Book Title: Agam Kathanuyoga Gujarati Part 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 377
________________ ૩૭૬ આગમ કથાનુયોગ-૪ કરતા આખા નગરમાં ભટકવા લાગ્યા. ભદ્રા સાધ્વી જેને–જેને જોતા તે બધાંને પૂછવા લાગ્યા કે, તમે કોઈએ મારા અત્રક (અરણીક)ને જોયો છે ? આ પ્રમાણે વિલાપ કરતા ભમ્યા કરે છે. – ૮ – ૮ – ૮ - ૪ - – ગોખેથી ઉતરી પગે પડેલા પુત્રને ભદ્રા(માતા) સાધ્વી મધુર વચને સમજાવે છે - પુત્રને દુર્ગતિનો રસ્તો છોડીને, પ્રવજ્યા પંથનો સ્વીકાર કરવા કહે છે ઇત્યાદિ. ૦ આગમ સંદર્ભ :ઉત્ત.નિ. ૦૨ + ૦. ઉત્ત.ચૂપૃ. ૫૮; --- ૪ – ૪ –– ૦ મનોહરી સાધ્વીની કથા - (મનોહરી સાધ્વીજીની કથા અચલ બળદેવની કથામાં આવી ગયેલ છે. અલબત્ત આ બળદેવ ભરતક્ષેત્રના નવ બળદેવમાંના એક નથી, પણ વિદેહક્ષેત્રમાં થયેલા એક બળદેવ છે. તેથી આ કથા શ્રમણ વિભાગમાં જવી કથા જુઓ અચલ (બળદેવ) શ્રમણ). ૦ મનોહરી સાધ્વી કથા–પરિચય : અવર વિદેહમાં સલિલાવતી નામે વિજય હતી. તેમાં વીતશોકા નામે નગરી હતી. ત્યાં જિતશત્રુ રાજા હતો. તેની એક પત્નીનું નામ મનોહરી હતું. જિતશત્રુ અને મનોહરીનો પુત્ર અચલ હતો – » –– » – ૪ – જ્યારે જિતશત્રુનો પુત્ર વિભીષણ વાસુદેવ થયો ત્યારે અચલ બળદેવ થયો. મનોહરીએ કોઈ વખતે અચલને પૂછયું કે, હે અચલ ! મેં પતિ અને પુત્ર બંનેની લક્ષ્મીને ભોગવી છે. હવે હું પ્રવજ્યા લઈને પરલોકનું હિત સાધીશ – ૪ – ૪ – ૪ – મનોહરી માતાના અતિ આગ્રહથી અચલે શરત કરી કે જો તમે દેવલોકમાં જાઓ તો તમારે મને પ્રતિબોધ કરવા આવવું. – ૪ – ૮ – ૪ – પછી મનોહરી રાણીએ દીક્ષા ગ્રહણ કરી. તેણી પરમ ધૃતિ અને બલ વડે અગિયાર અંગોને ભણ્યા. એક કરોડ વર્ષનું તપનું અનુચરણ કરીને સમાધીપૂર્વક કાળ કરી લાંતક કલ્પ ઇન્દ્રપણે ઉત્પન્ન થયા – ૪ – ૪ – વિભીષણના મૃત્યુ બાદ અતિ સ્નેહને વશ અચલ તે વાત સ્વીકારતો નથી. તે વખતે લાંતકેન્દ્ર મનોહરી માતા સાધ્વીના જીવે તëણ ત્યાં આવી વિભીષણનું રૂપ વિકવ્યું – ૪ – ૪ – ૪ – પછી માતા મનોહરીનું રૂપ વિકુવ્યું – ૪ – ૪ – ૪ – અચલ બળદેવને પ્રતિબોધ કર્યો. ૦ આગમ સંદર્ભ :આવ રૃ.૧–પૃ. ૧૭૬, ૧૭૭; ૦ વિગતભયા અને વિનયવતી કથા : (આ એક અત્યંત લઘુકથા છે. બીજા શબ્દોમાં કહીએ તો ધર્મઘોષ અને ધર્મયશ સાધુની કથાનું પ્રારંભ બિંદુ માત્ર છે.) કૌશાંબીએ કોઈ વખતે ધર્મવસૂ નામના આચાર્ય હતા. તેમને બે શિષ્યો હતા. ઘર્મઘોષ અને ધર્મયશ.

Loading...

Page Navigation
1 ... 375 376 377 378 379 380 381 382 383 384 385 386