમણ વિભાગની કથા નથી)
ત્યારપછી સાગરચંદ્ર રાજા થયો, કોઈ દિવસે માતાની શોક્ય (સપત્ની) એ કહ્યું કે, આ રાજ્યને તારા પુત્રએ ગ્રહણ કરેલ છે. હું પ્રવજ્યા લેવા ઇચ્છું છું. પણ, સાગરચંદ્રની માતા તેમ ઇચ્છતી ન હતી. તેણી યાનમાં નીકળી ત્યારે રાજ્યલક્ષ્મીને દીપ્યમાન જોઈને વિચારવા લાગી કે, મારા પુત્રને રાજ્ય મળે તે ઇષ્ટ નથી, આ તરફ શોક્યપત્ની તેને મારી નાંખવા માટે છિદ્રો શોધવા લાગી.
કોઈ વખતે સાગરચંદ્ર ભૂખથી પીડાતો હતો. તેણે રસોઈયાને સંદેશો આપ્યો. પૂર્વે જે કંઈ બનાવીને રાખ્યું હોય તે હું ખાઈ લઈશ, રસોઈયાએ સિંહુકેશરિક લાડુ દાસીના હાથમાં આપી, તેને રવાના કરી, ત્યારે તેની સાવકી માતા પ્રિયદર્શનાએ તે જોયું. ત્યારે દાસીને કહ્યું કે, મને જોવા દે, ભોજનમાં શું છે ય દાસીએ તે મોદક (લાડ) તેણીને આપ્યા. પ્રિયદર્શનાએ પૂર્વેથી તેણીના હાથ વિષ વડે લીંપી રાખ્યા હતા. તેના વડે તેણીએ મોદકને વિષથી લિંપિત કરી દીધા. ત્યારપછી બોલી કે, અહો ! ઘણાં સુગંધી મોદક છે, એમ કહીને તે મોદક દાસીને પાછા આપ્યા.
ત્યારપછી દાસીએ જઈને તે મોદક રાજા સાગરચંદ્રને આપ્યા. તે વખતે તે બંને કુમારે ત્યાં સાથે જ ઊભા હતા. રાજાએ વિચાર્યું કે, આ બંને સુધારૂં હોય ત્યારે હું કેમ આ મોદક ખાઈ શકું ? રાજાએ મોદકના બે ભાગ કરી તે બંનેને આપી દીધા. તે બંનેએ ખાવાનો આરંભ કર્યો. તે બંનેના શરીરમાં વિષ-ઝેર ચડવાનું શરૂ થયું. રાજાએ સંભ્રાન્ત થઈને વૈદ્યોને બોલાવ્યા. વૈદ્ય તેઓને સુવર્ણનું પાન કરાવ્યું. ત્યારે તે બંને સાજા થયા (વિષરહિત થયા.)
ત્યારપછી રાજાએ દાસીને બોલાવી. તેણીને પૂછયું કે, તું મોદક લાવી ત્યારે કોઈને તેની જાણ હતી કે કેમ ? દાસી બોલી કે ફક્ત આ બે કુમારોની માતા પ્રિયદર્શના તે વાત જાણતા હતા. પછી સાવકી માતાને બોલાવીને પૂછયું, હે પાપી ! જ્યારે રાજ્ય અપાતું. હતું ત્યારે ઇડ્યું નહીં, હવે પરલોકના ભાતારૂપ સંસારમાં નાંખવા ઇચ્છે છે. ત્યારે તેમને બંનેને રાજ્ય આપી સાગરચંદ્રએ દીક્ષા લીધી.
(આવશ્યક પૂર્ણિમાં આ કથા આ પ્રમાણે જ છે – મહત્ત્વનો ફર્ક એ છે કે તેમાં સાગચંદ્રના સ્થાને ગુણચંદ્રનું નામ છે અર્થાતું ચંદ્રાવતંસક રાજાના મૃત્યુ બાદ ગુણચંદ્ર રાજા થયો. શેષકથા ઉપર મુજબ જ છે. છેલ્લે ગુણચંદ્રરાજાએ દીક્ષા લીધી તેમના ગુરુનું નામ સાગરચંદ્ર હતું. (આ સાગરચંદ્ર