________________
શ્રમણી કથા
૩૬૯
ગ્રહણ કરી. પોતાનો સર્વ વૃત્તાંત કહ્યો, પણ ગર્ભની વાત ગુરુને ન જણાવી. ધારિણીની કથા અને યશોભદ્રામાં એક જ વાતનો ભેદ હતો કે, તેણીએ બાળકનો ત્યાગ ન કર્યો.
કાળક્રમે યશોભદ્રાને એક બાળકનો જન્મ થયો. તેનું સુલકકુમાર એવું નામ રાખ્યું – યાવત્ –દીક્ષા અપાવી તેમજ જ્યારે સુલકકુમારમુનિ દીક્ષા છોડીને ઘેર જવા તૈયાર થયા ત્યારે યશોભદ્રા સાધ્વીના કહેવાથી તે મુનિ બાર વર્ષ દીક્ષામાં રહ્યા....
જ્યારે એ રીતે ૪૮ વર્ષ પ્રવ્રજ્યામાં રહીને પણ દીક્ષા છોડી જવા તૈયાર થયા, ત્યારે યશોભદ્રા સાધ્વીએ તેમને કહ્યું કે, અહીં તહીં ભટકશો નહીં. આ તારા પિતાની મુદ્રિકા અને કંબલરત્ન હું જ્યારે પલાયન થઈ ત્યારે લાવેલી તે લઈ જા. ઇત્યાદિ – ૪ – ૪ – ૪ –
૦ આગમ સંદર્ભ :બુદ.ભા. ૫૦૯૯ + 4
આવનિ ૧૨૮૮ + 9: આવપૂ.ર–પૃ. ૧૯૧, ૧૯૨;
-- XX૦ યશોમતી કથા :
(આ કથા પૂર્વે શ્રમણ વિભાગમાં ગાગલિની કથામાં, શાલ-મહાશાલની કથામાં પણ આવી ગયેલ છે. કથા જુઓ “ગાગલિ").
તે કાળે, તે સમયે પૃષ્ઠચંપા નામે નગરી હતી. ત્યાં શાલ નામે રાજા હતો. મહાશાલ નામે યુવરાજ હતો. તે શાલ અને મહાશાલને યશોમતી નામે બહેન હતી. યશોમતીના લગ્ન કંપિલપુરના રાજા પિઢર સાથે થયા હતા. આ પિઢર અને યશોમતીને ગાગલિ નામે પુત્ર હતો.
– ૪ – ૪ – ૪ – જ્યારે શાલ અને મહાશાલે દીક્ષા લીધી ત્યારે યશોમતી શ્રાવિકા બની. – ૮ – ૮ – ૮ – જ્યારે શાલ અને મહાશાલ મુનિ ગૌતમસ્વામી સાથે પૃષ્ઠ ચંપાનગરીએ પધાર્યા. ત્યારે ગાગલી, પીઢર અને યશોમતી ત્રણે નીકળ્યા. ભગવંત ગૌતમસ્વામીએ ધર્મ કહ્યો. ધર્મનું શ્રવણ કરી યશોમતી આદિ ત્રણે સંવેગ પામ્યા. – ૪ – ૪ – યશોમતીએ દીક્ષા ગ્રહણ કરી.
૦ આગમ સંદર્ભ :આવ.નિ. ૭૬૪ની .
આવ.ચૂ–પૃ. ૩૮૧; દસ્યૂ.પર;
ઉત્ત.નિ. ૨૮૫ + + – ૪ – ૪ – ૦ ધનશ્રી સાધ્વી-કથા (સર્વાંગસુંદરી કથા) -
(આવશ્યકમાં આ કથા “માયા–કષાયના અનુસંધાને આપેલ છે.)
વસંતપુર નગર હતું. ત્યાં જિતશત્રુ રાજા હતો. ત્યાં બે શ્રેષ્ઠી ભાઈઓ રહેતા હતા, તેમના નામ ધનપતિ અને ધનાવહ હતા. ધનશ્રી તે બંને ભાઈઓની બહેન હતી. તે બાળવિધવા હતી અને પરલોકમાં રત હતી. (પરલોકના વિષયમાં આતુર હતી).
ત્યારપછી માસકલ્પ કરવાને માટે ધર્મઘોષ આચાર્ય પધાર્યા. તેમની પાસે ધનશ્રી ૪િ/૪