Book Title: Agam Kathanuyoga Gujarati Part 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 366
________________ શ્રમણી કશા વિનયથી થાય, બળ વડે ન થાય. તે દૂતે પાછા આવીને આ વાત પ્રદ્યોત રાજાને ઘણી વધારીને કહી. ત્યારે પ્રદ્યોત ઘણો ક્રુદ્ધ થયો. તે પોતાના સર્વ સૈન્ય સાથે નીકળ્યો. તેણે આવીને સુંસુમારપુરને ઘેરી લીધું. ત્યારે રાજા ધુંધુમાર અંદર ભરાઈને બેસી ગયો. તે વખતે વાત્રક ઋષિ કોઈ ચાર રસ્તાની સમીપે રહેલા હતા. તે રાજા ઘણો જ ભયભીત થયેલો હતો. તેણે કોઈ નિમિત્તયાને પૂછ્યું કે, મારું રાજ્ય પ્રદ્યોતે ઘેરી લીધું છે, તો બચવા માટે હવે કોઈ ઉપાય ખરો ? ત્યારે નિમિત્તકે કહ્યું કે, નિમિત જોઈને પછી કહું, તે વખતે ત્યાં બાળકો રમતા હતા, તેને બીવડાવ્યા એટલે તેઓ રડતા–રડતા વારત્રકઋષિની પાસે આવ્યા. ઋષિએ કહ્યું, કોઈ ભય રાખશો નહીં. આ નિમિત્તને ગ્રહણ કરીને નિમિત્તકે રાજાને કહ્યું કે, કોઈ ભય રાખશો નહીં. તારો વિજય થશે. તે દિવસે મધ્યાહ્ને એવો અકસ્માત્ બનાવ બન્યો કે ઝાકળ પડવા લાગી. તુરંત જ પ્રદ્યોતને ઘેરીને પકડી લીધો. નગરીમાં લઈ આવીને બધાં દ્વારો બંધ કરી દીધા. પછી તેણે પદ્યોતને પૂછ્યું કે, તારી સાથે શો વ્યવહાર કરીએ ? ત્યારે તેણે પણ કહ્યું કે, તમે જેમ ઇચ્છતા હો તેમ કરો. ત્યારે ધુંધુમાર રાજાએ કહ્યું કે, તારા જેવા મહાશાશકનો વિનાશ કરીને શો લાભ થવાનો ? ત્યારપછી ધુંધુમારે તેના મહાવિભૂતિપૂર્વક તેની સાથે અંગારવતીને પરણાવી. પછી દ્વાર ઉઘડાવી દીધા. કોઈ આચાર્ય કહે છે કે, તે ધંધા માટે ઉપવાસ કરવા પૂર્વક દેવતાને આરાધ્યા. તે દેવતાએ બાળકો વિકુર્વ્યા અને નિમિત્ત ગ્રહણ કર્યું. ત્યારે પ્રદ્યોત નગરમાં જતો હતો અને રાજાને અલ્પ સાધનયુક્ત જોયો. અંગારવતીને પૂછ્યું કે, હું કઈ રીતે પકડાયો. ત્યારે અંગારવતીએ સાધુના વચનો કહ્યા. પ્રદ્યોત ઋષિ પાસે ગયો. નૈમિત્તિક ક્ષપણાને વંદન કર્યા. તેમણે ઉપયોગ મૂક્યો ઇત્યાદિ. ૩૬૫ જ્યારે મૃગાવતીએ દીક્ષા લીધી. ત્યારે વૈરાગ્ય પામેલ અંગારવતી આદિએ પણ પ્રદ્યોત રાજાની અનુમતિ માંગી, પછી ભ.મહાવીર સમીપે દીક્ષા ગ્રહણ કરી. ૦ આગમ સંદર્ભ : આયા.ચૂપુ ૮૭; આવ.યૂ.૧૫, ૯૧, ૨-પૃ. ૧૬૧, ૧૯૯; ➖➖➖ આવ.નિ. ૧૩૦૩ + ; x = X આવ.નિ. ૮૭ની વૃ; આવમ.પૃ. ૧૦૪; ૦ અર્ધસંકાશા કથા ઃ ઉજ્જૈનીના રાજા દેવલાસુત અને રાણી અનુરત્તલોચનાની પુત્રી અર્ધસંકાશા હતી. તેના જન્મ પછી માતાનું તત્કાળ મૃત્યુ થયું. અન્ય તાપસી સ્ત્રીવર્ગ દ્વારે તેણીનો ઉછેર થયો. દેવલાસુત તાપસ, યુવાન થયેલી અર્ધસંકાશા પરત્વે અજાણતા જ આકર્ષાયેલ. પણ આવી યુવાન અને સુંદર કન્યા પોતાની પુત્રી જ છે, તેવી જાણ થતાં તેમણે સંસારનો ત્યાગ કર્યો. પછીથી અર્ધસંકાશાએ પણ સંસારનો ત્યાગ કર્યો. શ્રમણીપણાને અંગીકાર કર્યું. આ સંપૂર્ણ કથા શ્રમણ વિભાગમાં “દેવલાસુત'ની કથામાં આવી જ ગયેલ છે. કથા જુઓ ‘“દેવલાસુત’’.

Loading...

Page Navigation
1 ... 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386