Book Title: Agam Kathanuyoga Gujarati Part 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 371
________________ આગમ કથાનુયોગ-૪ પ્રતિબોધ પામી. ધનશ્રીના બંને ભાઈઓ પોતાની બહેનના સ્નેહને વશ થઈ તે તેઓ પણ પ્રતિબુદ્ધ થયા. ધર્મશ્રી દીક્ષા લેવાને ઇચ્છતી હતી, તે બંને ભાઈઓ સંસારી સ્નેહને કારણે, તેણીને દીક્ષા માટે અનુમતિ આપતા ન હતા. તેણી ધર્મમાં દ્રવ્યનો પ્રચુર પ્રમાણમાં વ્યય કરતી હતી. ભાઈઓની પત્નીઓ તરફ તે કચકચ કર્યા કરતી. તેણીએ એક વખત વિચાર્યું કે, ચાલ, જોવું કે, આ બંને ભાઈઓ મારી કેટલી વાત માને છે ? પછી માયાપૂર્વક ધર્મશ્રીએ તેણીની ભાભીઓને શયન પ્રવેશ કાળે પુરા વિશ્વાસમાં લઈને ઘણો જ ધર્મ કહેવો શરૂ કર્યો. ૩૭૦ ત્યારપછી જ્યારે તેણીના પતિ અર્થાત્ ધનશ્રીના ભાઈઓ તેણીની વાત સાંભળી રહ્યા છે, તેમ જાણ્યું. ત્યારે એક ભાભીને કહ્યું કે, હવે વિશેષ કેટલો ધર્મ કહું ? પણ પોતાની સાડી ચોખ્ખી રાખવી જોઈએ. (અર્થાત્ જીવનમાં કોઈ દાગ પડવા દેવો ન જોઈએ). ત્યારે તે એક ભાઈએ વિચાર્યું કે નક્કી મારી પત્ની દુચારિણી હોવી જોઈએ. ભગવંતે અસતીનું પોષણ કરવાની ના કહી છે. તેથી મારે આનું પરિષ્ઠાપન અર્થાત્ ત્યાગ કરવો જોઈએ. તેથી તેણીને પલંગ પર બેસતા રોકી (બેસવા ન દીધી). તેણી (તે ભાભી) વિચારવા લાગી કે, અરેરે ! આવું કેમ બન્યું ? પછી તે ભાઈએ પોતાની પત્નીને કહ્યું, મારા ઘરમાંથી નીકળી જા. તેણી વિચારવા લાગી કે, મેં એવું શું દુષ્કૃત કર્યું ? પણ તેણીને કોઈ દોષ જણાયો નહીં. ત્યારપછી ત્યાં જ ભોંયરામાં ચુપચાપ રાત્રિ પસાર કરી. સવાર થયું ત્યારે તે ભાભી મ્લાન અંગવાળી થઈને નીકળી. ત્યારે ધનશ્રીએ તેની ભાભીને પૂછયું કે, તું આવી મ્લાન અંગવાળી કેમ થઈ ગઈ છો ? તેણી રડતા રડતા કહેવા લાગી કે, હું તો મારો કોઈ અપરાધ થયો હોય તેવું જાણતી નથી. મને ઘરમાંથી કાઢી મૂકી. ત્યારે તે ધનશ્રીએ તેણીને કહ્યું કે, તું શાંતિથી અહીં ઊભી રહે. હું તારી સાથે તેનો મેળાપ કરાવી દઈશ. પછી ધનશ્રીએ તેના ભાઈને પૂછ્યું કે, આ બધું શું છે ? તે બોલ્યો, મારે આ દુષ્ટ શીલવાળીની કોઈ જરૂર નથી. ત્યારે ધનશ્રીએ ભાઈને પૂછ્યું કે, તેં કેવી રીતે જાણ્યું કે, તે દુષ્ટ શિલા છે ? ભાઈએ કહ્યું કે, બેન ! મેં તારી પાસેથી જ જાણ્યું, તેં જ ધર્મદેશના વખતે મારી પત્નીને સાડી ચોખ્ખી રાખવા કહેલ. --- ત્યારે ધર્મશ્રીએ કહ્યું કે, અહો ! તારું પાંડિત્ય અને વિચાર ક્ષમતા અને ધર્મમાં પરિણામ કેવા છે ? મેં તો આ વાત સામાન્યથી કહી હતી. આ તો ઘણું જ ખોટું થયું. મેં તો ફક્ત ભગવંતે કરેલી પ્રરૂપણાનો તેણીને ઉપદેશ કરીને તેણીને નિવારી હતી. એટલામાં આ કઈ રીતે દુશ્ચારિણી થઈ ગઈ ? ત્યારે તે ભાઈ ઘણો લજ્જિત થયો. ત્યારે તે ભાઈએ પોતાના પત્નીની ! માફી માંગી – ક્ષમાયાચના કરી. ત્યારે ધનશ્રીએ વિચાર્યું કે, આ ભાઈ તો મારા પડછાયા જેવો છે. બીજો ભાઈ પણ એ પ્રમાણે મારા પડછાયા જેવો છે કે નહીં, તેની મારે પરીક્ષા કરવી જોઈએ. તેથી ધનશ્રીએ ધર્મકથા કરતાકરતા બીજી ભાભીને કહ્યું કે, હાથ ચોખ્ખા રાખવા જોઈએ. આ વાત તેણીના બીજા ભાઈએ સાંભળી બાકી બધું પહેલા ભાઈ સમાન સમજી લેવું. ~ યાવત્ • બીજો ભાઈ ધનશ્રીને પડછાયા જેવો જ પ્રતીત થયો.

Loading...

Page Navigation
1 ... 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386