________________
૨૮૬
આગમ કથાનુયોગ-૪
ત્યારે યુધિષ્ઠિર વગેરે તે પાંચે અણગારોએ સામાયિકથી લઈને ચૌદ પૂર્વનો અભ્યાસ કરી ઘણાં વર્ષોપર્યત ગ્રામર્થ્ય પર્યાયનું પાલન કરીને બે માસની સંખના દ્વારા આત્માની ઝોષણા કરીને – જે પ્રયોજનને માટે નગ્નભાવ ધારણ કરેલ અર્થાત્ પ્રવજ્યા, ગ્રહણ કરેલ હતી, તે અર્થની આરાધના કરી, આરાધના કરીને અનંત શ્રેષ્ઠ કેવળજ્ઞાનકેવળદર્શન ઉત્પન્ન કરીને પછી સિદ્ધ થયા – યાવત્ – સર્વદુઃખોથી મુક્ત થયા.
ત્યારે – દીક્ષા અંગીકાર કર્યા બાદ તે દ્રૌપદી આર્યાએ સુવ્રતા આર્યાની પાસે સામાયિકથી લઈને અગિયાર અંગોનું અધ્યયન કર્યું. અધ્યયન કરીને ઘણાં વર્ષો સુધી શ્રામાણ્ય પર્યાયનું પાલન કર્યું. કરીને માસિક સંલેખના દ્વારા આત્માની ઝોષણા કરી, આલોચના પ્રતિક્રમણ કરીને કાળમાસમાં કાળ કરીને બ્રહ્મલોક–પાંચમાં દેવલોકે ઉત્પન્ન થયા. ત્યાં કેટલાક દેવોની દશ સાગરોપમની સ્થિતિ કહેવાઈ છે, ત્યાં દ્રૌપદીદેવીની (દ્રુપદદેવરૂપે) દશ સાગરોપમની સ્થિતિ થઈ.
હે ભગવન્! તે દ્રુપદદેવ તે દેવલોકથી આયુષય-સ્થિતિશય અને ભવક્ષય કરીને અનન્તર ઐવિત થઈને ક્યાં જન્મ લેશે ? (હે ગૌતમ !) ત્યાંથી ચ્યવને – યાવત્ – મહાવિદેહ વર્ષક્ષેત્રમાં જન્મ લઈને સિદ્ધ થશે – યાવત્ – સર્વદુઃખોનો અંત કરશે (નિર્વાણ પામશે.)
૦ આગમ સંદર્ભ :ભગ. ૩રની વૃ
નાયા. ૧૬૭ થી ૧૮૩; પપ્પા. ૨૦ની ;
જીય ભા. ૮૫૫ થી ૮૬૦;
– –– – ૦ પોટ્ટિલા કથા :
(પોઠ્ઠિલા શ્રમણીની કથામાં તેતલિપુત્ર શ્રમણની કથા પણ સમાવિષ્ટ છે જે “તેટલીપુત્ર શ્રમણ"માં જણાવ્યા મુજબ પ્રત્યેકબુદ્ધ થયા હતા.) ૦ તેતલિપુત્ર અમાત્ય :
તે કાળે, તે સમયે તેતલપુર નામે નગર હતું. તે તેતલપુરની બહાર ઇશાન ખૂણામાં પ્રમભવન નામક ઉદ્યાન હતું. તે તેતલપુર નગરમાં કનકરથ નામનો રાજા હતો. તે કનકરથ રાજાને પદ્માવતી નામની રાણી હતી.
તે કનકરથ રાજાને તેટલીપુત્ર નામે અમાત્ય હતો. જે શામ, દંડ, ભેદ, ઉપપ્રદાન (દાન) નીતિનો સમીચીનરૂપે પ્રયોગ કરનારો અને નીતિનો જ્ઞાતા હતો.
તે તેતલપુરમાં કલાદ નામે (સોની) મૂષિકારદારક હતો. જે ધનાઢય – યાવત્ – કોઈથી પરાભૂત થાય તેવો ન હતો. તેની પત્ની ભદ્રા નામે હતી. ૦ પોઠ્ઠિલા અને તેનામાં તેટલીપુત્રની આસક્તિ :
તે મૂષિકારદારક કલાદની પુત્રી અને ભદ્રાની આત્મજા પોઠ્ઠિલા નામક દારિકા હતી. જે રૂપ, યૌવન અને લાવણ્યથી ઉત્કૃષ્ટ તેમજ ઉત્કૃષ્ટ શરીરવાળી હતી.
ત્યારપછી કોઈ એક સમયે તે પોફિલા દારિકા સ્નાન કરીને સર્વ અલંકારોથી વિભૂષિત થઈને દાસીઓના સમૂહથી પરિવરિતને શ્રેષ્ઠ પ્રાસાદની ઉપરની અગાસીની ભૂમિ