________________
૩૬૨
આગમ કથાનુયોગ-૪
વગાડશે. એમ ગામમાં ફેરવીને તે ગામમાંથી બીજે સ્થળે જવા માટે કાઢી મૂકશે. ફરે ગામમાં પ્રવેશ પામી નહીં શકશે.
ત્યારે અરણ્યમાં વાસ કરતી તે કંદ–ફળનો આહાર કરતી રહેશે. નાભિના મધ્યમાં ઝેરી છછુંદરના ડંખથી ઘણી વેદનાથી પરેશાન થયેલી, તેના સર્વ શરીર ઉપર ગુમડા, દરાજ, ખરજવું વગેરે ચામડીના રોગો ઉત્પન્ન થશે. તેને ખણતી તે ઘોર દુસહ દુઃખ અનુભવશે. વેદના ભોગવતી હશે.
ત્યારે પદ્મનાભ તીર્થકર ભગવંત ત્યાં સમોસરશે અને તે કબ્બિકા તેમના દર્શન કરશે. એટલે તરત જ તેના તથા બીજા તે દેશમાં રહેલા ભવ્યજીવો અને નારીઓ કે જેના શરીર પર વ્યાધિ અને વેદનાથી વ્યાપ્ત હશે, તે સર્વે સમુદાયોના રોગો તીર્થકર ભગવંતના દર્શનથી વિનાશ પામશે. તે સાથે લક્ષ્મણા સાધ્વીનો જીવ જે કુલ્ફિકા છે તે ઘોર તપનું સેવન કરીને દુઃખનો અંત પામશે.
હે ગૌતમ ! આ તે લક્ષ્મણા આર્યા કે જેણે અગીતાર્થપણાના દોષથી અલ્પ કલુષતા યુક્ત ચિત્તથી દુ:ખની પરંપરા પામી
હે ગૌતમ ! જે પ્રમાણે આ લક્ષ્મણા આર્યા દુઃખ પરંપરા પામી તે પ્રમાણે કલુષિતચિત્તવાળા અનંત અગીતાર્થો દુઃખની પરંપરા પાવા માટે આ સમજીને સર્વભાવથી સર્વથા ગીતાર્થ થવું કે ગીતાર્થની સાથે તેમની આજ્ઞામાં રહેવું તેમજ અત્યંત શુદ્ધ સુનિર્મલ, વિમલ શલ્ય વગરનું નિષ્કલુષ મનવાળા થવું.
૦ આગમ સંદર્ભ :મહાનિ ૧૧૪૪ થી ૧૨૪૪;
– ૪ –– » – ૦ વિષ્ણુશ્રી :
પાંચમાં આરાના અંતે થનાર એક સાધ્વીનું નામ વિષ્ણુકી હશે. તેઓ કોઈ પણ સાધ્વીની સહાય વગરના એકલા હશે. તેઓ સમ્યક્ દર્શન, જ્ઞાન, ચારિત્રથી યુક્ત હશે. તે સાધ્વી પણ સમ્યફજ્ઞાન ચારિત્ર વિશે પતાકા સમાન, મહાયશવાળા, મહાસત્ત્વવાળા, મહાનુભાગ એવા પ્રકારના ગુણયુક્ત હોવાથી સારી રીતે જેમના નામનું સ્મરણ કરી શકાય તેવા વિષ્ણુશ્રી સાધ્વી થશે.
આ સાધ્વીજીનું સોળ વર્ષનું આયુષ્ય હશે. આઠ વર્ષના ચારિત્ર પર્યાયનું પાલન કરીને, પછી પાપની આલોચના કરીને નિઃશલ્ય થઈને નમસ્કાર સ્મરણમાં પરાયણ બનીને એક ઉપવાસ ભક્ત, ભોજન પ્રત્યાખ્યાન કરવા પૂર્વક સૌધર્મકલ્પ ઉપપાત થશે. પછી નીચે મનુષ્યમાં લોકમાં આગમન થશે.
૦ આગમ સંદર્ભ :મહાનિ ૮૧૧;
– – x – ૦ કમલાવતી કથા :
ઇષકાર નગરીના રાજા ઇષકારની પત્ની (રાણી) કમલાવતી હતી. જ્યારે ભૃગુ