________________
૧૭૮
આગમ કથાનુયોગ-૪
૦ ભીમભીમસેન કથા :
પાંડુરાજાના પાંચ પુત્રોમાંના બીજા પુત્રનું નામ ભીમ/ભીમસેન હતું. પાંચે ભાઈઓએ આચાર્ય સુસ્થિત પાસે દીક્ષા લીધી. ભીમે ઘોર અભિગ્રહ કરેલતેઓ શત્રુંજય પર્વતે મોશે ગયા. ઇત્યાદિ.
તેમના પૂર્વભવ સહિતની કથા માટે જુઓ પાંડવ કથા, શેષ વર્ણન માટે જુઓ દ્રૌપદી કથા.
૦ આગમ સંદર્ભ :નાયા. ૧૭૦ થી ૧૮૨; મરણ. ૪૫૯ થી ૪૬૨; નિસી.ભા. ૯૩, ૨૯૯ની ચૂ
– ૪ – ૪ - ૦ ધર્મઘોષ ધર્મયશ અવંતીવર્ધન અને ધારિણીની કથા -
ઉજ્જૈની નામે નગરી હતી. ત્યાં પ્રદ્યોત રાજાના બે પુત્રો અને ભાઈઓ એવા પાલક અને ગોપાલક હતા. તેમાં ગોપાલકે દીક્ષા લીધી. પાલકને બે પુત્રો હતા. અવંતીવર્તન અને રાષ્ટવર્ધન. પાલકે અવંતીવર્ધનને રાજાપણે અને રાષ્ટ્રવર્ધનને યુવરાજપદે સ્થાપી પ્રવજ્યા અંગીકાર કરી. રાષ્ટ્રવર્ધનની પત્ની ધારિણી હતી. તેનો પુત્ર અવંતીસેન હતો. કોઈ વખતે અવંતીવર્તન રાજાએ ધારિણીની સર્વાંગસુંદર લાગતી એવી ઉદ્યાનમાં ઉભેલી જોઈ. તેના પરત્વે આસક્ત થયો. પછી રાજાએ એક દૂતી મોકલીને ધારિણી પાસે (કામભોગ માટે) માંગણી કરી. રાણીએ તેમની વાત સ્વીકારી નહીં. એ રીતે વારંવાર દૂતીને મોકલ્યા કરી. ત્યારે તિરસ્કાર બુદ્ધિથી કહ્યું કે, ભાઈની પત્ની છે તે જાણવા છતાં તમને લાજ આવતી નથી. ત્યારે રાજા અવંતીવર્ધને રાષ્ટ્રવર્ધનને મારી નાંખ્યો.
તે જ સંધ્યાકાળે પોતાના બધાં આભરણો ગ્રહણ કરીને કૌશાંબી જતા એવા સાર્થની સાથે એક વૃદ્ધ વેપારી પાસે તેણીએ આશ્રય લીધો. ધારિણી તેમની સાથે કૌશાંબી પહોંચી. પછી પૂછયું કે, અહીં કોઈ સાધ્વીજીઓ છે ? ત્યારે ખબર મળી કે રાજાની યાનશાળામાં સાધ્વીઓ રહેલા છે. ઘારિણી ત્યાં ગઈ. વંદન કરીને તેણીએ પ્રવજ્યા અંગીકાર કરી, તેણીને તુરંતનો ઉત્પન્ન થયેલો ગર્ભ હતો. પણ પ્રવજ્યા લેતી વખતે તેણીએ આ વાત ન જણાવી, પછીથી તેણી ગર્ભવતી છે તેમ ખબર પડી. ત્યારે મહત્તરિકા સાધ્વીજીએ પૂછ્યું – ઘારિણીએ જે વાત બની હતી તે જણાવીને કહ્યું કે, હું રાષ્ટ્રવર્ધનની પત્ની છું.
ત્યારપછી સંયતી–સાધ્વી મધ્યે તેણીને અસાગારિકરૂપે સ્થાપિત કરી, રાત્રિને તેણીની પ્રસૂતિ થઈ. સાધુપણાની ઉડ્ડાણા ન થાય તે માટે નામની મુદ્રા, આભરણો આદિ મૂકીને રાજાના આંગણામાં તે બાળકને મૂકી, પોતે ગુપ્તપણે ઊભી રહી. તે વખતે ત્યાંના રાજા અજિતસેને આકાશતલમાં જતી એવી દિવ્યમણીની પ્રભા જોઈ જોઈને તે બાળકને ગ્રહણ કર્યો. પોતાની જે અગમહિષીને પુત્ર ન હતો, તેને એ બાળક પુત્રરૂપે અર્પણ કર્યો.
જ્યારે તેણીને સાધ્વીએ પૂછ્યું કે, પુત્રનું શું થયું ? ત્યારે ધારિણીએ કહ્યું કે, મૃત બાળકનો જન્મ થયો હોવાથી, મેં તેનો ત્યાગ કરી દીધો.