________________
શ્રમણ કથા
૧૮૯
આત્માનુગ્રહ બુદ્ધિથી ભગવંતની વૈયાવચ્ચ–ભક્તિ કરતા હતા. તેથી જ કહેવાયુ છે કે
લોહ સમાન વર્ણવાળા એવા શાંતિ–લમ લોહાર્યને ધન્ય છે, જે જિનેશ્વર (ભગવંત મહાવીર)ના ઇચ્છિત ભોજન–પાનને લાવતા હતા.
આ પ્રમાણે સાધુએ ભક્તિ કરવી જોઈએ. ૦ આગમ સંદર્ભ :વવ.ભા. ૨૬૬૭ + ૪ આવ યૂ.૧–પૃ૨૭૧;
આવ.મ.પૃ. ૨૬૮; – ૪ –– » –– ૦ વજસ્વામી કથા :
તપ, નિયમ, ગુણ વડે વજસમાન એવા વજસ્વામીને નમસ્કાર થાઓ. ૦ પૂર્વભવ અને ગૌતમસ્વામી દ્વારા બોધ :
વજસ્વામી પૂર્વભવમાં શક્ર દેવરાજના વૈશ્રમણના સામાનિક દેવ હતા. ભગવંત મહાવીરે લાભનું કારણ જાણી જ્યારે ગૌતમસ્વામીને અષ્ટાપદ ચૈત્યે જવાનું કહ્યું – ચાવતું – ગૌતમસ્વામી પણ ચૈત્યોની વંદના કરીને ઇશાન ખૂણામાં પૃથ્વીશિલાપટ્ટને ઉત્તમ એવા અશોકવૃક્ષની નીચે રાત્રિ નિવાસ કરવાને આવ્યા. ત્યારે શક્રનો લોકપાલ વૈશ્રમણ અષ્ટાપદે ચૈત્યવંદનાર્થે આવ્યો. તેણે ચૈત્યોની વંદના કરી. ગૌતમસ્વામીને વંદના કરી.
ત્યારપછી ધર્મકથા અવસરે ભગવદ્ ગૌતમે સાધુના ગુણોનું વર્ણન કર્યું. જેમકે ભગવંતના સાધુઓ અંત્યાહાર કરે છે, પ્રાંતાહાર કરે છે વગેરે દશાર્ણભદ્ર કથા મુજબ જાણવા. વૈશ્રમણે વિચાર કર્યો કે આ ભગવદ્ સાધુના આવા ગુણોનું વર્ણન કરે છે. પણ તેના પોતાના શરીરની જે સુકમારતા છે, તેવી દેવોના શરીરની પણ નથી. ત્યારે ભગવનું ગૌતમે તેની આતુરતા જાણીને પુંડરીક નામના અધ્યયનની પ્રરૂપણા કરી. જેમકેપંડરીકિણી નગરી હતી, ત્યાં પુંડરીક રાજા હતો, કંડરીક યુવરાજ હતો. ઇત્યાદિ નાયાધમ્મકહા' આગમમાં આવે છે તે સર્વ કથા કરી. (આવ યૂ.૧–પૃ. ૩૮૪ થી ૩૮૯માં પણ આ કથા આપી છે.)
ત્યારપછી સારાંશ રૂપે કહ્યું, તું બળપણું કે દુર્બળપણે વિચાર નહીં, કેમકે કંડરીક દુર્બળ હોવા છતાં આર્તધ્યાનથી દુઃખાર્ત થઈને, મૃત્યુ પામીને સાતમી નરકે ઉત્પન્ન થયો.
જ્યારે પુંડરીક પ્રતિપૂર્ણ સુંદર શરીરવાળા હોવા છતાં સર્વાર્થસિદ્ધ વિમાને ઉત્પન્ન થયા. એ પ્રમાણે હે દેવાનુપ્રિય ! દુર્બળ કે બળવાપણું એ સાધુતામાં કારણભૂત નથી. અહીં ધ્યાનનો નિગ્રહ કરવો એ મહત્ત્વનું છે. ધ્યાનનિગ્રહ એ જ પરમ પ્રમાણ છે ત્યારે તે વૈશ્રમણ દેવને થયું કે, અહો ! મારા હૃદયના ભાવો જાણીને ભગવદ્ ગૌતમે આ પ્રમાણે બોધ આપ્યો છે. ત્યારે તે સંવેગને પામીને તેમને વંદન કરીને ગયો.
તે વખતે વૈશ્રમણનો એક સામાનિક દેવ જંભક હતો. તેણે તે પુંડરીક અધ્યયનને અવધારિત કર્યું. તે તુરંત સમ્યકત્વ પામ્યો. દીક્ષાના મનોરથોને દઢ કર્યા અને આગામી મનુષ્યભવે દીક્ષા લેવા કટીબદ્ધ થયો.
ત્યારપછી અવંતિજનપદના તુંબવન સન્નિવેશમાં ધનગિરિ નામના શ્રેષ્ઠીને ત્યાં તે વૈશ્રમણ સામાનિક–જંભક દેવ દેવલોકથી ચવીને પુત્રપણે ઉત્પન્ન થયો. તે ધનગિરિ