SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણી કથા કડવા તુંબડાનું શાક આપીને અકાળે જ જીવનથી રહિત કરી દીધા. ત્યારપછી ધર્મઘોષ સ્થવિર પાસે આ વૃત્તાંત સાંભળીને અને સમજીને તે નિગ્રંથ શ્રમણોએ ચંપાનગરીના શ્રૃંગાટકો, ત્રિકો, ચતુષ્કો, ચત્વરો, ચતુર્મુખો અને રાજમાર્ગોમાં જઈને ઘણાં લોકોને આ પ્રમાણે જણાવ્યું - બોલ્યા, પ્રરૂપણા કરી, પ્રતિપાદન કર્યું કે, હે દેવાનુપ્રિયો ! તે નાગશ્રીને ધિક્કાર છે - યાવત્ – લીંબોળીની સમાન અનાદરણીય છે કે જેણે તથારૂપ સાધુ, સાધુરૂપ ધર્મરુચિ અણગારને શરદઋતુજ મસાલાયુક્ત અને તેલ વડે વ્યાસ કડવા તુંબડાનું શાક આપીને અકાળે જ જીવનથી રહિત કરી દીધા. ત્યારે તે શ્રમણો પાસેથી આ વૃત્તાંતને સાંભળીને અને સમજીને ઘણાં જ લોકો પરસ્પર એકબીજાને આ પ્રમાણે કહેવા લાગ્યા, વાતચીત કરવા લાગ્યા, પ્રરૂપણા કરવા લાગ્યા, પ્રતિપાદિત કરવા લાગ્યા કે નાગશ્રી બ્રાહ્મણીને ધિક્કાર છે યાવત્ – જેણે સાધુને જીવનથી વિવર્જિત કરી દીધા. - ૨૪૫ - - - ત્યારે તે બ્રાહ્મણ ચંપાનગરીમાં ઘણાં લોકો પાસેથી આ વૃત્તાંત સાંભળીને અને સમજીને કોપાયમાન થયા યાવત્ – ક્રોધથી દાંત કચકચાવતા એવા જ્યાં નાગશ્રી બ્રાહ્મણી હતી, ત્યાં આવ્યા અને ત્યાં આવીને નાગશ્રી બ્રાહ્મણીને આ પ્રમાણે કહ્યું– અરે ! નાગશ્રી ! અપ્રાર્થિત (મરણ)ની પ્રાર્થના કરનારી ! દુષ્ટ અને કુલક્ષણી ! નિકૃષ્ટ કાળી ચૌદશની જન્મેલી ! શ્રી – ી ધૃતિ, કીર્તિથી પરિવર્જિતા ! ધિક્કાર છે તારા જેવી અધન્યા, પુણ્યહીના, અભાગિણી, દુર્ભાગી—સત્વવાળી અને લીંબોડીની સમાન કડવી હોવાથી અનાદરણીયને. જે તે તથારૂપ, સાધુરૂપ, સાધુ ધર્મચિ અણગારને માસક્ષમણને પારણે શરદઋતુમાં ઉત્પન્ન કડવા તુંબડાને વહોરાવીને – યાવત્ – જીવનથી રહિત કર્યા. આ પ્રમાણે કહીને તે બ્રાહ્મણોએ ઉચ્ચનીય આક્રોશભર્યા નિંદા વચનોથી આક્રોશ કર્યો, ગાળો આપી, ભર્ન્સના કરી, તિરસ્કારયુક્ત વચનો કહીને તેની અવજ્ઞા કરી, ઉચ્ચનીચ ધમકીભર્યા વચનો દ્વારા તેણીને ધમકાવી અને હે પાપિણી તારે આ કુકર્મનું ફળ ભોગવવું પડશે ઇત્યાદિ વચનો દ્વારા તેની તર્જના કરી, ફટકારી, મારી, તાડના કરી અને આ પ્રમાણે તર્જિત અને તાડિત કરીને ઘરમાંથી બહાર કાઢી મૂકી. ત્યારપછી પોતાના ઘેરથી કાઢી મૂકાયેલતે નાગશ્રી ચંપાનગરીના શ્રૃંગાટકો, ત્રિકો, ચતુષ્કો, ચત્વરો, ચતુર્મુખો અને રાજમાર્ગો પર ઘણાં લોકો દ્વારા અવહેલનાનું પાત્ર બનતી, તિરસ્કાર, નિંદા, ગર્હા કરાતી, તર્જના કરાતી, વ્યથિત–પીડિત કરાતી, ધિક્કારાતી રહી. પછી તેણીને ક્યાંય પર રહેવા માટે સ્થાન ન મળ્યું, રહેવાની માટે આશ્રય પ્રાપ્ત ન થયો. ફાટેલા—તૂટેલા જીર્ણશીર્ણ ચીંથરા જેવી લપેટાયેલી, ભોજનને માટે શકોરાનો કટકો અને પાણીને માટે ઘડાનો ટુકડો હાથમાં લઈને, માથા પર જટાજૂટ જેવા અત્યંત વિખરાયેલા વાળને ધારણ કરતી એવી મેલી હોવાને કારણે જેની ચારે તરફ માંખીઓ બણબણતી હતી. એવી તે નાગશ્રી ઘેર ઘેર ભીખ માંગીને પોતાની ભૂખને તૃપ્ત કરતી અહીં—તહીં ભટકવા લાગી. ૦ નાગશ્રીનું ભવભ્રમણ (દ્રૌપદીના પૂર્વભવોનું ભ્રમણ) : ત્યારપછી તે નાગશ્રીબ્રાહ્મણીને તે જ ભવમાં સોળ રોગાતંક—ભયંકર રોગો ઉત્પન્ન
SR No.005011
Book TitleAgam Kathanuyoga Gujarati Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy