SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણી કથા ૨૬૭ ભૂમિગોચરિઓમાં પ્રધાન હતા. સંચરણી, આવરણી, અવતરણી, ઉત્પતની, બ્લેષણી, સંક્રામણી, અભિયોગિની, પ્રજ્ઞપ્તિ. ગમની અને ખંભિની આદિ વિદ્યાધરો સંબંધી – અનેક વિદ્યાઓમાં પ્રવીણ હોવાથી જેમની કીર્તિ વિખ્યાત હતી. તેઓ અનેક વિદ્યામાં પ્રવીણ હતા. બળદેવ અને વાસુદેવના તેઓ પ્રીતિપાત્ર હતા. તેમજ પ્રદ્યુમ્ન, પ્રદીપ, શાંબ, અનિરુદ્ધ, નિષધ, ઉન્મુખ, સારણ, ગજસુકુમાલ, સુમુખ, દુર્મુખ આદિ સાડા ત્રણ કરોડ યાદવકુમારોના હૃદયે પ્રિય હતા, અત્યધિક પ્રિય હતા, તેમના દ્વારા પ્રશંસનીય હતા. તે નારદને કલ૭, યુદ્ધ અને કોલાહલ અધિક પ્રિય હતો. લંડન-ચુગલી કરવામાં ઉત્સુક, અનેક પ્રકારના સમર અને સંપાય અથવા તૂતૂ-હું--હું જોવામાં રસિક, દક્ષિણા દઈને પણ સર્વત્ર કલહ, લડાઈ–ઝઘડાની ગવેષણા કરનારા, બીજાને અસમાધિ ઉત્પન્ન કરવામાં તત્પર એવા કચ્છલ નારદ ત્રણ લોકોમાં બળવાનું શ્રેષ્ઠ દસારવંશના વીર પુરુષો સાથે વાર્તાલાપ કરીને આકાશમાં ગમન કરાવવામાં દક્ષ તે ભગવતી પ્રાકામ્ય નામની વિદ્યાનું આહ્વાન કરીને ઉડ્યા અને આકાશને ઉલ્લંઘતા હજારો ગામ, આકર, નગર, ખેડ, કબૂટ, મડળ, દ્રોણમુખ, પટ્ટન, લંબાણથી સુશોભિત અને ભરપૂર દેશોથી વ્યાપ્ત પૃથ્વીનું અવલોકન કરતાકરતા રમણીય હસ્તિનાપુરમાં આવ્યા અને ઘણાં જ વેગથી પાંડુરાજાના મહેલમાં ઉતર્યા તે સમયે પાંડુરાજાએ પોતાની તરફ આવતા કચ્છલ નારદને જોયા, જોઈને પાંચે પાંડવ અને કુંતીદેવીની સાથે આસન પરથી ઉદ્દયા, ઉઠીને સાત-આઠ પગલાં કચ્છલનારદની સામે ગયા. સામે જઈને ત્રણ વાર આદક્ષિણ–પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન-નમસ્કાર કર્યા. કરીને અર્થ અને પાદ્ય વડે સંમાનિત કરી, મહાન્ પુરુષોને યોગ્ય આસન ગ્રહણ કરવાને માટે આમંત્રિત કર્યા. ત્યારપછી તે કચ્છલ નારદે જળનો છંટકાવ કર્યો, દર્ભાસનને બિછાવ્યું અને તેના પર બેઠા. બેસીને પાંડુરાજાને રાજ્ય, રાષ્ટ્ર, કોષ, કોઠાગાર, બળ, વાહન, પુર અને અંતઃપુરના ક્ષેમકુશળના સમાચાર પૂછયા. તે સમયે પાંડુરાજાએ, કુંતીદેવીએ અને પાંચ પાંડવોએ કચ્છલ નારદનો આદરસત્કાર કર્યો. આગમનની અનુમોદના કરી અને તેમના સન્માનમાં ઊભા રહીને પÚપાસન કરવા લાગ્યા. ૦ દ્રૌપદી દ્વારા નારદનો અનાદર : તે સમયે દ્રૌપદીદેવીએ કચ્છલ નારદને અસંયમી, અવિરતી અને અપ્રતિહત અપ્રખ્યાત પાપકર્મ કરનાર જાણીને તેમનો આદર કર્યો નહીં. તેમના આગમનની અનુમોદના ન કરી, તેમના સન્માનાર્થે ઊભી ન થઈ, તેમજ તેમની ઉપાસના ભાવભક્તિ ન કરી, ત્યારે તે કચ્છa નારદને આવા પ્રકારનો અધ્યવસાય, ચિંતન, વિચાર, પ્રાર્થિત મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો અહો ! આ દ્રૌપદીદેવીએ પોતાના રૂપ, યૌવન, લાવણ્ય અને પાંચ પાંડવોને કારણે અભિમાની થઈને મારો આદર ન કર્યો, મારા આગમનની અનુમોદના ન કરી, મારા સન્માન માટે ઊભી ન થઈ, મારી ભક્તિ ન કરી. તેથી દ્રૌપદીદેવીનું અનિષ્ટ કરવું – વિપત્તિમાં ફસાવવી મારે માટે શ્રેયસ્કર છે. આ પ્રમાણે નારદે વિચાર્યું. વિચારીને પાંડુરાજાની પાસે જવા માટેની આજ્ઞા માંગી, આજ્ઞા લઈને પછી ઉત્પતની વિદ્યાનું આહ્વાન કર્યું, આહાન
SR No.005011
Book TitleAgam Kathanuyoga Gujarati Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy