SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણી કથા ૩૦૯ નીકળી – યાવતુ – પર્ષદા પર્યાપાસના કરવા લાગી. તે કાળે, તે સમયે રૂપા નામની દેવી રૂપાનંદા નામક રાજધાનીમાં રૂપકાવતંસક ભવનમાં રૂપક નામના સિંહાસન પર બેઠી હતી. ઇત્યાદિ. શેષ વર્ણન કાલીદેવીના અધ્યયનની સમાન જાણવું. – વિશેષ માત્ર એટલું કે – પૂર્વ ભવમાં ચંપા નામે નગરી હતી, ત્યાં પૂર્ણભદ્ર ચૈિત્ય હતું. ત્યાં રૂપક નામનો ગાથાપિત હતો. તેને રૂપકશ્રી નામની પત્ની હતી અને તેને રૂપા નામની પુત્રી હતી – શેષ સર્વ કથન કાલીદેવી કથા મુજબ આવશે. વિશેષ એ કે રૂપા આર્યા કાળધર્મ પામીને ભૂતાનંદ નામના ઇન્દ્રની અગ્રમહિષીરૂપે ઉત્પન્ન થયા. તેમની દેવીપણાની સ્થિતિ કિંચિત્ ન્યૂન એક પલ્યોપમની હતી. રૂપાની કથા મુજબ જ સુરૂપા, રૂપંશા, રૂપકાવતી, રૂપકાંતા અને રૂપપ્રભા એ પાંચે દેવીઓની કથા જાણવી. આ વર્ગમાં ચોપન અધ્યયન અર્થાત્ ચોપન કથાઓ છે. જેમાં ભૂતાનંદ ઇન્દ્રની રૂપા, સુરૂપ આદિ છ કથાઓ ઉપર નોંધી છે. એ જ રીતે બાકીના આઠ ઉત્તર દિશાવર્તી ઇન્દ્રો વેણુદાલી, હરિસ્સહુ, અગ્રિમાણક્ક વિશિષ્ટ, જલપ્રભ, અમિતવાહન, પ્રભંજન અને મહાઘોષની પણ છ-છ અગમહિષીઓની કથા આ પ્રમાણે જ જાણવી. ૦ આગમ સંદર્ભ :ઠા. પપ૯; ભગ. ૪૮૯; નાયા. રર૭; ૦ કમલા આદિ કથા : (નાયાધમકહામાં બીજા ગ્રુતસ્કંધના પાંચમાં વર્ગમાં કમલા આદિ બત્રીશ અધ્યયન છે. આ બધાં જ શ્રમણીઓ કાળધર્મ પામીને દક્ષિણ દિશાવત પિશાચકુમાર આદિ ઇન્દ્રોની અગ્રમહિષીઓ થયા. તે કમલા આદિ બત્રીશ દેવીઓ આ પ્રમાણે છે – આઠ વ્યંતરની ચાર-ચાર એ રીતે બત્રીશ દેવીઓ છે. (૧) કમલા, (૨) કમલપ્રભા, (૩) ઉત્પલા, (૪) સુદર્શના, (૫) રૂપવતી, (૬) બહુરૂપા, (૭) સુરૂપા, (૮) સુભગા, (૯) પૂર્ણા, (૧૦) બહુપુત્રિકા, (૧૧) ઉત્તમાં, (૧૨) ભારિકા, (૧૩) પન્ના, (૧૪) વસુમતી, (૧૫) કનકા, (૧૬) કનકપ્રભા, (૧૭) અવતંસા, (૧૮) કેતુમતી, (૧૯) વજસેના, (૨૦) રતિપ્રિયા, (૨૧) રોહિણી, (૨૨) નવમિકા કે નમિતા (૨૩) હી (૨૪) પુષ્પવતી, (૨૫) ભુજગા, (૨૬) ભુજગવતી, (૨૭) મહાકચ્છા (૨૮) અપરાજિતા કે ફૂડા (૨૯) સુઘોષા, (૩૦) વિમલા (૩૧) સુસ્વરા અને (૩૨) સરસ્વતી. આ બત્રીશ કથાઓ છે. ૦ કમલા કથા :
SR No.005011
Book TitleAgam Kathanuyoga Gujarati Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy