________________
૧૯૦
આગમ કથાનુયોગ-૪
શ્રાવક હતો અને દીક્ષા લેવાની ઇચ્છાવાળો હતો. પણ તેના માતાપિતા તેને રોકતા હતા. તેઓ તેમના વિવાહ કરવા માંગતા હતા. પણ જ્યાં જ્યાં તેના વિવાહ નક્કી કરતા, ત્યાં
ત્યાં જઈને ધનગિરિ કહી દેતા કે, હું પ્રવજ્યા અંગીકાર કરવાની ઇચ્છાવાળો છું, એમ કરીને તેઓ તે કન્યાના લગ્નના પરિણામ ફેરવી નાંખતા હતા. ત્યારે ધનપાલ શ્રેષ્ઠીની પુત્રી સુનંદાએ તેને પરણવાનું નક્કી કર્યું. (જેનું આવશ્યક ચૂર્ણિમાં નામ “સુનંદાને બદલે “નંદા" નોંધાયેલ છે.)
સનંદાના ભાઈ આર્યસમિતની તે પહેલાં જ આર્ય સિંગિરિ પાસે દીક્ષા થયેલી. તે સુનંદા ધનગિરિ સાથે પરણી. પેલો વૈશ્રમણ જૈભકદેવ સુનંદાની કુક્ષિમાં ગર્ભપણે ઉત્પન્ન થયો. ત્યારે ધનગિરિએ કહ્યું કે, હવે તારી સંભાળ લેનાર આ ગર્ભ તારે ઉત્પન્ન થયો છે, તેથી હું હવે આર્ય સિંગિરિ પાસે જઈને દીક્ષા લઈશ. ૦ વજનો જન્મ અને દીક્ષાના પરિણામ :
સુનંદાએ પણ નવ માસ ગયા બાદ પુત્રનો જન્મ થયો. તે વખતે ત્યાં આડોશપાડોશની ઘણી સ્ત્રીઓ આવી અને બોલવા લાગી કે, જો આના પિતાએ દીક્ષા ન લીધી હોત તો આ બાળકનો જન્મોત્સવ ઘણો જ સુંદર ઉજવાત. તે બાળકે સંજ્ઞીપણાથી – જાણ્યું કે, મારા પિતા પ્રવ્રજિત થયા છે ત્યારે પ્રવજ્યા-દીક્ષા શબ્દ સાંભળતા જ આ શબ્દ મેં જ્યાંક સાંભળ્યો છે. તેવું અનુભવવા લાગ્યો. તે વિશે વિચારણા કરતા–કરતા તે બાળકને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પૂર્વભવે ગૌતમસ્વામીએ પ્રતિબોધ કરેલ તે વાત યાદ આવી.
ત્યારે તે બાળકે (દીક્ષાના પરિણામથી) રાત્રિ-દિવસ રોવાનું શરૂ કર્યું. તેના મનમાં એક જ વિચારણા હતી કે, જો આ રીતે હું રડ્રયા જ કરીશ, તો જ મારી માતા વગેરે કંટાળી જશે, તો જ હું સુખપૂર્વક પ્રવજ્યા અંગીકાર કરી શકીશ. આ પ્રમાણે રડતારડતા છ માસ વીતી ગયા. ત્યારે કોઈ દિવસે આચાર્ય (સિંહગિરિ) ત્યાં પધાર્યા. ત્યારે આર્યસમિત અને ધનગિરિમુનિએ આચાર્ય ભગવંતને પૂછયું, આપ આજ્ઞા આપો તો અમે કુટુંબીજનોને જોવા જઈએ – મળવા જઈએ.
ત્યારે આચાર્ય ભગવંતે આજ્ઞા આપીને કહ્યું, શકુન જોઈને નીકળજો, મહાનું લાભ પ્રાપ્ત થશે. તમને સચિત્ત કે અચિત્ત જે કંઈ મળે તે બધું જ ગ્રહણ કરી લેવું. પછી આર્યસમિત અને આર્યધનગિરિ બંને ગયા. લોકોએ તેમને ઉપસર્ગ કરવાના શરૂ કર્યા. પાડોશની સ્ત્રીઓ પણ કહેવા લાગી – આના બાળકને તમે સાચવો: ત્યારે પૂછયું કે, તું કેમ રાખવા ઇચ્છતી નથી ? ત્યારે સુનંદાએ કહ્યું, આટલો કાળ મેં તેનું સંગોપન—ઉછેર કર્યો. હવે તમે તેનું સંગોપન–પાલનપોષણ કરો. ત્યારે આર્ય ધનગિરિએ કહ્યું કે, જો જે પાછળથી તને પસ્તાવો ન થાય કે મેં કયા મારા પુત્રને સોંપી દીધો. પણ સુનંદા તથા પાડોશીઓ બાળકના રડવાથી કંટાળી ગયા હતા. તેથી પાડોશીની સાક્ષી રાખીને બાળકને ગ્રહણ કર્યો. જેથી પછી કોઈ એમ ન કહે કે, સાધુ બાળકને ઉઠાવી ગયા. ૦ સાધુ દ્વારા વજને લઈ જવો, સજ્જાતરને ત્યાં ઉછેર :
તે બાળક ત્યારે છ માસનો હતો, તેથી ચોલપટ્ટક દ્વારા પાત્ર બાંધીને ઝોળી