SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ આગમ કથાનુયોગ-૪ કોઈ વખતે અંગર્ષિ અટવીમાંથી લાકડા કાપી ભારને ગ્રહણ કરી પાછો આવતો હતો. ક આખો દિવસ ભટકતો રહ્યો. સંધ્યાકાળે તેને યાદ આવ્યું કે, લાકડાનો ભારો લઈ જવાનો છે. ત્યારે તે અટવીમાં દોડ્યો. તેણે અંગર્ષિને લાકડાનો ભારે લઈને આવતા જોયો. તે વિચારવા લાગ્યા કે મને ઉપાધ્યાય કાઢી મુકશે, હવે મારે શું કરવું? એટલામાં જ્યોતિર્યશા નામની વત્સપાલિકા પુત્ર પંથકને માટે ભોજન લઈને, લાકડાનો ભારો લઈને આવતી હતી, ત્યારે રકકે તેને મારીને એક ખાડામાં નાખી દીધી અને તેના લાકડાનો ભારો લઈને અન્ય માર્ગેથી નગરમાં આવીને ઉપાધ્યાયના હાથમાં લાકડાનો ભારો મૂકી દીધો. પછી કહ્યું કે, તમારા સુંદર શિષ્ય (અંગાર્ષિએ) જ્યોતિર્યશાને મારી નાંખેલ છે. ભટકતો એવો તે આવી રહ્યો છે. અંગર્ષિ આવ્યો ત્યારે ઉપાધ્યાયે તેને કાઢી મૂકયો, ત્યારે તે વનખંડમાં જઈને ચિંતવવા લાગ્યો-શુભ અધ્યવસાયથી તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વભવને વિચારતો તે સમ્યક્ બોધ પામ્યો અને સ્વયં પ્રવ્રજિત થઈ સંયમી બન્યા. દેવોએ તેમનો કેવળજ્ઞાન મહિમા કર્યો. ત્યારપછી દેવોએ કહ્યું કે, રકકે ખોટું આળ ચડાવેલ છે. તેણે જ જ્યોતિર્યશાને મારી નાખેલ છે. ત્યારે રુદ્રક લોકો દ્વારા ઘણી જ હેલના પામ્યો. તેણે અભ્યાખ્યાન (આળ ચડાવેલ) તે વાત કબૂલ કરી. પછી તે શુભધ્યાનની ધારાએ ચડી પ્રત્યેકબુદ્ધ થયા. જે કથા પ્રત્યેકબુદ્ધ રુદ્રકમાં લખી છે – યાવત્ – બ્રાહ્મણ, બ્રાહ્મણી પણ પ્રવ્રુજિત થયા. ચારે કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. (કથા જુઓ રુદ્રક-પ્રત્યેકબુદ્ધ) ૦ આગમ સંદર્ભ :આવનિ ૮૪૪. ૧૨૯૩ + વૃક આવ યૂ.૧- ૪૬૦, ર-પૃ. ૧૯૩; ૦ અંબર્ષિ કથા – ઉર્જેનિમાં અંબર્ષિ નામે એક બ્રાહ્મણ હતો. તેની પત્નીનું નામ માલુકા હતું. તે બંને શ્રાવકધર્મ પાલન કરતા હતા. તેમને નિંબક નામે એક પુત્ર હતો. કોઈ વખતે માલુકા બ્રાહ્મણી મૃત્યુ પામી. ત્યારપછી અંબર્ષિ અને તેના પુત્ર નિંબકે પ્રવજ્યા (દીક્ષા) ગ્રહણ કરી, પણ નિંબક દુર્વિનીત હતો. તે સાધુને (કાયિકી માટે જવા-આવવાના માર્ગમાં કાંટા, નાંખી આવતો હતો અને સ્વાધ્યાયાદિ માટે જતા-આવતા સાધુના પગમાં તે કાંટા વાગતા હતા. અસ્વાધ્યાય થતો હતો. વળી તે બધી જ સામાચારી વિપરિત કરતો હતો. કાળનો વિનાશ કરતો હતો. ત્યારે બીજા સાધુઓએ આચાર્યને કહ્યું, આ નિંબક સાધુ અમને વિક્ષેપ કરે છે, સ્વાધ્યાયમાં વિદન થાય છે, તેથી કાં તો હવે તે અહીં રહેશે અથવા અમે રહીશું. બંને સાથે રહી શકીશું નહીં, તેથી આચાર્ય ભગવંતે નિંબકને કાઢી મૂક્યો. ત્યારે તેના પિતા અંબર્ષિમુનિ પણ તેની પાછળ નીકળી ગયા. પછી તે બંને કોઈ અન્ય આચાર્ય પાસે ગયા. પણ નિંબકની એ જ પ્રવૃત્તિથી, ત્યાંથી પણ તેમને કાઢી મૂક્યા. આ પ્રમાણે ઉજ્જયિનીથી ૫૦૦ વખત તેને અલગ-અલગ સ્થાનેથી કાઢી મૂક્યો. ત્યારે તે વૃદ્ધ (અંબષિમુનિ) સંજ્ઞાભૂમિમાં રડવા લાગ્યા. નિંબકે કહ્યું કે, હે વૃદ્ધ ! તમે કેમ
SR No.005011
Book TitleAgam Kathanuyoga Gujarati Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy