________________
३६०
આગમ કથાનુયોગ-૪
કે જેથી તેનો ગુપ્ત ભાગ સડી જાય. હાથ–પગની બેડીઓ પહેરાવું, જેથી નિયંત્રણા કરેલી ભટક્યા કરે. વળી જુના કપડાં પહેરાવું જેથી મનમાં સંતાપ કરતી શયન કરે.
ત્યારપછી ખંડોષ્ઠાએ પણ સ્વપ્નમાં સડી ગયેલો ગુપ્ત ભાગ, બેડીમાં જકડાતી, કાન-નાકને કાપેલા હોય તેવી પોતાને દેખીને સ્વપ્નનો પરમાર્થ વિચારીને કોઈ ન જાણે તેવી રીતે ત્યાંથી નાસી ગઈ. કોઈ પ્રકારે ગામ, પુર, નગર, પટ્ટણમાં પરિભ્રમણ કરતી– કરતી છ માસ પછી સંખેડ નામના ખેટકમાં પહોંચી. ત્યાં તેણી કુબેર સરખા વૈભવવાળા રંડાપુત્રની સાથે જોડાઈ
પહેલાની પરણેલી તેની પત્ની ઇર્ષ્યાથી તેના ઉપર અતિશય બળતરા કરવા લાગી. તેના રોષથી ફફડતી એ પ્રમાણે તેણીએ કેટલાંક દિવસો પસાર કર્યા. એક રાત્રે ખંડોષ્ઠા ભરનિંદ્રામાં સુતેલી હતી, તે જોઈને પૂર્વની પત્ની એકદમ દોડીને ચૂલા પાસે ગઈ. સળગતું કાષ્ઠ ગ્રહણ કરીને પાછી આવી. તે સળગતાં લાકડાને તેણીના ગુપ્ત ભાગમાં એવી રીતે ઘુસાડી દીધું કે ગુપ્ત ભાગ ફાટી ગયો અને હૃદય સુધી તે સળગતું લાકડું પહોંચી ગયું.
ત્યારપછી ખંડોષ્ઠા દુઃખપૂર્ણ સ્વરથી આઝંદ કરવા લાગી. ચલાયમાન પાષાણ સરખી આમ તેમ ગબડતી સરકવા લાગી. વળી પેલી પરણેલી પત્ની ચિંતવવા લાગી કે જીવનપર્યત ઊભી ન થઈ શકે એવા પ્રકારના તેને ડામો આપું કે સો ભવ સુધી મારા પ્રિયતમને ફરીને યાદ ન કરે, ત્યારે હે ગૌતમ ! કુંભારની શાળામાંથી લોઢાની કોષ લાવીને લાલચોળ રંગ થાય તેટલી તપાવીને તણખા ઉડતા હોય તેવી બનાવીને તેણીની યોનિમાં તેને જોરથી ઘુસાડી. એ પ્રમાણે તેના ભારે દુઃખથી આક્રાન્ત થયેલી ત્યાં મૃત્યુ પામી. ૦ ચક્રવર્તીની સ્ત્રી રત્નનો ભવ :
હે ગૌતમ ! (તે લક્ષ્મણા આર્યાનો જીવ ખંડોષ્ઠા મૃત્યુ પામીને) ચક્રવર્તીની સ્ત્રી રત્નપણે ઉત્પન્ન થઈ.
આ તરફ રંડાપુત્રની પત્નીએ ખંડોષ્ઠાના કલેવરમાં જીવન હોવા છતાં પણ રોષથી તેણીને છેદીને એવા અતિ નાના નાના ટુકડા કર્યા અને ત્યારપછી શ્વાન, કાગડાં વગેરેને ખાવા માટે દરેક દિશામાં ફેંક્યા. તેટલામાં બહાર ગયેલો રંડાપુત્ર પણ ઘરે આવી પહોંચ્યો. તેણે પણ દોષગુણની તપાસ કરી અને મનમાં ઘણાં વિકલ્પ કરવા લાગ્યો. પછી સાધુના ચરણકમળમાં પહોંચી તે રંડાપુત્ર દીક્ષા અંગીકાર કરી મોક્ષે ગયો. ૦ લક્ષ્મણાના જીવનું નારકી તિર્યંચમાં ભવ ભ્રમણ :
તે લક્ષ્મણાદેવીનો જીવ ખંડોષ્ઠાના ભવમાંથી સ્ત્રીરત્ન થઈને હે ગૌતમ ! પછી તે છઠી નારકીમાં ગયો. ત્યાં નારકીનું મહાઘોર, અતિ ભયંકર દુઃખ ત્રિકોણ નરકાવાસમાં લાંબા કાળ સુધી ભોગવીને અહીં આવેલો તેનો જીવ તિર્યંચયોનિમાં શ્વાન થયો.
ત્યાં કામનો ઉન્માદ થયો એટલે મૈથુન સેવન કરવા લાગી. ત્યાં વચ્ચે ભેંસોએ યોનિમાં લાત મારી અને ઘા પડ્યો. યોનિ બહાર નીકળી પડી અને તેમાં દશ વર્ષ સુધી કૃમિઓ ઉત્પન્ન થઈને તેણીને ફોલી ખાવા લાગ્યા.
ત્યાં મૃત્યુ પામીને હે ગૌતમ ! નવ્વાણું વખત કાચા ગર્ભમાં ઉત્પન્ન થઈ ગર્ભની વેદનામાં શેકાઈ.