________________
૩૬૬
આગમ કથાનુયોગ-૪,
૦ આગમ સંદર્ભ :આવ.નિ. ૧૩૦૯ + :
આવ..૨–
૨૦3;
-
૪
-
૪
-
૦ ઉત્તરા કથા :
(ઉત્તરા શ્રમણીની કથા શિવભૂતિ નિભવની કથામાં આવી ગયેલ છે. કથા જુઓ શિવભૂતિનિહ્નવ-૮ “શ્રમણ વિભાગના નિલવ અધ્યયનમાં".). કથાસાર–અતિ સંક્ષિપ્તમાં –
શિવભૂતિએ દીક્ષા અંગીકાર કરી. જિનકલ્પીપણાનું વર્ણન સાંભળી તેને પણ જિનકલ્પીત્વ અંગીકાર કરવાનો વિચાર આવ્યો. ગુરુ ભગવંતે જિનકલ્પ વિચ્છેદ થઈ ગયો હોવાનું જણાવ્યું. તેનામાં મિથ્યાત્વ પ્રવેશ્ય. કર્મના ઉદયથી વસ્ત્રોનો ત્યાગ કરી નગ્રત્વ ધારણ કર્યું.
તે વખતે શિવભૂતિના બહેન જેમનું નામ ઉત્તરા હતું. તે સાધ્વી ત્યાં તેમને વંદન કરવા ઉદ્યાનમાં આવ્યા, વંદન કર્યા પછી તેણીએ શિવભૂતિને વસ્ત્રરહિત જોઈને પોતાના પણ બધાં વસ્ત્રોનો ત્યાગ કરી દીધો. નગ્નત્વ અંગીકાર કર્યું. ત્યારપછી ભિક્ષાર્થે ગામમાં પ્રવેશ કર્યો.
આ વખતે કોઈ ગણિકાએ તેણીને વસ્ત્રરહિત સ્થિતિમાં નીકળેલા જોયા. ત્યારે તે ગણિકાને વિચાર આવ્યો કે, આ રીતે જો લોકો આમને વસ્ત્રરહિત જોશે તો કદાચ તેઓ અમારાથી વિરક્ત થઈ જશે. તેથી તેણીએ ઉત્તરા સાધ્વીને છાતીના ભાગથી પોતિકાસાડી બાંધી આપી. ઉત્તરા તે સાડીને ઇચ્છતી ન હતી. ત્યારે શિવભૂતિએ જ તેણીને સમજાવ્યું કે, હવે તારે આ રીતે એક સાડી બાંધીને જ રહેવું આ તો દેવતા દ્વારા અપાયેલ વસ્ત્ર ગણાય.
ત્યારપછીથી ઉત્તરા સાડીને કાયમ માટે ધારણ કરવા લાગી. ૦ આગમ સંદર્ભ :ઉત્ત.નિ ૧૭૮ + 4
ઉત્ત.(નિ. ૧૭૮) ભા.૧ + 4
૦ કીર્તિમતિ કથા :
(કીર્તિમતિ મહત્તરિકાસાધ્વીની કોઈ મોટી કથા નથી, સામાન્ય ઉલ્લેખ છે. આ કથા–પાત્ર શ્રમણ વિભાગમાં સુલકકુમારની કથામાં આવી ગયેલ છે. કથા જુઓ સુલકકુમાર – શ્રમણ વિભાગમાં)
તે સમયે અજિતસેન નામક આચાર્યની નિશ્રામાં કીર્તિમતિ નામે મહત્તરિકા હતા. સાકેતનગરના યુવરાજ કંડરીકની પત્ની યશોભદ્રાએ કીર્તિમતિ શ્રમણી પાસે દીક્ષા અંગીકાર કરી હતી.
યશોભદ્રા ગર્ભવતી હતી, તે વાત તેણીએ છૂપાવી રાખેલ હતી. કાળક્રમે તેણીએ ક્ષુલ્લકકુમારને જન્મ આપ્યો.
જ્યારે ક્ષુલ્લકકુમાર દીક્ષા લીધા પછી, દીક્ષા છોડી જવા માંગતા હતા ત્યારે કીર્તિમતી મહત્તરિકા સાથ્વીના કહેવાથી – કીર્તિમતીના આગ્રહથી બાર વર્ષ દીક્ષામાં