SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ આગમ કથાનુયોગ-૪ ૦ આગમ સંદર્ભ :ગચ્છા. ૮૪ ની # નિસીભા ૨૩૫૧ની ચૂત બુહ.ભા. ૫૪૫૪, ૫૫૫ + ; – ૪ – ૪ – ૦ સહદેવ કથા - હસ્તિનાપુરના પાંડુરાજાના પાંચ પુત્રોમાંના પાંચમો પુત્ર સહદેવ હતો. તેણે છેલ્લે દીક્ષા અંગીકાર કરી અને મોક્ષે ગય. (આ સમગ્ર કથા પાંડવ કથા તથા દ્રૌપદી કથામાં છે. શ્રમણ વિભાગમાં – પાંડવ કથા અને શ્રમણી વિભાગમાં દ્રૌપદી કથા જોવી.) ૦ આગમ સંદર્ભ :નાયા. ૧૭૦, ૧૮૨; ૦ શાલિભદ્ર કથા :૦ પૂર્વભવ : ધનધાન્યથી સમૃદ્ધ એવું શાલિગ્રામ નામે પ્રસિદ્ધ ગામ હતું. ત્યાં કોઈ ઋદ્ધિસંપન્ન શેઠને ઘેર દરિદ્ર એવી ધન્યા નામે દાસી હતી. તે દાસીને સંગમ નામે એક પુત્ર હતો. તે લોકોના ગાય-વાછરડાંને ચરાવતો હતો. કોઈ વખતે સંગમે માતા પાસે રૂદન કરી ખીરની માંગણી કરી. માતા ઘણી ગરીબ હોવાથી ખીર આપી શકતી નથી. ત્યારે માતા પણ રડવા લાગી. પાડોશણોએ એકઠી મળી રૂદનનું કારણ પૂછ્યું. ત્યારે તે ગોવાલણનો સત્ય વૃત્તાંત જાણી ચોખા, દૂધ, ખાંડ આદિ સર્વ સામગ્રી આપી. માતાએ પણ સ્વાદયુક્ત ખીર પકાવી. થાળમાં પુત્રને ખીર આપી. તે બહારના કામે ચાલી. ત્યારે તેના ઘેર માસક્ષમમના તપસ્વી આવી પહોંચ્યા. સંગમને થયું કે, અહો ! આવા ઉત્તમ તપસ્વી આવ્યા છે તો પહેલાં હું તેમને આ ખીર આપું. તેણે થાળમાંની બધી જ ખીર બહુમાનપૂર્વક સાધુને વહોરાવી દીધી. મુનિએ પણ તેનો ભાવ જોઈને ખીર ગ્રહણ કરી. વહોરાવ્યા બાદ સંગમ ખૂબ જ હર્ષિત અને સંતુષ્ટ થયો. જ્યારે તેની માતા પાછી ફરી ત્યારે થાળ ખાલી જોઈને બીજી ખીર આપી. તે બધી ખીર ખાઈ ગયો. પણ તેને એ ખીર પચી નહીં અને તે જ દિવસે તેને વમન – થવા લાગ્યું. તે જ રાત્રે મૃત્યુ પામ્યો. સુપાત્રના દાનથી તેણે ભોગ-સમૃદ્ધિયુક્ત એવું મનુષ્યગતિનું આયુષ્ય બાંધ્યું. (ગ્રંથાન્તરમાં આવતી કથા પ્રમાણે પૂર્વભવે તે કૃપણ ધનપાલ શ્રેષ્ઠી હતો અને તે ભવે સાધુને વહોરાવવાનો તેને છેલ્લે ભાવ થયેલો. તે ભવે આવા ઉત્તમ ભાવપૂર્વક જ સહસા મૃત્યુ પામેલો. તે ભવમાં પોતાના એક વાણોત્તરને તેણે તીર્થયાત્રા માટે કેટલાંક સોનૈયા ઉધાર આપ્યા હતા. તેનું નામ તેજપાલ હતું. તેજપાલનું તીર્થયાત્રા દરમ્યાન જ મૃત્યુ થયું. તે મૃત્યુ પામીને રાજગૃહ નગરે ગોભદ્ર નામે શ્રેષ્ઠી થયા. ધનપાલ તેની કૃપણતાને લીધે મરીને સંગમ નામે ગોવાળ થયો. પણ પૂર્વભવનો સાધુને વહોરાવવાનો ભાવ હોવાથી સંગમના ભવમાં સાધુને જોતાં જ વહોરાવવા માટેનો ભાવ પુનઃ જાગૃત થયો. અલબત્ત, આ કથા આગમેતર ગ્રંથમાં છે. આગમમાં આ પૂર્વભવ અમને કયાંય જોવા મળેલ નથી.)
SR No.005011
Book TitleAgam Kathanuyoga Gujarati Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy