________________
શ્રમણી કથા
૩૬૭
શ્રમણપણામાં રહેલા હતા.
૦ આગમ સંદર્ભ :આવ.નિ ૧૨૮૮ + 9
આવ.ચૂર–પૃ. ૧૯૧;
૦ યક્ષા આદિ શ્રમણીઓની કથા :
(અહીં એક સાથે સાત બહેનો એવા સાત શ્રમણીઓની કથાનો એક સાથે સમાવિષ્ટ થયેલ છે. તે આ પ્રમાણે
(૧) યક્ષા, (૨) યદિન્ના, (૩) ભૂતા, (૪) ભૂતદિન્ના, (૫) સેણા (૬) વેણા – અને – (૭) રેણા.
આ સાતે શ્રમણીઓની સંપૂર્ણ કથા શ્રમણ વિભાગમાં સ્થૂલભદ્રની કથામાં આવી ગયેલ છે. કથા જુઓ–“સ્થૂલભદ્ર") ૦ યક્ષાચક્ષદિન્નાદિ કથાનો સાર :
પાટલિપુત્રમાં નંદ રાજાને ત્યાં શકટાલ નામે મંત્રી હતા. આ મંત્રીને બે પુત્રો – સ્થૂલભદ્ર અને શ્રીયક હતા. તેમજ શકટાલ મંત્રીને સાત પુત્રીઓ હતી. તે આ પ્રમાણે :(૧) યક્ષા, (૨) યદિન્ના (૩) ભૂતા, (૪) ભૂતદિન્ના, (૫) સણા, (૬) વેણા અને (૭) રેણા.
યક્ષાદિ આ સાતે બહેનોની એક વિશેષતા હતી કે, યક્ષા કોઈપણ નવા શ્લોક આદિને સાંભળે તો ફક્ત એક જ વખત શ્રવણ કરતા તે શ્રુતને ગ્રહણ કરી લેતી હતી, યદિન્ના બે વખત સાંભળતા જ શ્રતને ગ્રહણ કરી લેતી હતી, યક્ષદિન્ના બે વખત સાંભળતા જ શ્રતને ગ્રહણ કરી લેતી હતી. ભૂતા ત્રણ વખત સાંભળતા જ તે શ્રતને યાદ રાખી લેતી હતી એ રીતે સાતમી બહેન રેણા – કોઈપણ શ્રતને સાત વખત સાંભળતા જ ગ્રહણ કરી લેતી હતી. અર્થાત્ યાદ રાખી લેતી હતી.
કાળક્રમે સ્થૂલભદ્રની દીક્ષા થઈ. ત્યારપછી આ યક્ષા – યાદિના–ભૂતા આદિ સાતે બહેનોએ પણ દીક્ષા લીધી હતી. તે આર્ય સંભૂતિ વિજયના શિષ્યા બનેલા.
યક્ષા, ક્ષત્રિા વગેરે સાતે શ્રમણીઓ કોઈ વખતે તેમના ભાઈમુનિને વંદન કરવા ગયેલ. આચાર્ય ભગવંતને વંદન કરીને, તેમને પૂછીને સ્થૂલભદ્ર મુનિને વંદના કરવા ગયેલ, તે વખતે સ્થૂલભદ્રમુનિએ પોતાની ઋદ્ધિ દેખાડવા માટે સિંહનું રૂપ વિકુર્વેલ ત્યારપછી ફરી આવ્યા ત્યારે મૂળરૂપે દર્શન થયા.
યક્ષા આદિ શ્રમણીઓએ સ્થૂલભદ્રમુનિને, પોતાના બીજા ભાઈ શ્રીયક મુનિની દીક્ષા અને કાળધર્મનો વૃત્તાંત જણાવેલ.
આ શ્રમણીઓએ શ્રીયકને તપ માટે પ્રેરણા કરેલ. ઉપવાસ કરાવ્યો. તે શ્રીયક મુનિએ તે રાત્રિએ કાળ કરતા યક્ષા સાધ્વીને ઘણો પશ્ચાત્તાપ થયો હતો. દેવતાના પ્રભાવથી તેણી તીર્થકર ભગવંત પાસે ગયેલ. ત્યાં સત્ય વૃત્તાંત જાણીને પાછા આવેલ, ત્યારે ભગવંતે તેણીને ભાવના અને વિમુક્તિ એ બે અધ્યયન (ચૂલિકા) આપેલા હતા.
૦ આગમ સંદર્ભ :