Book Title: Agam Kathanuyoga Gujarati Part 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 378
________________ શ્રમણી કથા ૩૭૭ વિનયવતી મહત્તરિકા સાધ્વી હતા અને વિગતભયા તેણીના શિષ્યા હતા. તે સાધ્વીએ ભક્ત પ્રત્યાખ્યાન કર્યું. સંઘે મહાન્ ઋદ્ધિ સત્કારપૂર્વક તેનું નિર્યણા કાર્ય કર્યું હતું. ઇત્યાદિ. (ફક્ત આટલી જ કથા છે.) ૦ આગમ સંદર્ભ :આવ.નિ. ૧૨૮૬ + વૃ ૦ શ્રીદેવી | નંદશ્રી સાધ્વીની કથા : વાણારસીમાં ભદ્રસેન-જીર્ણશ્રેષ્ઠી નામે એક શ્રેષ્ઠી હતો. તેને નંદા નામે પત્ની હતી. તેઓને નંદશ્રી નામે પુત્રી હતી. તે વર રહિત અર્થાત્ કુંવારી હતી. ત્યાં કોષ્ઠક ચૈત્યમાં પાર્થસ્વામી સમોસર્યા. ત્યારે નંદશ્રીએ દીક્ષા ગ્રહણ કરી. ગોપાલિકા આર્યાને શિષ્યા રૂપે સોંપી. નંદશ્રી આર્યા પહેલા તો ઉગ્ર (સંયમ આરાધના સહ) વિચર્યા. પણ પછીથી અવસત્ર (શિથિલાચારી) થઈ ગયા. હાથ–પગને ધોવા લાગ્યા – યાવત્ – દ્રૌપદીના પૂર્વભવ સુકુમાલિકા સાધ્વી અનુસાર બધો વૃત્તાંત સમજી લેવો. જ્યારે નંદશ્રી સાધ્વીને (તેમના આ શરીરબકુશપણાથી) નિવારવા કે રોકવામાં આવ્યા ત્યારે તેઓ જુદા થઈને અલગ વસતિમાં વસવા લાગ્યા. પોતાના તે સ્થાનની (શરીર બાકુશિકપણાની) આલોચના–પ્રતિક્રમણ કર્યા વિના લઘુ હિમવંત પર્વતના પઘકહે શ્રીદેવીરૂપે ઉત્પન્ન થયા. - ત્યાં શ્રીદેવીરૂપે તે મહાન ઋદ્ધિવાળી – યાવત્ – એક પલ્યોપમની સ્થિતિવાળા દેવી થયા. ત્યાં તેમને ૪૦૦૦ સામાનિકદેવીનો પરિવાર હતો – યાવત્ – તેની બાહ્ય, મધ્ય અને અત્યંતર પર્ષદાનું વર્ણન જાણવું. વજસ્વામીને તેણીએ અનુપમેય મહાપદ્મ અર્પણ કરેલ હતું. ઇત્યાદિ૦ આગમ સંદર્ભ :ઠ. ૨૧૧ની જ જંબૂ ૧૨૮ + + આવ.નિ. ૧૩૦૫ + વૃ; આવ..ર-૫. ૨૦૨; ૦ શ્રીકા (અથવા) સિરિતા સાધ્વી કથા : | (આ કથા શ્રમણી વિભાગમાં લક્ષ્મણા આર્યાની કથામાં આવી ગયેલ છે. જેમાં સિરિતા/શ્રીકાનું પાત્ર તો અત્યંત અલ્પ વૃત્તાંતમાં વર્ણવાયેલ છે.) તે કાળે, તે સમયે જંબૂદાડિમ નામનો રાજા હતો. તેની પત્નીનું નામ સિરિતા અથવા શ્રીકા હતું. તેણીને અનેક પુત્રો હતા. સિરિતાએ પુત્રીની પ્રાપ્તિ માટે રાજા સાથે જઈને દેવોની, કુલ દેવતાની, ચંદ્ર-સૂર્ય ગ્રહોની બહુ માનતાઓ કરી હતી. કાલક્રમે તેઓને – ૪ – ૪ – એક પુત્રી થઈ. તેણીનું લક્ષ્મણા એવું નામ પાડ્યું. કોઈ સમયે લક્ષ્મણાદેવી યૌવનવય પામી – ૪ – ૮ – પરણ્યા પછી તુરંત જ તેનો પતિ મૃત્યુ પામ્યો – ૪ – ૪ – કોઈ સમયે તીર્થકર ભગવંત પધાર્યા – ૪ – ૪ – ૪ – ૪ – ભગવંતની વંદના કરી, ધર્મશ્રવણ કર્યું. જંબૂદાડિમ રાજાએ પુત્રો, પુત્રી, અંતઃપુર

Loading...

Page Navigation
1 ... 376 377 378 379 380 381 382 383 384 385 386